Surat ranks first in Smart City : સુરત ફરી બન્યું દેશનું નંબર વન સ્માર્ટ સિટી

author img

By

Published : Apr 5, 2022, 8:39 AM IST

Updated : Apr 5, 2022, 10:41 AM IST

Surat ranks first in Smart City : સુરત ફરી બન્યું દેશનું નંબર વન સ્માર્ટ સિટી

દેશની 100 સ્માર્ટ સિટીમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઈનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે.

ન્યૂઝ ડેસ્ક: દેશની 100 સ્માર્ટ સિટીમાં સુરત (Surat ranks first in Smart City) ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઈનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે. ડાઈનેમિક રેન્કિંગમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદ સિવાય એક પણ શહેરનો સમાવેશ કરાયો નથી.

ડાઈનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત પ્રથમ ક્રમે : ડાઈનેમિક રેન્કિંગમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતના સુરત (Surat ranks first in Smart City) અને અમદાવાદ સિવાય એક પણ શહેરનો સમાવેશ કરાયો નથી.ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 50 ટકા, રાજ્ય સરકાર દ્વારા 25 ટકા અને સુરત ન.પા દ્વારા 25 ટકા ગ્રાન્ટો આપવામાં આવે છે. ગ્રાન્ટના વપરાશ માટે ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નિયત સમય મર્યાદામાં મોકલવા જરૂરી છે.

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting: આજે સવારે 10 વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક, પાણીની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

105.25 સ્કોર સાથે અમદાવાદ 6 ક્રમે : મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતગર્ત પસંદ થયેલા 100 શહેરોએ પૂરા કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેક્ટ, ગ્રાન્ટના વપરાશના ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ એડવાઈઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાઈનેમિક રેન્કિંગ જાહેર કર્યુ છે. ડાઈનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે. જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા 2 ક્રમે, 119.18 સ્કોર સાથે વારાણસી 3 ક્રમે, 117.05 સ્કોર સાથે ભોપાલ 4 ક્રમે અને 117.77 સ્કોર સાથે ઈન્દોર 5માં ક્રમે છે. જ્યારે 105.25 સ્કોર સાથે અમદાવાદ 6 ક્રમે છે.

આ પણ વાંચો: ભાજપના IT કાર્યકરોને સોશિયલ મીડિયા કબ્જે કરવા પાટીલે 3I નું સૂત્ર આપ્યુ

સ્માર્ટ સિટી અંતર્ગત 1971 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ : સુરત સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 1971 કરોડના 69 પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે. જેમાં કિલ્લાના રેસ્ટોરેશનની પહેલા તબક્કાની કામગીરી, એઆઈસી સુરત આઈલેબ,એલઈડી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ અને સમાર્ટ મોનિટરિંગ સિસ્ટમ સહિતના વિવિધ 69 પ્રજેક્ટો સાકાર થઈ ચુક્યા છે.

Last Updated :Apr 5, 2022, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.