ETV Bharat / bharat

અમેરિકાએ ભારતને 'ફાઈવ આઈઝ' સ્પાય રિંગમાં શામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો

author img

By

Published : Sep 5, 2021, 9:44 PM IST

સ્પષ્ટપણે ચીન અને રશિયાને મોટા ખતરા તરીકે ઉલ્લેખ કરીને અમેરિકાએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે એ વાતની તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, શું ભારત અને અન્ય 3 દેશોને 'ફાઈવ આઈઝ' જાસૂસી નેટવર્કમાં શામેલ કરી શકાય કે નહીં? વાંચો, વરિષ્ઠ સંવાદદાતા સંજીબકુમાર બરૂઆનો રિપોર્ટ...

'ફાઈવ આઈઝ
'ફાઈવ આઈઝ

  • વર્ષ 2022 માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
  • ચીન અને રશિયાને મોટા ખતરા તરીકે ઉલ્લેખ કરીને અમેરિકાએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો
  • ભારતને 'ફાઈવ આઈઝ' સ્પાય રિંગમાં શામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો

નવી દિલ્હી: અમેરિકા અને તેના 4 પ્રમુખ અંગ્રેજીભાષી સહિયોગીઓ સાથે ભારતને સંરેખિત કરનારા એક ઐતિહાસિક કદમ માટે અમેરિકાની ઈન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સની ઉપસમિતિએ વર્ષ 2022 માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં સૂચન આપવામાં આવ્યું છે કે, શું ભારત અને 3 અન્ય દેશો જાપાન, જર્મની અને દક્ષિણ કોરિયાને 'ફાઈવ આઈઝ' ઈન્ટેલિજન્સ શેરિંગ નેટવર્કમાં શામેલ કરી શકાય તેમ છે.

ફાઇવ આઇઝ 1941માં સ્થાપિત કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, સમિતિએ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સને રક્ષા સચિવ સાથે સમન્વયમાં સશસ્ત્ર સેલાઓની હાઉસ કમિટી, સશસ્ત્ર સેવાઓની સીનેટ કમિટી અને કોંગ્રેસની જાસૂસી સમિતિઓને એક રિપોર્ટ જમા કરવાનો આદેશ કર્યો છે. ફાઇવ આઇઝ 1941માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પાંચ સરકારનું એક વિશિષ્ટ, વ્યાપક અને ગુપ્ત ક્લબ છે. આ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યૂકે અને યૂએસના રાજનાયિક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેનું કાર્ય અન્ય દેશોની ગુપ્ત સૂચના, સુરક્ષા, સૈન્ય અને આર્થિક લાભમાં સહયોગ કરવાની છે.

ફાઇવ આઇઝ વ્યવસ્થાની સ્થાપના પછી ખતરાનું પરિદ્રશ્ય નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે

ડ્રાફ્ટ બિલમાં જણાવવામાં આવ્યું છે કે, આ દરેક દેશો કઈ રીતે કોઈપણ ટેકનોલોજી અને તકનીકી મર્યાદાઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ શકે છે, ઓળખ ગુપ્ત માહિતી વહેંચણી શાસનને વિસ્તૃત કરવા સાથે સંકળાયેલા જોખમો અને દરેક દેશને નજીકથી વહેંચાયેલ માળખામાં કેવી રીતે સુરક્ષિત રીતે સમાવી શકાય છે. ડ્રાફ્ટ બિલ મુજબ, સમિતિ સ્વીકારે છે કે, ફાઇવ આઇઝ વ્યવસ્થાની સ્થાપના પછી ખતરાનું પરિદ્રશ્ય નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે, પ્રાથમિક ખતરો હવે ચીન અને રશિયાથી ઉદ્ભવે છે.

