ETV Bharat / bharat

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે થશે શાંત, ગેહલોતે છેલ્લા દિવસે ભાજપ, મોદી પર કર્યા આકરા વાકપ્રહાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 2:13 PM IST

આજે સાંજે રાજસ્થાન ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પ્રચારના છેલ્લા દિવસે રાજસ્થાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. The noise of campaigning in the election battle of Rajasthan will stop on Thursday evening Chief Minister Ashok Gehlot a press conference targeted all the BJP leaders including PM Modi

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે

જયપુરઃ રાજસ્થાનના ચૂંટણ પ્રચારના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગર્જ્યા હતા. ગેહલોતે વડા પ્રધાન મોદીને અભિનેતા અને ભાજપા નેતાઓને ષડયંત્રકારીઓ કહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કૉંગ્રેસના હેડક્વાર્ટરમાં યોજાઈ હતી. તેમણે રાજસ્થાનીઓ(મારવાડી) અને ગુજરાતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ દુઃખી છે કારણ કે તેઓ કૉંગ્રેસની સરકારને તોડી ન શક્યા. તેથી જ વડા પ્રધાન મોદી, અમિત શાહ તેમજ અન્ય દિગ્ગજ ભાજપી નેતાઓએ ચૂંટણી ટાણે રાજસ્થાનમાં તંબુ તાણ્યા છે. તેઓ 25મી પછી મોઢું પણ નહીં બતાવે. આ લોકો ષડયંત્રકારીઓ છે.

છત્તીસગઢમાં ષડયંત્રઃ મહાદેવ એપ મામલે છત્તીસગઢ ચૂંટણીના ચાર દિવસ પહેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. લાલ ડાયરી પણ ભાજપનું જ એક ષડયંત્ર હતું. જો કે આ મામલે ભાજપ છત્તીસગઢ અને રાજસ્થાનમાં એક્સપોઝ થઈ ગયું હતું. રાજસ્થાનમાં અત્યાર સુધી ઈડીએ કૉંગ્રેસ નેતા પર અનેક છાપા માર્યા,પણ કશું જ મળ્યું નહીં. અમે વિનંતી કરતા રહ્યા કે અમારા વિકાસકાર્યો અને યોજનાઓ પર અમારી સાથે ચર્ચા કરો, અમારી ખામીઓ જણાવો, પણ તેનું પરિણામ શૂન્ય આવ્યું. માત્ર ભડકાઉ ભાષણો થતા રહ્યા છે. જેટલા પણ નેતા આવ્યા તે ભડકાઉ ભાષણ કરતા રહ્યા.

કનૈયાલાલ અને જયપુર બ્લાસ્ટઃ આ મુદ્દે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું કે કનૈયાલાલને મારવાવાળા તેમના(ભાજપના) કાર્યકર્તાઓ છે. તેમણે આ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યુ અને પોલીસ સ્ટેશનમાંથી તેમને છોડાવ્યા. તેઓ જાહેરાત કરીને શું સંદેશો આપવા માંગે છે. બોમ્બ બ્લાસ્ટની તપાસમાં તેમના સમયમાં ખામી જોવા મળી. તેનાથી આરોપીઓ છુટી ગયા. અમે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી છે.

વડા પ્રધાન પર વાકપ્રહારઃ અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે જયારે હું ચૂંટણી ટાણે ગુજરાત ગયો હતો ત્યારે વડા પ્રધાન મોદીએ ત્યાં ગુજરાતી રાજસ્થાનનીનો મુદ્દો બનાવ્યો હતો. તેઓ ગુજરાતની જનતાને કહેતા હતા કે રાજસ્થાની ગુજરાતની ચૂંટણીમાં વોટ માંગવા આવે છે. જો કે અમે ક્યારેય કહ્યું નથી કે એક ગુજરાતી રાજસ્થાનમાં વોટ માંગવા આવે છે. અશોક ગેહલોતે વડા પ્રધાન મોદીને અભિનેતા ગણાવ્યા હતા. તેઓ કહે છે કે હું ઓબીસી છું. મને કૉંગ્રેસે નીચ કહ્યો. જ્યારે એવું કોઈએ કહ્યું નથી.

વડા પ્રધાનના લોકસભા ક્ષેત્રમાં ખરાબ ઘટનાઃ અશોક ગેહલોતે વારાણસીની યુનિવર્સિટીમાં છોકરીઓ સાથે થતી છેડતીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ રાજસ્થાનમાં મહિલા સુરક્ષા મુદ્દે જાહેરાત કરે છે જ્યારે વારાણસી યુનિવર્સિટીમાં છોકરી સાથે થાય છે ધૃણિત ઘટનાઓ. જેના પર કોઈ વાત કરતું નથી. યુપીમાં એક દીકરી સાથે અઘટિત કૃત્ય થયું અને અંધારામાં તેનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. પરિવારજનોને ચહેરો પણ જોવા મળ્યો નહીં.

ગુર્જરોને ભડકાવી રહ્યા છેઃ રાજેશ પાયલોટ મુદ્દે ગુર્જરોને ભડકાવવામાં આવી રહ્યા છે. આ ભડકાવવાવાળા ભૂલી જાય છે કે તેમણે રાજસ્થાનમાં 22 વખત ગોળીબાર કર્યા હતા. ગોળીબારમાં 72 ગુર્જરોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ સરકાર બદલાઈ, હું મુખ્ય પ્રધાન બન્યો, મારા શાસનમાં ગોળીબાર તો શું લાઠીચાર્જ પણ થયો નથી. ગુર્જર સમાજને અનામત પણ મળ્યું. જેનાથી સમાજના સેકડો યુવકોને નોકરી પણ મળી રહી છે.

  1. રાજસ્થાનમાં કૉંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, આપી સાત મોટી ગેરંટી
  2. Rahul Gandhi Rajasthan Visit: રાજસ્થાનના રણમાં રાહુલ ગાંધીની ત્રણ જનસભાઓ, જાણો આજે ક્યાં ક્યાં કરશે ચૂંટણી પ્રચાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.