Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

author img

By

Published : Nov 25, 2021, 12:39 PM IST

Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નવી દિલ્હીના પ્રવાસે (New Delhi Visit) છે. તેમણે આ સમિટના પ્રથમ રોડ શૉમાં (First Road Show) ભાગ લીધો હતો. આ સાથે જ તેમણે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક (One-to-one meeting with leading industry executives) કરી દિવસનો પ્રારંભ કર્યો હતો.

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે
  • મુખ્યપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ રોડ શોમાં રહ્યા ઉપસ્થિત
  • મુખ્યપ્રધાને ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક કરી

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે (CM Bhupendra Patel on a visit to New Delhi) છે. અહીં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના (Vibrant Gujarat Summit 2022) પ્રથમ રોડ શૉમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને અહીં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટૂ વન બેઠક (One-to-one meeting with leading industry executives) યોજી પ્રવાસની શરૂઆત કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડના (Maruti Suzuki India Ltd.) એમ.ડી (MD) અને સીઈઓ (CEO) કેનિચી આયકાવા (Kenichi Aykawa) સાથે બેઠક કરી હતી. તે દરમિયાન કંપનીના MDએ મુખ્યપ્રધાનને મારુતિ સુઝૂકી (Maruti Suzuki)ના ગુજરાત પ્રોજેક્ટ્સ (Gujarat Projects) અંગે માહિતી આપી હતી.

મુખ્યપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ રોડ શોમાં રહ્યા ઉપસ્થિત
મુખ્યપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ રોડ શોમાં રહ્યા ઉપસ્થિત

મારૂતિએ રાજ્યમાં રોકાણ અંગે મુખ્યપ્રધાનને આપી માહિતી

આ ઉપરાંત કંપનીના એમડીએ ગાંધીનગરમાં સેન્ટર ફોર એક્સલન્સ (Center for Excellence) અને રાજ્યમાં અત્યારે મારુતિ દ્વારા 16,000 કરોડ રૂપિયાના રોકાણ અંગેની પણ વિગત મુખ્યપ્રધાનને (CM) આપી હતી. તો આ તરફ મુખ્યપ્રધાને (CM) પણ તેમને રાજ્ય સરકાર (State Government) તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ સાથે જ મુખ્યપ્રધાને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મુખ્યપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની (Statue of Unity) મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.

સમિટ પહેલાં જ 25 ખાનગી કંપનીઓ સાથે 24,185 કરોડ રૂપિયાના MoU થઈ ગયા છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 (Vibrant Gujarat Summit 2022) યોજાશે. આ સમિટ પહેલાં જ 25 ખાનગી (Private Comnapies) કંપનીઓ સાથે 24,185 કરોડ રૂપિયાના MoU કરવામાં આવ્યા છે. તો આ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કંપનીઓને કોઈ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોવાની ખાતરી આપી હતી. સાથે જે તેમણે કંપનીઓને કામ સમયસર શરૂ કરવા પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો- Vibrant Gujarat 2022: સમિટ પહેલાં જ 24,185 કરોડ રૂપિયાના થયા MoU, કામ ઝડપથી શરૂ કરવા CMનું આહ્વાન

આ પણ વાંચો- Vibrant Summit 2022: 10મી જાન્યુઆરીએ યોજાનારા વાઇબ્રન્ટ સમિટના ઠેર ઠેર બોર્ડ લાગ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.