ETV Bharat / bharat

કામાખ્યા મંદિરના નિયમન માટે કાયદો બનાવવાના ગૌહાટી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 2:36 PM IST

કામાખ્યા મંદિરના નિયમન માટે આસામ સરકારમાં કાયદો બનાવવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કામાખ્યા મંદિરની સંભાળ રાખતા ડોલોઈ સમુદાયને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું કે ડોલોઈ સમુદાય આ મંદિરની યોગ્ય કાળજી લઈ રહ્યો છે તેથી તેમાં કોઈની દખલગીરીની જરૂર નથી. SC on regulating Kamakhya Temple Doloi community

કામાખ્યા મંદિરના નિયમન માટે કાયદો બનાવવાના ગૌહાટી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો
કામાખ્યા મંદિરના નિયમન માટે કાયદો બનાવવાના ગૌહાટી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કામાખ્યા મંદિરના નિયમન માટે કાયદો બનાવવાના ગુવાહાટી હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે. કામાખ્યા મંદિરના નિયમન પર સુપ્રીમમાં ચાલેલી કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટે આસામમાં કામાખ્યા મંદિરની સંભાળ રાખતા ડોલોઈ સમુદાયને મોટી રાહત આપી છે. સુપ્રીમે કહ્યું કે ડોલોઈ સમુદાય આ મંદિરની યોગ્ય કાળજી લઈ રહ્યો છે, તેથી તેમાં કોઈની દખલગીરીની જરૂર નથી. હાઇકોર્ટે કામરૂપના ડેપ્યુટી કમિશનરને તેની કાળજી લેવા આદેશ આપ્યો હતો.

નાણાં ડોલોઇ સમાજને આપવા સહમત : સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલા અન્ય એક એફિડેવિટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, " આસામ સરકાર પીએમ ડિવાઇન યોજના હેઠળ મા કામાખ્યા મંદિરના વિકાસની પ્રવૃત્તિઓ મોટા પાયે હાથ ધરી રહી છે. " રાજ્યના અધિકારીઓએ એ પણ ખાતરી આપી કે એસબીઆઈની કામાખ્યા મંદિર શાખામાં જમા કરાયેલી રૂ. 11,00,664.50ની રકમ ડોલોઈ સમાજમાં કામાખ્યા દેવાલયને સોંપવામાં આવશે.

કાયદો ઘડવા જણાવાયું હતું : જાહેર હિતની અરજી ( PIL )ને લઇને 2015ના ચૂકાદામાં ગૌહાટી હાઈકોર્ટે રાજ્ય સરકારને " મંદિરની બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે યોગ્ય કાયદો ઘડવા " ભલામણ કરી હતી. તેણે ડેપ્યુટી કમિશનરને ભક્તો અને જનતા દ્વારા આપવામાં આવેલ દાન મેળવવા માટે અને આવા નાણાંનો વિકાસ કાર્યો માટે ઉપયોગ કરવા માટે એક અલગ ખાતું બનાવવા પણ જણાવ્યું હતું.

મંદિરના વિકાસ કાર્યોનો મુદ્દો : હાઈકોર્ટે કહ્યું હતું કે, "જો મંદિરના પર્વતની ટોચ પર મોટા પાયે વિકાસ થાય છે, તો તેના માટે યોગ્ય અને અસરકારક સંચાલન અને જાળવણીની જરૂર પડી શકે છે. " આ નિર્ણય સામે 2015માં દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન પર પોતાનો ચુકાદો આપતાં હાઈકોર્ટે 2017માં કહ્યું હતું કે, મંદિરની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે કામાખ્યા મંદિરને ભક્તો અને જનતા દ્વારા આપવામાં આવેલ કોઈપણ દાન ડેપ્યુટી કમિશનર દ્વારા પ્રાપ્ત થશે. જે તેનું એક અલગ ખાતું પણ જાળવશે. તે રકમનો ઉપયોગ મંદિરના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. ભક્તો દ્વારા મંદિરમાં અપાતા સામાન્ય પ્રસાદ માટે ડેપ્યુટી કમિશનરને અલગ એકાઉન્ટ રાખવાની જરૂર નથી.

નિર્ણયના અમલીકરણ પર રોક : તે જ વર્ષે ઓક્ટોબરમાં આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે ગૌહાટી હાઈકોર્ટે આપેલા નિર્ણયના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી. 10 નવેમ્બરના આદેશમાં જણાવ્યું હતું કે "તે મુજબ વિવાદિત ચૂકાદાઓ અમલમાં આવશે નહીં અને આ ક્રમમાં અને આસામ રાજ્યના બંને એફિડેવિટના સંદર્ભમાં ઉપરોક્ત જોગવાઈઓ છે તે અમલમાં રહેશે".

  1. Supreme Court : મિલકત વેચવાના કરારથી માલિકીનો અધિકાર મળતો નથી- સુપ્રીમ કોર્ટ
  2. Supreme Court : સુપ્રીમ કોર્ટે પાર્કિંગ કોન્ટ્રાક્ટ કેસમાં CBI તપાસના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.