ETV Bharat / bharat

પોતાના સરકારી આવાસને કોવિડ સેન્ટરમાં ફેરવી દેતાં તેજસ્વી યાદવ

author img

By

Published : May 19, 2021, 2:21 PM IST

આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાના સરકારી નિવાસસ્થાનને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કર્યું છે. આ પહેલાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે મુખ્યપ્રધાન નીતીશ કુમારને પત્ર લખીને પીડિતોની સહાય કરવા માટે પરવાનગી માગી હતી.

પોતાના સરકારી આવાસને કોવિડ સેન્ટરમાં ફેરવી દેતાં તેજસ્વી યાદવ
પોતાના સરકારી આવાસને કોવિડ સેન્ટરમાં ફેરવી દેતાં તેજસ્વી યાદવ

  • બિહારમાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે કર્યો નિર્ણય
  • પટણા સ્થિત સરકારી આવાસને બનાવ્યું કોવિડ કેર સેન્ટર
  • કોવિદના દર્દીઓની સહાયતા માટે બનાવ્યું કેર સેન્ટર

પટણાઃ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પટણા સ્થિત પોતાના સરકારી મકાનને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કર્યું છે. તેમણે આ પગલું કોવિડ દર્દીઓની સહાયતા માટે લીધું હોવાનું જણાવાયું છે. અહીં દર્દીઓને મફત સુવિધા મળશે. આ કેન્દ્રને સેવાઓમાં સમાવવા માટે તેજસ્વી યાદવે સરકારને પત્ર પણ લખ્યો છે. યાદવે આરજેડી કોવિડ કેર માટે તમામ જરૂરી તબીબી ઉપકરણો અને મફત ખોરાક અને સુવિધાઓ સ્થાપિત કરીને પોલો રોડ સ્થિત સરકારી આવાસં નંબર 1ને સરકારનેે સોંપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનું સરકાર પર નિશાનઃ 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી

તેજસ્વીએ લખ્યો હતો પત્ર

આ પહેલાં તેજસ્વી યાદવે મુખ્યપ્રધાન નીતીશ કુમારને પત્ર લખી કોવિડના દર્દીઓને મદદ કરવા અંગે મંજૂરી માગી હતી. પોતાના પત્રમાં તેજસ્વીએ લખ્યું હતું કે તેમણે નેતા વિપક્ષ હોવાના નાતે પત્ર લખ્યો હતો. પરંતુ આપે મારા કોઇ પણ પત્રનો જવાબ આપ્યો નથી, જે લોકતાંત્રિક વ્યવસ્થા માટે ઠીક નથી.સ્વાસ્થ્ય વ્યવસ્થા, બચાવ અને રાહતકાર્ય કરાવવાના ઉદ્દેશથી પત્ર લખ્યો હતો. એક મહિના પહેલાં પણ મેં 30 મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યાં હતાં પરંતુ કોઇ પર અમલ થયો નથી. સરકાર વિપક્ષનું સાંભળી રહી નથી કે ન તો નિષ્ફળતાઓમાંથી કંઇ શીખી રહી છે.

આ પણ વાંચોઃ તૌકતે સાઈકલોન અસર : વડાપ્રધાન મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

સરકારની કાઢી હતી ઝાટકણી

તેજસ્વી યાદવે પોતાના પત્રમાં કહ્યું કે તેઓ અને તેમના તમામ ધારાસભ્યો આરોગ્ય વિભાગની ઢીલી સિસ્ટમ અને કોવિડ રોગચાળા સામે સામે સંઘર્ષ કરી રહેલા લોકો માટે જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન સિલિન્ડર, પલંગ વગેરે પ્રદાન કરી રહ્યાં છે. તે આ તમામ કામોનો સર્વે કરવા માગે છે.તેથી વિનંતી કરવામાં આવે છે કે તેમને અને તમામ ધારાસભ્યોને દર્દીઓ અને તેમના પરિવારોને મળવા અને રાહત આપવા માટે કોઈપણ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોવિડ કેર સેન્ટર, વગેરેની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવે, કોવિડ કેર સેન્ટર ખોલવા અને સામુદાયિક રસોડાં ચલાવવા માટે પણ મંજૂરી આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.