ETV Bharat / bharat

સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?

author img

By

Published : Aug 21, 2021, 6:36 AM IST

સ્વતંત્રતા સંગ્રામ અને મીઠાનો સત્યાગ્રહ એવું નામ પડે એટલે તરત જ ગુજરાતની દાંડીયાત્રા સ્મરણમાં ઝબકે. ત્યારે અમે આપણે અહીં જણાવીએ છીએ ઓડિશાના બાલાસોરમાં આવેલા ઇંચુડી ગામમાં થયેલા મીઠાના સત્યાગ્રહ અને તેના ઉપેક્ષિત સ્મારકની વાત.

સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?
સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?

ઇંચુડી (ઓડિશા) : શાંતિ સ્તુપ અને સ્મૃતિ પીઠ (સ્મારક) મીઠાના સત્યાગ્રહમાં ગામની ભૂમિકા વિશે યાદ અપાવે છે. ગાંધીજીના આહ્વાનને પગલે આચાર્ય હરિહરદાસ, ગોપબંધુ ચૌધરી અને હરેકૃષ્ણ મહતાબની આગેવાનીમાં સત્યાગ્રહીઓના મોટો સમૂહ કટકમાં સ્વરાજ આશ્રમથી પગપાળા કૂચ કરી અને 12 એપ્રિલ 1930 ના રોજ બાલાસોર પહોંચ્યો હતો. બીજા દિવસે તેઓએ ઇંચુડી ખાતે મીઠાનો કાયદો તોડ્યો. મીઠાના કાયદાનો ભંગ કરવા બદલ કેટલાક સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટીશ દળ દ્વારા થયેલી કાર્યવાહીમાં ઘણાં લોકો ઘાયલ થયાં હતાં. મીઠાના પ્રોસેસિંગ માટે જરૂરી એવા હજારો માટલા પણ પોલીસ દળ દ્વારા તોડવામાં આવ્યાં હતાં.

ઓડિશાની 'દાંડી'

આ સત્યાગ્રહ અંગે ગાંધીવાદી સર્બેશ્વર દાસએ જમાવ્યું કે "એવું માનવામાં આવે છે કે દાંડી પછી ઇંચુડી બીજાસ્થાને છે. આચાર્ય હરિહર અને ગોપબંધુ ચૌધરીના નેતૃત્વમાં સત્યાગ્રહીઓનો મોટો સમૂહ સત્યાગ્રહમાં જોડાયો હતો. મીઠાનો કાયદો તોડવામાં રમાદેવી, માલતી ચૌધરી, સુભદ્રા મહતાબ, કોકિલા દેવી અને ચંદ્રમણિ દેવીએ જાણીતા મહિલા નેતાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ તેમની સાડીમાં મીઠું લઈને જતાં હતાં અને તેને ખાંટપાડાથી નીલાગિરી વેચવા માટે ગયા હતાં. "

સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?

સંશોધક ડૉ. અરવિંદ ગિરિ કહે છે કે "ઇંચુડીનો મીઠા સત્યાગ્રહ ઓડિશાની દાંડી તરીકે ઓળખાય છે. ગાંધીના આહ્વાનને પગલે ગોપબંધુ ચૌધરીની આગેવાનીમાં સત્યાગ્રહીઓના મોટા સમૂહે કટકથી પગપાળા કૂચ કરી અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યાં. બાદમાં આચાર્ય હરિહરે સત્યાગ્રહીઓનું નેતૃત્વ કર્યું હતું."

દાંડીયાત્રા પછીનો સૌથી મોટો સત્યાગ્રહ

બાલાસોરમાં ઇંચુડી મીઠા સત્યાગ્રહ મહાત્મા ગાંધીની દાંડીયાત્રા પછીનો સૌથી મોટો સત્યાગ્રહ માનવામાં આવે છે. જ્યાં મીઠાનો કાયદો તોડવામાં આવ્યો હતો તે આઝાદીની લડતની સાક્ષી આપે છે. જોકે અહીં સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું તો છે પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના મહાન કાર્યને યાદ રાખવા માટે કંઇ નક્કર કરવામાં આવ્યું નથી. સત્યાગ્રહીઓની યાદો દરિયાઇ ધોવાણ અને પ્રોન કલ્ચરિસ્ટોના દબાણના કારણે નષ્ટ થઈ રહી છે. 2003માં આ સ્થળને જોકે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવા છતાં યોગ્ય પ્રમોશનનો અભાવ માત્ર થોડા લોકોને જ આકર્ષે છે.

ઇંચુડીના એક ગ્રામજન શ્રીકાંત બારિક કહે છે કે "સતીપાડા તે સ્થળ હતું જ્યાં મીઠું પકવવામાં આવતું હતું. હવે આ વિસ્તાર માછીમારી કરનારા લોકોએ દબાવી દીધો છે. ત્યાં મીઠા સત્યાગ્રહનો સ્મારક સ્તંભ હતો જે દરિયાઇ ધોવાણને કારણે જર્જરિત હાલતમાં છે. સ્મારક કંગાળ રીતે ઉપેક્ષિત છે. વારસાને જાળવવાના તમામ વચનો રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ સાઇટ પર પોકળ સાબિત થયાં છે. તેને સાચવવાની જરૂર છે. "

ઐતિહાસિક સ્થળને નથી મળી રાષ્ટ્રીય માન્યતા

આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાના 91 વર્ષ નિમિત્તે 12 માર્ચે 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કર્યો. કર્ટન રેઇઝર કાર્યક્રમ 12 માર્ચથી શરૂ થયાં હતાં જે ભારતની 75 મી સ્વતંત્રતા દિવસની આસપાસ ફરતાં હતાં. વડાપ્રધાને નાગરિકોને આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમોમાં બહોળા પ્રમાણમાં ભાગ લેવાની વિનંતી કરી હતી. જેને ભારત સરકાર દ્વારા 'જન આંદોલન' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તેમ છતાં તમામ ક્ષેત્રના લોકો લાબન સત્યાગ્રહ સ્મૃતિ પીઠ માટે દેશભક્તિ સાથે તેમની તવારીખ રાખવા માટે એક જોડાણ માટે સંવેદના રાખશે, વર્ષના બાકીના સમય માટે તે માત્ર એક ભવ્ય ભૂતકાળનું ભૂલાઈ ગયેલું સ્મારક છે. ઇંચુડી તમામ ભારતીયો માટે યાદગાર સ્થળ છે પરંતુ આ ઐતિહાસિક સ્થળને હજુ સુધી રાષ્ટ્રીય માન્યતા મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.