ETV Bharat / bharat

TOP NEWS: Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ, Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Nov 26, 2021, 6:01 AM IST

TOP NEWS: Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ, Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ, Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharatના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
  • Constitution Day of India: આજે ભારતના બંધારણનો 73મો જન્મદિવસ

આજે ભારતીય બંધારણનો જન્મદિવસ (Constitution Day of India ) છે. 26 નવેમ્બર 1949ના દિવસે ભારત આઝાદ થયા બાદ સ્વતંત્ર ભારતના બંધારણને લઈને એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીની અધ્યક્ષતા કાયદાશાસ્ત્રના વિદ્વાન ડૉ.આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ને સોપવામાં આવી હતી. તેમની સાથે અનેક વિદ્વાનોનો બંધારણીય કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા અને આ કમિટી દ્વારા લિખિત રૂપમાં ભારતનું સ્વતંત્ર બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. જેનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના દિવસે કરીને ભારત સ્વતંત્ર બંધારણ ધરાવતું વિશ્વનું એક રાષ્ટ્ર બની ગયું.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક\

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નવી દિલ્હીના પ્રવાસે (New Delhi Visit) છે. તેમણે આ સમિટના પ્રથમ રોડ શૉમાં (First Road Show) ભાગ લીધો હતો. આ સાથે જ તેમણે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક (One-to-one meeting with leading industry executives) કરી દિવસનો પ્રારંભ કર્યો હતો. Click here

2 અશોક ગેહલોત સુરતના પ્રવાસે, હેમા માલિની અંગે નિવેદન આપનારા પોતાના પ્રધાનની કરી ટીકા, કહ્યું- મર્યાદામાં રહીને બોલવું જોઈએ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની (Ahmed Patel) આજે પ્રથમ પુણ્યતિથિ છે. તેમને શ્રદ્ધાંલિ આપવા માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) અંકલેશ્વર ગયા હતા. તે પહેલા તેઓ સુરત એરપોર્ટ (Surat Airport) પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં પોતાના પ્રધાને હેમા માલિની (Hema Malini) પર કરેલી ટિપ્પણીની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાને મર્યાદામાં રહીને બોલવું (speak within limits) જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અત્યારે સહાય આપવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની છપ્પન ઈંચની છાતી બતાવવાનો સમય છે. Click here

  • Bollywood

શીખ ધર્મ પર ટિપ્પણીને લઈને દિલ્હી વિધાનસભાની સમિતિએ કંગના રનૌતને પાઠ ભણાવ્યો

શીખ ધર્મ (sikhism) પર વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીને (Offensive comment) લઈને 'આપ'નાં નેતા રાઘવ ચઢ્ઢાની (Raghav Chadha) અધ્યક્ષતામાં દિલ્હી વિધાનસભાની શાંતિ અને સંવાદિતા સમિતિએ અભિનેત્રી કંગના રનૌતને(Actress Kangana Ranaut) પાઠ ભણાવવામાં આવ્યો છે. કંગના રનૌતને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.