ETV Bharat / bharat

સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને વર્તમાન Vcએ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કર્યાં ચેડા અને પછી...

author img

By

Published : May 20, 2022, 7:54 AM IST

હૈદરાબાદ પોલીસની SITએ ભોપાલની (Hyderabad Special Investigation Team SIT) સર્વપલ્લી રાધાક્રિષ્નન યુનિવર્સિટીના વર્તમાન અને એક નિવૃત્ત વાઇસ ચાન્સેલરની રૂપિયા લઈને નકલી પ્રમાણપત્ર આપવાના (fake certificates case) કેસમાં ધરપકડ (Hyderabad Police busts fake certificates racket) કરી છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને વર્તમાન VCએ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કર્યાં ચેડા અને પછી...
સર્વપલ્લી રાધાકૃષ્ણ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને વર્તમાન VCએ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કર્યાં ચેડા અને પછી...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસની એસઆઈટીએ (Hyderabad Special Investigation Team SIT) ભોપાલની સર્વપલ્લી રાધાકૃષ્ણન યુનિવર્સિટીના વર્તમાન અને નિવૃત્ત વાઇસ ચાન્સેલરની વિદ્યાર્થીઓને પૈસાના બદલામાં ડિગ્રી વેચવા બદલ ધરપકડ (fake certificates case) કરી છે. પોલીસે હાલમાં જ આ કેસમાં અન્ય બે લોકોની ધરપકડ (Hyderabad Police busts fake certificates racket) કરી છે. હૈદરાબાદ પોલીસે વર્તમાન VC ડૉ. એમ પ્રશાંત પિલ્લઈ અને ડૉ. SRK યુનિવર્સિટીના નિવૃત્ત વાઇસ ચાન્સેલર એસએસ કુશવાની ભોપાલમાંથી (Hyderabad Police arrested a Vice Chancellor) ધરપકડ કરી છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી સર્વેમાં થયો બીજો સૌથી મોટો ખુલાસો, મસ્જિદમાંથી મળી આવ્યા આ પ્રકારના ચિહ્નો!

નકલી ડિગ્રી રેકેટ: પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સંબંધમાં સાત એજન્ટો, 19 વિદ્યાર્થીઓ ઉપરાંત છ માતાપિતાની ધરપકડ કરવામાં આવી (Sarvepalli Radhakrishnan University SRK Bhopal) છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વીસી એજન્ટો પાસેથી વિદ્યાર્થીઓની વિગતો લઈને દરેક કોર્સ માટે રકમ નક્કી કરતા હતા. નકલી ડિગ્રી રેકેટના સંબંધમાં હૈદરાબાદના મલકપેટ, આસિફ નગર મુશીરાબાદ અને ચાદરઘાટ પોલીસ સ્ટેશનમાં SRK યુનિવર્સિટી, ભોપાલના મેનેજમેન્ટના એજન્ટો અને શૈક્ષણિક સલાહકારો સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બિહારમાં કુદરતી આફત: તોફાન, વરસાદ અને વીજળીના કારણે 27ના મોત, ગંગામાં 3 બોટ પલટી

નકલી પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા: પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ લાયકાત વિના પ્રમાણપત્રો મેળવીને વિદેશ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સર્વપલ્લી યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર કુશવા (2017) કામ કર્યા પછી આ નકલી પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા 2017 થી ચાલી રહી હતી. હૈદરાબાદ સીઆઈડીના એડિશનલ સીપી એઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે, એસઆઈટીની સાત ટીમો હાલમાં દેશના સાત રાજ્યોની વિવિધ યુનિવર્સિટીઓમાં નકલી પ્રમાણપત્રો જારી કરવા માટે તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.