ETV Bharat / bharat

દિવાળી નજીક આવતા જ પકડાઈ મોટી માત્રામાં ચાંદી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

author img

By

Published : Oct 30, 2021, 2:11 PM IST

દિવાળી નજીક આવતાની સાથે જ રાજ્યભરમાં મોટા પ્રમાણમાં દાણચોરી થવા લાગે છે, જેને જોતા એસજીએસટી અને અન્ય ઘણા વિભાગો સતર્ક થઈ ગયા છે. જેના કારણે એસજીએસટી વિભાગના જોઈન્ટ કમિશનર ડી દિનેશ કુમાર વર્માના નેતૃત્વમાં મોબાઈલ વિભાગની બે ટીમોએ કરોડો રૂપિયાની ચાંદી પકડી પાડી છે.

દિવાળી નજીક આવતા જ પકડાઈ મોટી માત્રામાં ચાંદી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
દિવાળી નજીક આવતા જ પકડાઈ મોટી માત્રામાં ચાંદી, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

  • દિવાળીના દિવસોમાં મોટી માત્રામાં ચાંદી ઝડપાયું
  • 2.5 કરોડની કિંમતની 3.5 ક્વિન્ટલ ચાંદી મળી આવી
  • મોટી માત્રામાં ચાંદી લાવવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી

કાનપુરઃ દિવાળી નજીક આવતા જ રાજ્યભરમાં મોટા પ્રમાણમાં દાણચોરી થવા લાગે છે, જેને જોતા એસજીએસટી અને અન્ય ઘણા વિભાગો સતર્ક થઈ ગયા છે. જેના કારણે એસજીએસટીના ડી ડિવિઝનના જોઈન્ટ કમિશનર દિનેશ કુમાર વર્માના નેતૃત્વમાં મોબાઈલ વિભાગની બે ટીમોએ કરોડો રૂપિયાની ચાંદી પકડી પાડી છે. કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત બારા જોડ ટોલ પ્લાઝા પરથી ચાંદી મળી આવી છે. ત્યારે પ્રાપ્ત ચાંદીની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

તહેવારો નજીક આવતાં જ તસ્કરો દાણચોરી શરૂ કરી દે છે. આ વખતે પણ દિવાળી પહેલા જંગી કન્સાઈનમેન્ટની દાણચોરી થઈ રહી હતી. પરંતુ વિભાગની સતર્કતાને કારણે તે ઝડપાઈ ગયો હતો. દાણચોરી માટે કર્ણાટકથી આગ્રા જતી ચાંદી એસજીએસટીની ટીમે કાનપુર ગ્રામ્ય વિસ્તાર હેઠળ આવતા બારા જોડ ટોલ પ્લાઝા પર પકડી પાડી હતી.

ડીસીએમથી માલ આગ્રા લઈ જવામાં આવી રહ્યો હતો

લગભગ 3.5 ક્વિન્ટલ ચાંદીની રિકવરી થઈ હોવાની માહિતી સામે આવી છે. જણાવવામાં આવ્યું હતું કે ડીસીએમથી માલ આગ્રા લઈ જવામાં આવી રહ્યો હતો. આ સાથે આ વાહન દ્વારા માલસામાનની હેરફેર કરવામાં આવી રહી હતી, જેના પર પ્રિવેન્શન ઓફ કરપ્શન એસોસિએશન લખેલું હતું. જો કે તપાસ દરમિયાન વાહનમાંથી અંદાજે 2.5 કરોડની કિંમતની 3.5 ક્વિન્ટલ ચાંદી મળી આવી છે.

તહેવારમાં દાણચોરી કિસ્સા વઘતા મોબાઈલ વિભાગની ટીમ કામે લાગી

તહેવાર પૂર્વે જ આટલી મોટી રકમની દાણચોરી કરતી ચાંદી ઝડપાઇ જવાથી તસ્કરોનો જુસ્સો સંપૂર્ણ રીતે કચડાઇ ગયો છે. એસજીએસટી(State Goods and Services Tax) ડિવિઝન ડીના જોઈન્ટ કમિશનર દિનેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, તહેવાર નજીક આવતાં દાણચોરીના બનાવોમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં મોબાઈલ વિભાગની અમારી ટીમ કામે લાગી હતી અને મોટી માત્રામાં ચાંદી લાવવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. આ પછી કાનપુરના બારા જોડ ટોલ પર દાણચોરી કરતી ચાંદી જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા

આ પણ વાંચોઃ મોડું ન કરો, આ વર્ષે લગ્નના 15 મુહૂર્ત બાકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.