ETV Bharat / state

Mahashivratri Melo 2022 : મહાદેવે ધારણ કરેલા પ્રતીકોનું છે અનોખું મહત્વ, જાણો

author img

By

Published : Feb 28, 2022, 12:50 PM IST

Updated : Mar 1, 2022, 7:23 AM IST

ભવનાથ ગિરિ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો (Mahashivratri Melo 2022) આ વર્ષે તેના રંગમાં જોવા મળ્યો હતો. ત્યારે શિવરાત્રી મેળામાં શિવના આઠ પ્રતીકનું વિશેષ (Significance of Mahadev Symbol) મહત્વ ધરાવે છે. ક્યાં ક્યાં આ આઠ પ્રતીકો છે જાણો..

Mahashivratri Melo 2022 : મહાદેવે તેમના દેહ પર ધારણ કરેલા 8 પ્રતીકોનું મહત્વ, જાણો
Mahashivratri Melo 2022 : મહાદેવે તેમના દેહ પર ધારણ કરેલા 8 પ્રતીકોનું મહત્વ, જાણો

જુનાગઢ : ભવનાથ ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી યોજાતો આવતો મહાશિવરાત્રીનો મેળો (Mahashivratri Melo 2022) તેના અસ્સલ ધાર્મિક રંગમાં જોવા મળી રહ્યો છે. ભગવાન શિવ અને જીવના મિલન સમા આ મહા શિવરાત્રી મેળામાં શિવના આઠ પ્રતીક પણ ખૂબ મહત્વ ધરાવે છે. શિવે ધારણ કરેલા આઠ પ્રતીક શક્તિ (Significance of Mahadev Symbol) અને સામર્થ્યના દર્શન કરાવે છે. તે માટે દેશ અને દુનિયામાંથી શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે.

મહાદેવે તેમના દેહ પર ધારણ કરેલા 8 પ્રતીકો મહત્વ જાણો

આઠ પ્રતીકોની ધાર્મિક માન્યતાઓ

શા માટે શિવે તેના શરીર પર આઠ પ્રતીકો (Symbols on Shiva Body) ધારણ કર્યા છે. આ તમામ આઠ પ્રતીકોની ધાર્મિક માન્યતાઓને લઈને વર્ષોથી રુદ્રપ્રયાગથી આવતા નાગા સન્યાસી ગોપાલ ગીરી બાપુએ શિવના આઠ પ્રતીક પર પ્રકાશ પાડીને ભવનાથના મેળામાં આવતા શિવ ભક્તોને આઠ પ્રતીકો અંગેની ધાર્મિક જાણકારી પૂરી પાડી હતી.

આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

શિવે શરીર પર ધારણ કરેલા 8 પ્રતીકો શક્તિ અને સામર્થ્યનું કરાવે છે દર્શન

શિવના સૈનિક એવા નાગા સંન્યાસીના દર્શનની સાથે શિવે તેના શરીર પર ધારણ કરેલા 8 પ્રતિકો પણ ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે. આઠ પ્રતીક વગર શિવરાત્રીનો મેળો અધૂરો માનવામાં આવે છે. તેવી પણ ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. ભગવાન શિવના આઠ પ્રતીકોમાં સર્વ પ્રથમ ચંદ્ર આવે છે. મનની સ્થિરતા અને અનંતના પ્રતિક રૂપે ભગવાન શિવે ચંદ્ર અને તેની જટા પર ધારણ કર્યા છે. ભગવાન શિવે સ્વર્ગમાંથી વહીને પૃથ્વીલોક તરફ આવતી ગંગાને પોતાની જટામાં સ્થાન આપ્યું હતું.

શિવના કપાળ પર ત્રિનેત્રનું ધાર્મિક મહત્વ

મહાદેવના કપાળ પર ત્રિનેત્ર અનિષ્ટો અને અસમાનતાના (Importance of Three Eyes of Mahadev Forehead) વધ કરવા માટે કપાળ પર ધારણ કર્યું હતું. ભગવાન શિવની ત્રિશૂળ વગર ક્યારેય કલ્પના ન થઈ શકે. ત્રિશુલને ત્રણ શક્તિના પ્રતિક રૂપે જોવામાં આવે છે. જ્ઞાન, ઈચ્છા અને પૂર્ણતાના સૂચકના પ્રતિક સ્વરૂપે મહાદેવે ત્રિશુલને ધારણ કર્યુ હતુ. મહાદેવના હાથ પર સતત જોવા મળતું ડમરુ સૃષ્ટિનો આરંભ અને બ્રહ્માંડના પ્રતીકરૂપે માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Mahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર

મહાદેવ હંમેશા રુદ્રાક્ષ અને બાધંબરમાં શા માટે જોવા મળે

મહાદેવના શરીર પર રૂદ્રાક્ષનો શણગાર અતિ સુંદર માનવામાં આવે છે. રુદ્રાક્ષને શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. કહેવાય છે કે, જે શુદ્ધ અને સાત્વિક હોય તે જ રુદ્રાક્ષ ધારણ કરી શકે, શિવમય બનવા માટે આગળ વધી શકે. આ ઉપરાંત મહાદેવના ગળામાં સર્પ માળા સદા જોવા મળે છે. આ સર્પ માળા અહંકારને કાબૂમાં રાખવા માટે ભગવાન મહાદેવ હંમેશા તેના ગળા પર ધારણ કરતા હતા. તેથી મહાદેવને નીલકંઠ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મહાદેવ જે જગ્યા પર ધ્યાન અને તપસ્યા કરવા માટે આસન લગાવીને બેસતા હતા એ જગ્યા પર બિછાવવામાં આવેલા વસ્ત્રને બાધંબર તરીકે ઓળખવામાં આવે છે આ બાધંબર નીડરતા અને દ્રઢતાનું પ્રતિક છે.

Last Updated :Mar 1, 2022, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.