ETV Bharat / bharat

New Delhi News: 'રાજદ્રોહ'ના કાયદાને નવા બિલ હેઠળ મળશે નવું નામ

author img

By

Published : Aug 12, 2023, 5:48 PM IST

ભારતીય ન્યાયિક સંહિતા-2023માં સૌથી મોટો કઈ ફેરફાર સૂચવાયો હોય તો તે કલમ 124A નાબૂદ કરવાનો છે. 124A રાજદ્રોહનો કાયદો છે. અંગ્રેજો વખતથી ચાલ્યો આવતો કાયદો છે. તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નવા કાયદામાં રાજદ્રોહને નવું નામ દેશદ્રોહ આપવામાં આવ્યું છે. કલમ 150માં દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરૂદ્ધ કામ કરતા અલગતાવાદીઓ, સશસ્ત્ર બળવો અને વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. વાંચો ઈટીવી ભારતના સુમિત સકસેનાનો રીપોર્ટ

અંગ્રેજો વખતના કાયદા બદલવા પ્રસ્તાવ
અંગ્રેજો વખતના કાયદા બદલવા પ્રસ્તાવ

નવી દિલ્હીઃ સંસદમાં અંગ્રેજો વખતના કાયદા બદલવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 3 ઠરાવો રજૂ કર્યા હતા. ઈન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ હવે બદલાઈ જશે. રાજદ્રોહનો કાયદ પણ બદલાશે આ કાયદાનું નામ બદલીને દેશદ્રોહ કરી દેવાશે. રાજદ્રોહના કાયદાના દુરઉપયોગનો દરેક સરકારો પર આક્ષેપ થતો રહ્યો છે.

કલમ 124A નાબૂદ કરતો પ્રસ્તાવઃ લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પ્રસ્તાવિત ભારતીય ન્યાયિક સંહિતા-2023માં સૌથી મોટો કઈ ફેરફાર સૂચવાયો હોય તો તે કલમ 124A નાબૂદ કરવાનો છે. 124A રાજદ્રોહનો કાયદો છે. અંગ્રેજો વખતથી ચાલ્યો આવતો કાયદો છે. તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નવા કાયદામાં રાજદ્રોહને નવું નામ દેશદ્રોહ આપવામાં આવ્યું છે. કલમ 150માં દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરૂદ્ધ કામ કરતા અલગતાવાદીઓ, સશસ્ત્ર બળવો અને વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઠરાવમાં સરકારની ટીકા, દેશ વિરૂદ્ધ વિઘ્નકારી, અલગતાવાદી અને સશસ્ત્ર બળવા ખોરી પ્રવૃત્તિઓ અને શાંતિપૂર્ણ વિરોધ વચ્ચેનો તફાવત્ત સ્પષ્ટ કરાયો છે.

કલમ 124A હેઠળ સજાઃ હાલમાં આઈપીસીની કલમ 124Aના રાજદ્રોહ કાયદા અંતર્ગત ત્રણ વર્ષથી આજીવન કેદ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. નવા પ્રસ્તાવિક રાજદ્રોહ કાયદા અંતર્ગત આરોપીને આજીવન કેદ કે સાત વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. વિધેયક અનુસાર કોઈ નાગરિકોને ભેગા કરે, શસ્ત્રો અથવા દારૂગોળો એક્ઠો કરે તો ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદ ઉપરાંત દંડની જોગવાઈ છે.

બીએનએસ બિલ 2023ઃ નવી જોગવાઈઓ અનુસાર રાષ્ટ્ર વિરૂદ્ધ કોઈપણ કૃત્ય મૌખિક અથવા લેખિત અથવા સંકેતો દ્વારા અથવા ઈલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા આજીવન કેદની સજાને પાત્ર છે. રજૂ કરેલા બીએનએસ બિલ 2023 મુજબ જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક શબ્દો, સંકેતો, ઈલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર અથવા નાણાકીય માધ્યમો દ્વારા કોઈપણ જાહેર અભિપ્રાયને ઉશ્કેરે છે અથવા ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે તેને વધુમાં વધુ આજીવન કેદ ઉપરાંત દંડની જોગવાઈ છે.

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર લગાવી હતી રોકઃ ભારતના કાયદાપંચે થોડા મહિના પહેલા જ કલમ 124A ચાલુ રાખવાની ભલામણ કરી હતી, પરંતુ રાજદ્રોહ માટે 3 વર્ષથી વધારીને 7 વર્ષની ભલામણ કરી હતી. ગયા વર્ષે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ હેઠળના ટ્રાયલ પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે 124A અંતર્ગત કોઈ નવી એફઆરઆઈ દાખલ કરવી જોઈએ નહીં.

  1. New Delhi News: ભારતીય ન્યાય સંહિતા બિલ રાજકીય વિરોધીઓને ડામવા પોલીસને વધુ પાવર આપશેઃ સિબ્બલ
  2. Monsoon Session: આઈપીસી પર રજૂ થયેલું નવું બિલ રાજદ્રોહના ગુનાને સંપૂર્ણ રીતે ખતમ કરશેઃ અમિત શાહ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.