ETV Bharat / bharat

India-Saudi Arabia: PM મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા પર ચર્ચા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 7:02 AM IST

Updated : Sep 11, 2023, 12:33 PM IST

સાઉદી અરેબિયા શસ્ત્રો અને સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભર છે. તાજેતરમાં ચીન તરફ તેની રુચિ વધી ગઈ હતી. સાઉદી આ મામલે ચીન અને અમેરિકા પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ત્યારે આજે પીએમ મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ થનાર બેઠક પર સૌની નજર છે.

India-Saudi Arabia
India-Saudi Arabia

નવી દિલ્હી: G-20 સમિટના સફળ આયોજન બાદ હવે તમામની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે સોમવારે થનારી દ્વિપક્ષીય બેઠક પર છે. આ સંવાદમાં બંને દેશો વેપારની સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં નક્કર પહેલ કરશે. પશ્ચિમ એશિયાથી પર્સિયન ગલ્ફ સુધી સાઉદીનો વ્યાપક પ્રભાવ હોવાથી બંને દેશોની નિકટતા પાકિસ્તાનની સાથે ચીનની ચિંતામાં વધારો કરશે.

ભારતની નજર વ્યૂહાત્મક ડીલ પર: સાઉદી અરેબિયા શસ્ત્રો અને સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભર છે. તાજેતરમાં ચીન તરફ તેની રુચિ વધી ગઈ હતી. સાઉદી આ મામલે ચીન અને અમેરિકા પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની યોજના ધરાવે છે. આ સિવાય ભારતની નજર રોકાણ પર પણ છે. તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસો થયા છે. બંને દેશોના સેના પ્રમુખો એકબીજાની મુલાકાત લઈ ચૂક્યા છે. સાઉદીમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહેતા હોવાથી બંને દેશો વચ્ચે ખાસ સંબંધ બંધાયો છે.

વ્યૂહાત્મક સહકાર પરિષદની બેઠક મહત્વપૂર્ણ: પીએમ મોદીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે બંને દેશોએ સ્ટ્રેટેજિક કોઓપરેશન કાઉન્સિલની રચના કરી હતી. દ્વિપક્ષીય વાતચીતની સાથે સોમવારે કાઉન્સિલની બેઠક પણ યોજાશે. જેમાં રાજકીય, સુરક્ષા, સાંસ્કૃતિક સહયોગ, રોકાણ પર વાતચીત થશે અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના સરકારના વડાઓ રવિવારે સ્વદેશ પરત ફર્યા હતા. જો કે, આ દ્વિપક્ષીય વાટાઘાટો માટે કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા ક્રાઉન પ્રિન્સનો રાજ્ય પ્રવાસ સોમવાર સુધી ચાલુ રહેશે. યજમાન તરીકે ભારતે સાઉદી અરેબિયાને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ: આ અવસર પર સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું, "હું ભારતની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છું. હું G20 સમિટના સફળ આયોજન માટે ભારતને અભિનંદન આપું છું. G20 સમિટ દરમિયાન ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે, જે ફાયદાકારક છે." આ જૂથના દેશો તેમજ સમગ્ર વિશ્વને ફાયદો થશે. અમે સાથે મળીને કામ કરીશું, જેનાથી બંને દેશોનું ભવિષ્ય સુધરશે."

  1. President of Brazil Lula da Silva : વડાપ્રધાન મોદીએ બ્રાઝિલને G20 જૂથ 2024ની અધ્યક્ષતા સોંપી
  2. British PM Rishi Sunak : બ્રિટનના પીએમ સુનકે ભારતની ધરતી પરથી દુનિયાને આપ્યો 'શાશ્વત સંદેશ'
Last Updated : Sep 11, 2023, 12:33 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.