ETV Bharat / bharat

આજે PM મોદી સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે તથા ભારત EOS-03 નું કરશે લોન્ચિંગ. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ...

author img

By

Published : Aug 12, 2021, 6:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

EOS-03 launching
EOS-03 launching

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. PM મોદી સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે

વડાપ્રધાન મોદી આવતીકાલે દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે. 'આત્મનિર્ભર નારી-શક્તિ સે સંવાદ' નામથી આયોજિત આ કાર્યક્રમમાં મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓની સફળતાની વાર્તાનું ટૂંકું વર્ણન અને નાની ખેતીમાંથી ઉદ્ભવતી આજીવિકા પર એક પુસ્તિકાનું વિમોચન કરશે.

2. ભારત EOS-03 નું કરશે લોન્ચિંગ

સ્વતંત્રતા દિવસ 2021ની ઉજવણી બમણી થશે. ભારત આવતીકાલના દિવસે જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1 લોન્ચ કરશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ISRO) ના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. OBC List : 127મું બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર

ઓબીસી યાદી સંબંધિત કાયદો, 127 માં બંધારણીય સુધારા બિલ રાજ્યસભામાં પણ પાસ થયું હતું. મંગળવારે લોકસભામાં 127 માં બંધારણીય સુધારા બિલની તરફેણમાં 385 મત પડ્યા હતા. click here

2. અરેરાટી...માતાએ 3 વર્ષના પુત્રની હત્યા બાદ કરી આત્મહત્યા

નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઓનલાઇન અભ્યાસ (Online Study) ન કરવા બદલ એક મહિલા (Woman) એ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી.click here

3. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયા

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસારી નજીક આવેલા રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ પર ભૂસ્ખલનની ઘટના થઈ હતી. જેના કારણે અનેક વાહન દબાઈ ગયા હોવાની સૂચના મળી હતી. જ્યારે સ્થાનિક તંત્રએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. જોકે એક બસમાં 40 લોકો જઈ રહ્યા હતા. ત્યારે ભૂસ્ખલનને કારણે 40 લોકો ફસાયા હતા. click here

4. સ્વીટીના પટેલ હત્યા કેસમાં પોલીસને મળ્યા મહત્વના પુરાવા, દાંત સાથેની વસ્તુઓ મળી

વડોદરાના બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસ ( Sweety Patel murder case) માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસમાં મહત્વના પુરાવા મળ્યા હતા. ભરૂચ નજીકના અટાલી ખાતેથી પોલીસ દ્વારા અટાલી ખાતે સ્વીટીના દાંત, મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢવામાં આવી હતી. આ દાંત DNA ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબીત થઈ શકશે. click here

5. સુરતની ગજેરા સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ દ્વારા રાજ્ય સરકારના નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યાં હતાં. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયાં હતાં. જેથી ગઈકાલે સુરત જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ગજેરા સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી.click here

Exclusive:

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ જ્યાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનવાનું છે ત્યાં 125 મકાનની ચાલી, સંપાદન પ્રક્રિયા '0'

સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં એક બાદ એક અડચણ સામે આવી રહી છે. મેટ્રો અંડરગ્રાઉન્ડ માટે ટેસ્ટિંગ થઈ ગયું છે. ફિઝિકલ માપણી પણ કરવામાં આવી છે પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે અત્યાર સુધી આ પ્રોજેક્ટ હેઠળ એક પણ સંપત્તિનું સંપાદન કરવામાં આવ્યું નથી. ત્યાં 125થી પણ વધુ મકાન છે.અત્યાર સુધી સંમતિ પત્ર મળ્યાં નથી અને લોકો પોતાની સંપત્તિ આપવા તૈયાર પણ નથી. click here

Explainers:

શું પ્રશાંત કિશોર 2024માં બની શકશે કિંગમેકર ?

ચર્ચા છે કે, 2024ની ચૂંટણીમાં પ્રશાંત કિશોર ગઠબંધન સરકારના કિંગમેકર બનવા માગે છે. ઘણા લોકો તેમને 'વિપક્ષી એકતાના સૂત્રધાર' પણ કહી રહ્યા છે. શું PK ખરેખર છૂટાછવાયા વિપક્ષને એક કરશે, તે 2022માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ જાણી શકાશે. જો પીકે આમાં સફળ થાય છે, તો તે ખરેખર ભારતીય રાજકારણના ચાણક્ય હશે. click here

Sukhibhava:

માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી

નવજાત શિશુનું સ્વાસ્થ્ય અને જીવન સુનિશ્ચિત કરવા માટે માતાનું દૂધ સૌથી અસરકારક છે. ડબ્લ્યુએચઓ અનુસાર માતાનું દૂધ બાળકમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે બાળપણના ઘણાં રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.ડૉક્ટરો ઓછામાં ઓછા 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવાની ભલામણ કરે છે કારણ કે તે બાળકના શરીરના જરૂરી પોષણને જાતે જ પૂર્ણ કરવામાં સક્ષમ છે.આ સમયગાળા દરમિયાન બાળકનું શરીર અન્ય કોઇ પૌષ્ટિક ખોરાક લેવા માટે પણ સક્ષમ નથી. પરંતુ શું માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધારાનો પ્રયાસ જરુરી છે? click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.