ETV Bharat / bharat

પાકિસ્તાની આતંકી મોડ્યુલ: મુંબઈ અને ઉત્તરપ્રદેશથી વધુ 2 સંદિગ્ધ આતંકીઓ ઝડપાયા

author img

By

Published : Sep 18, 2021, 10:34 AM IST

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાન બેઈઝ્ડ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આની સાથે જોડાયેલા એક અન્ય શંકાસ્પદ આતંકવાદી ઝાકીરની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસે આતંકવાદી ઓસામાના કાકા હુમૈદુર રહેમાનને પણ પ્રયાગરાજથી ઝડપી પાડ્યો હતો. હવે પોલીસ આ આતંકવાદીને દિલ્હી લાવીને પૂછપરછ કરશે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદી ઝાકીરની મુંબઈથી અને આતંકી ઓસામાના કાકા હુમૈદુર રહેમાનની પ્રયાગરાજથી ધરપકડ કરી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદી ઝાકીરની મુંબઈથી અને આતંકી ઓસામાના કાકા હુમૈદુર રહેમાનની પ્રયાગરાજથી ધરપકડ કરી

  • દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાન બેઈઝ્ડ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો
  • એક અન્ય શંકાસ્પદ આતંકવાદી ઝાકીરની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે
  • પોલીસે આતંકવાદી ઓસામાના કાકા હુમૈદુર રહેમાનને પણ પ્રયાગરાજથી ઝડપી પાડ્યો હતો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શંકાસ્પદ આતંકવાદી ઓસામાના સંબંધીની તપાસમાં મોટી અસર થઈ છે. ઉત્તરપ્રદેશ પોલીસે પ્રયાગરાજથી તેના કાકાની ધરપકડ કરી છે, જેને સ્પેશિયલ સેલ શોધી રહી હતી. આ અંગે ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ સેલે જાણકારી આપી હતી. ત્યારબાદ તેમની ટીમ ઉત્તરપ્રદેશ માટે રવાના થઈ ગઈ છે. તેને દિલ્હી લાવ્યા પછી ઓસામાની સામે બેસીને પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ભારતમાં પગ જમાવવાની તૈયારી કરી રહ્યું છે ISIS, NIAએ જારી કર્યો હૉટલાઇન નંબર

આતંકી ઓસામા પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, ગયા મંગળવારે સ્પેશિયલ સેલે અલગ અલગ જગ્યાઓથી 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આમાંથી દિલ્હીમાંથી પકડાયેલો ઓસામા પણ શામેલ છે, જે પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યો હતો. ત્યાં તેને હથિયાર ચલાવવાથી લઈને બોમ્બ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. ગયા એપ્રિલ મહિનામાં તેને મસ્કતના રસ્તે પાકિસ્તાન તાલીમ માટે લઈ જવાયો હતો. આ અંગે તેણે પોલીસ સામે ખુલાસો કર્યો હતો. તેણે પોલીસને એ પણ જણાવ્યું હતું કે, આ માટે તેના પિતા અને કાકાએ આર્થિક મદદ કરી હતી. આ ખુલાસા પછી તેની તપાસ ચાલી રહી હતી. જોકે, પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી પટિયાલા કોર્ટે 6 આતંકવાદીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

પોલીસ આતંકી ઓસામાના કાકા હુમૈદુર રહેમાનને દિલ્હી લઈ જઈ પૂછપરછ કરશે

ઉત્તરપ્રદેશ પોલીસે શુક્રવારે સાંજે ISI અને અંડરવર્લ્ડ ટેરર મોડ્યુલથી જોડાયેલા હુમૈદુર રહેમાનને પકડવાનો દાવો કર્યો છે, જે ઓસામાનો કાકો છે. પ્રયાગરાજથી પકડાયેલો હુમૈદુર રહેમાન લખનઉ આવી રહ્યો હતો. જ્યાંથી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે તેને દિલ્હી લઈ આવશે. સૂત્રોના મતે, સ્પેશિયલ સેલ તેની કસ્ટડી લઈને આગળની પૂછપરછ દિલ્હીમાં કરશે. આરોપ છે કે, તેની ધરપકડ આતંકવાદી જિશાન અને ઓસામાને પાકિસ્તાન ટ્રેનિંગ માટે મોકલવામાં મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.