ETV Bharat / bharat

top news: આજે સમગ્ર દેશ કરશે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી, ટોક્યો પેરાલિમ્પિકમાં ખેલાડી ઉતરશે મેદાને. વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 6, 2021, 6:30 AM IST

top news
top news

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
  1. આજે NEET PG 2021 ના એડમિટ કાર્ડ થશે જાહેર

NEET PG 2021 એડમિટ કાર્ડ આજે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in ની મુલાકાત લઇ શકે છે. પરંતુ જાહેર કર્યા પછી જ તે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. TOKYO PARALYMPICS: 24માં સ્થાને રહ્યું ભારત, 19 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

ટોક્યો પેરાલિમ્પિક 2020(TOKYO PARALYMPICS)નું સમાપન ગઈકાલે થઇ ગયું હતું. ભારતે 19 મેડલ જીતીને મેડલ ટેબલમાં 24મું સ્થાન હાંસિલ કર્યું હતું. પેરાલિમ્પિક રમતમાં અત્યારસુધીનું આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. click here

2. શિક્ષક દિવસ પર કેજરીવાલ સરકારે આપી મોટી ભેટ, વિશ્વમાં ક્યાંય પણ ભણો ખર્ચ સરકાર ઉઠાવશે

છેલ્લા પાંચ-છ વર્ષમાં દિલ્હીની સરકારી શાળામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આખી દુનિયા આ જોઈ રહી છે. આ તમામનો સંપૂર્ણ શ્રેય શિક્ષણ નિયામક, દિલ્હી હેઠળ કાર્યરત શિક્ષકોને જાય છે. આવા ઉત્તમ શિક્ષકોની ટીમ વિના આ બધું શક્ય ન હોત. દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ રાજ્ય પુરસ્કાર સમારોહ દરમિયાન શિક્ષકોને સંબોધતા આ વાત કહી હતી. click here

3. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ કરી મંજૂર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર (ગુડા)ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. 26 અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા)ને મંજુરી આપી હતી. શહેરી ક્ષેત્રોના આયોજનબદ્ધ સાતત્યપૂર્ણ વિકાસની નેમ મુખ્યપ્રધાન દ્વારા મુકવામાં આવી હતી. સરકાર દ્વારા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને શક્ય તે ઝડપથી ટી.પી.સ્કીમો પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી. click here

  • exclusive:

અમેરિકાએ ભારતને 'ફાઈવ આઈઝ' સ્પાય રિંગમાં શામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો

સ્પષ્ટપણે ચીન અને રશિયાને મોટા ખતરા તરીકે ઉલ્લેખ કરીને અમેરિકાએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે એ વાતની તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, શું ભારત અને અન્ય 3 દેશોને 'ફાઈવ આઈઝ' જાસૂસી નેટવર્કમાં શામેલ કરી શકાય કે નહીં? વાંચો, વરિષ્ઠ સંવાદદાતા સંજીબકુમાર બરૂઆનો રિપોર્ટ... click here

  • sukhibhava:

ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

ભાવનાત્મક અસ્વસ્થતા શરીરમાં વિભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી ખૂબ જરુરી છે કે પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સાથે ભાવનાત્મક સ્વાસ્થ્યને લઇને સચેત રહો. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.