ETV Bharat / bharat

કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા 23 નેતાઓ જમ્મુમાં કંઈક નવું કરવાની ફિરાકમાં

author img

By

Published : Feb 27, 2021, 9:54 AM IST

કોંગ્રેસ પાર્ટીના કામકાજ અને નેતૃત્વ પર સવાલ ઉઠાવતા ગયા વર્ષે કોંગ્રેસના 23 નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. ત્યારથી જ આ નેતાઓના સમૂહને જી 23 નામથી ઓળખવામાં આવે છે.

કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા 23 નેતાઓ જમ્મુમાં કંઈક નવું કરવાની ફિરાકમાં
કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારા 23 નેતાઓ જમ્મુમાં કંઈક નવું કરવાની ફિરાકમાં

  • 23 નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો હતો પત્ર
  • નેતાઓએ પત્રમાં પાર્ટીના નેતૃત્વ પર ઉઠાવ્યા હતા સવાલ
  • 23 નેતાઓના સમૂહને જી 23ના નામથી ઓળખવામાં આવે છે

નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણના નિવેદન પછી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર આક્રમક બની છે. રાહુલના આ નિવેદનથી નારાજ ભાજપે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ દેશને ક્ષેત્રના આધાર પર ભાગલા પડાવવાનું કામ કરી રહી છે. હવે તો કોંગ્રેસની અંદર જ આ નિવેદન અંગે ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં ઉત્તર ભારતથી સંબંધ રાખનારા અસંતુષ્ટ નેતા આજે જમ્મુમાં કંઈક નવું કરી શકે તેવું લાગે છે. કોંગ્રેસના 23 નેતાઓના એક સમૂહને જી23નો દરજ્જો મળ્યો છે. આ લોકો પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ વિરુદ્ધ મોટું અને આક્રમક નિવેદન આપી શકે છે.

રાહુલ ગાંધી આજે તમિલનાડુના પ્રવાસે

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી આજે તમિલનાડુના પ્રવાસે છે. અહીં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન જી-23નો દરજ્જો મેળવનારા અસંતુષ્ઠ નેતાઓ જમ્મુમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. જોકે, કોંગ્રેસના 23 નેતાઓએ ગયા વર્ષે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પાર્ટીના કામકાજની રીત અને નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારથી જ આ નેતાઓના સમૂહને જી 23 નામથી ઓળખવામાં આવે છે.

ઉત્તર ભારતના નેતાઓનો આજે જમ્મુમાં જમાવડો

રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણ નિવેદન પર પાર્ટીના સિનિયર લિડર કપિલ સિબ્બલે જણાવ્યું કે, મતદાતા ગમે ત્યાંના હોય, પરંતુ તેમની સમજનું સન્માન જળવાવું જોઈએ. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, રાજ બબ્બર અને વિવેક તન્ખા શનિવારે જમ્મુમાં એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. આમાં મનીષ તિવારી પણ સામેલ થાય તેવી આશા છે. ખાસ વાત તો એ છે કે, આ તમામ નેતા ઉત્તર ભારતના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.