અમેરિકા ભારતને તેના કેમ્પમાં લઈ જવા માટે ઉત્સુક છે

સમિતિનું માનવું છે કે, ગ્રેટ પાવર કોમ્પિટિશનનો સામનો કરવા માટે ફાઇવ આઇઝ દેશોએ એક સાથે મળીને કામ કરવું જોઇએ, સાથે જ અન્ય સમાન વિચારધારાવાળા લોકતંત્ર માટે વિશ્વાસના ચક્રનો વિસ્તાર કરવો જોઇએ. ગયા વર્ષથી ભારત-ચીન સરહદની ઘાતકી અથડામણોની પૃષ્ઠભૂમિમાં, જેના કારણે પૂર્વી લદ્દાખમાં ભારે સૈન્ય નિર્માણ થયું છે અને અમેરિકા ભારતને તેના કેમ્પમાં લઈ જવા માટે ઉત્સુક છે. એવામાં સંભાવના વ્યક્ત કરાઇ રહી છે કે શું ભારતને ફાઇવ આઇઝમાં પ્રવેશ મળી શકે છે.

11 ઓક્ટોબર 2020 ના રોજ ભારત 'ફાઇવ આઇઝ' અને જાપાન સાથેની બેઠકમાં જોડાયો

આ બાબતે થોડો વિકાસ થઈ ચૂક્યો છે. 11 ઓક્ટોબર 2020 ના રોજ ભારત 'ફાઇવ આઇઝ' અને જાપાન સાથેની બેઠકમાં જોડાયો હતો અને સાથે એક સંયુક્ત નિવેદન જારી કરીને વિશાળ ટેકનોલોજી કંપનીઓને સમાધાન પ્રદાન કરવા માટે કહ્યું, તેથી વ્હોટ્સઅપ, સિગ્નલ, ટેલીગ્રામ, ફેસબૂક, મેસેન્જર સહિત એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ સંચાર થઇ શકે.

સંયુક્ત નિવેદનમાં અન્ય લોકોનું નામ પણ લેવામાં આવ્યું

ભારતીય અને જાપાની હસ્તાક્ષર કર્તાઓનું નામ ન લેતા સંયુક્ત નિવેદનમાં અન્ય લોકોનું નામ પણ લેવામાં આવ્યું , જેમાં બ્રિટનના ગૃહ રાજ્ય સચિવ પ્રીતી પટેલ, તત્કાલીન અમેરિકી અટોર્ની-જનરલ વિલિયમ પી. બર્ર, ઓસ્ટ્રેલિયાઇ ગૃહ પ્રધાન પીટર ડટન, એન્ડ્રયૂ લિટિલ, ન્યૂઝીલેન્ડના સુરક્ષા અને ગુપ્ત પ્રધાન અને કેનેડાના સાર્વજનિક સુરક્ષા પ્રધાન બિલ બ્લેયર સામેલ હતા.

બ્રિટેન ચીનને સંદેશો મોકલવા માટે ફાઇવ આઇઝને મજબૂત કરવા માંગે છે

બેઠકના થોડા સમય પહેલા યૂકેના રક્ષા સચિવ બેન વાલેસે કહ્યું હતું કે, બ્રિટેન ચીનને સંદેશો મોકલવા માટે અને વધુ દેશોની ભરતી કરવા માટે ફાઇવ આઇઝને મજબૂત કરવા માંગે છે. વાલેસે કહ્યું હતું કે, ચીનને સંદેશો મોકલવા માટે એક-બીજા સાથે ઉભા રહેવાની સાથે મદદ અને સંકેત વાસ્તવમાં મહત્વપૂર્ણ છે.

ફાઇવ આઇઝ' ના વિસ્તરણનો વિચાર કેટલાક સમયથી કાર્યરત છે

અગાઉ ડિસેમ્બર 2019 માં યુએસ કોંગ્રેસના સભ્ય એડમ શિફ ઇન્ટેલિજન્સ પર કાયમી ગૃહ પસંદગી સમિતિના અધ્યક્ષ હતા. તેમણે વધુને વધુ શક્તિશાળી ચીનનો સામનો કરવા માટે એક અહેવાલમાં ભારત, જાપાન અને દક્ષિણ કોરિયાને સામેલ કરવા માટે ફાઇવ આઇઝ ના વિસ્તરણની હાકલ કરી હતી, જ્યારે 'ફાઇવ આઇઝ' ના વિસ્તરણનો વિચાર કેટલાક સમયથી કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.