ETV Bharat / bharat

Maha Shivaratri 2022 : ઉજ્જૈનમાં મહાકાલને કરાયો ભાંગથી શણગાર, જુઓ બાબાનું ભવ્ય સ્વરૂપ

author img

By

Published : Mar 1, 2022, 8:40 AM IST

Maha Shivaratri 2022
Maha Shivaratri 2022

મહાશિવરાત્રી પર આજે મંગળવારે સવારે થયેલી ભસ્મ આરતીમાં સૌપ્રથમ ભગવાન મહાકાલને (Mahakaleshwar temple Ujjain) જળ અર્પણ કરવામાં આવ્યું હતું. આ બાદ પંચામૃત અભિષેક પૂજામાં બાબાને દૂધ, દહીં, ઘી, ખાંડ, ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મહાકાલને અદ્ભુત રીતે ભાંગથી શણગારવામાં આવ્યા હતા અને ભસ્મ અર્પણ કરવામાં આવી હતી. (Baba Mahakal makeup on 1 March 2022 )

ઉજ્જૈન, મધ્યપ્રદેશ : બાબા મહાકાલેશ્વર (Mahakaleshwar temple Ujjain) 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. તેમના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. એવી માન્યતાઓ છે કે, બાબા મહાકાલના દરબારમાંથી કોઈ ખાલી હાથે ગયું નથી. અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. દરરોજ સવારે બાબા મહાકાલની ભસ્મ આરતી થાય છે અને તે પહેલા બાબા મહાકાલનો શૃંગાર કરવામાં આવે છે. તેમને વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે. ભસ્મ આરતીમાં દરરોજ હજારો ભક્તો અહીં પહોંચે છે અને બાબાના સ્વરૂપના દર્શન કરે છે. તમે પણ ઘરે બેસીને બાબાના નવા સ્વરૂપના દર્શન કરો. (Baba Mahakal makeup on 1 March 2022 )

Maha Shivaratri 2022
Maha Shivaratri 2022

આ પણ વાંચો : મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ, જાણો મહાશિવરાત્રિના પર્વ વિશે...

બાબા મહાકાલનો આકર્ષક શણગાર

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ સવારે થવાવાળી ભસ્મ આજે ખાસ હતી. મહાશિવરાત્રી પર આજે સવારે થયેલી ભસ્મ આરતીમાં સૌપ્રથમ ભગવાન મહાકાલને જળ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી પંચામૃત અભિષેક પૂજામાં બાબાને દૂધ, દહીં, ઘી, ખાંડ, ફળોના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મહાકાલને અદ્ભુત રીતે ભાંગથી શણગારવામાં આવ્યા હતા અને ભસ્મ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મહાદેવે ધારણ કરેલા પ્રતીકોનું છે અનોખું મહત્વ, જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.