ETV Bharat / bharat

બિહારથી ઉત્તરપ્રદેશ આવી રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર પર ઉત્તરપ્રદેશની સરકારે પ્રતિબંધ લગાવ્યો

author img

By

Published : May 14, 2021, 11:09 AM IST

બિહારથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર પર ઉત્તરપ્રદેશની સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. સોમવારે સાંજે જ ઉત્તરપ્રદેશ સરકારે બિહારથી જતા મૃતદેહના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતા મૃતદેહનો પરત કર્યા હતા.

બિહારથી ઉત્તરપ્રદેશ આવી રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર પર ઉત્તરપ્રદેશની સરકારે પ્રતિબંધ લગાવ્યો
બિહારથી ઉત્તરપ્રદેશ આવી રહેલા મૃતદેહના અંતિમ સંસ્કાર પર ઉત્તરપ્રદેશની સરકારે પ્રતિબંધ લગાવ્યો

  • હવે બિહારના લોકો ઉત્તરપ્રદેશમાં અંતિમ વિધિ માટે નહીં જઈ શકે
  • બિહારથી ઉત્તરપ્રદેશ અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહો પર પ્રતિબંધ
  • ઉત્તરપ્રદેશની સરકારે બિહારથી આવતા મૃતદેહો પર લગાવ્યો પ્રતિબંધ

પટનાઃ કૈમુરથી ઉત્તરપ્રદેશની સીમા પર યોગી સરકારે બિહારથી આવનારા મૃતદેહો પર અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે ઉત્તરપ્રદેશ સરકારે સીમા પર પોલીસના જવાનોને તહેનાત કરી દીધા છે. ઉત્તરપ્રદેશ સરકારની આ જાહેરાતથી કૈમુરના લોકો ખૂબ જ હેરાન છે.

આ પણ વાંચોઃ અલવરમાં પુત્રીઓએ માત્ર 45 મિનિટમાં જ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

ગંગા કિનારા પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની જૂની પરંપરા

ધાર્મિક માન્યતા અનુસાર, મૃતદેહોના અંતિમ સંસ્કાર રૂઢિગત રીતે ન કરવામાં આવે તો લોકોને પસ્તાવો થાય છે. આપને જણાવી દઈએ કે, કૈમુર જિલ્લાનો પશ્ચિમી વિસ્તાર ઉત્તરપ્રદેશથી જોડાયેલો છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાની જમાનિયા, જે મહર્ષિ જમદગ્નિના નામથી પ્રખ્યાત છે. જ્યાંથી મોક્ષદાિની મા ગંગાની પવિત્ર નદી પસાર થાય છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, મૃતદેહોના અંતિમ સંસ્કાર ગંગા કિનારા પર કરવાની પરંપરા ખૂબ જ જૂની છે, પરંતુ આ તમામની વચ્ચે સોમવારે સાંજથી ઉત્તરપ્રદેશ સરકારે બિહારથી ઉત્તરપ્રદેશમાં અંતિમવિધિ માટે લવાતા મૃતદેહ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચોઃ શું લાકડાની અછતને કારણે અંતિમ સંસ્કાર મોંઘા થઈ ગયા છે?

સીમા પર ઉત્તરપ્રદેશ પોલીસની કડકાઈ

બિહારથી ઉત્તરપ્રદેશના જમનિયામાં આવેલી ગંગા નદીના કિનારા પર અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવાના કારણે ઉત્તરપ્રદેશ પોલીસે સીમા પર કડકાઈ શરૂ કરી છે. બડૌરા બોર્ડરના કરમહરી ગામમાં ઉત્તરપ્રદેશ પોલીસ તહેનાત કરવામાં આવી છે. ગામમાં બેરિયર લગાવીને પોલીસ બિહારથી આવતા મૃતદેહોને રોકી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.