ETV Bharat / bharat

સમીર વાનખેડેની મૂશ્કેલીમાં થયો વધારો: વિજિલન્સ ચીફ જ્ઞાનેશ્વર સિંહે તપાસ શરૂ કરી

author img

By

Published : Oct 25, 2021, 4:09 PM IST

ડ્રગ્સ કેસમાં નવો વળાંક આવ્યા બાદ સમીર વાનખેડેએ સેશન્સ કોર્ટમાં (sameer vankhede in court) એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે 'તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.' વિજિલન્સ ચીફ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે તપાસ શરૂ થઈ છે, કોઈપણ અધિકારીને ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

SAMEER WANKHEDE
SAMEER WANKHEDE

હૈદરાબાદઃ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસ (aryan khan drugs case)માં જેલના સળિયા પાછળ છે. પ્રભાકર સેલે આગલા દિવસે એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડાવવા માટે રૂ.25 કરોડની બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી રૂ.8 કરોડ સમીર વાનખેડેના ખિસ્સામાં જવાના હતા. જે બાદ સમીર વાનખેડે તપાસ હેઠળ આવ્યા હતા. તે જ રીતે, ડ્રગ્સ કેસમાં નવા વળાંક પછી, સમીર વાનખેડેએ સેશન્સ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે અને કહ્યું છે કે તેની છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમીર વાનખેડેએ કહ્યું કે (Wankhede told the court ) કેસને વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તપાસ અને સાક્ષીઓ પ્રભાવિત કરી રહ્યા છે.

SAMEER WANKHEDE SAID IN COURT
SAMEER WANKHEDE SAID IN COURT

ચીફ વિજિલન્સ ઓફિસર તપાસ કરશે

તેણે કહ્યું છે કે આ કેસને લઈને મારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ધમકાવવામાં આવી રહ્યો છે. ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મને અને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલાની તપાસ કરી રહેલા નાયબ મહાનિર્દેશક (DDG-NR) અને વિજિલન્સ ચીફ જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે DG ને DDG SWR તરફથી રિપોર્ટ મળ્યો હતો, તેમણે તપાસ માટે વિજિલન્સ અધિકારીને મોકલ્યા હતા. ચીફ વિજિલન્સ ઓફિસર યોગ્ય રીતે તપાસ કરશે. તેમણે કહ્યું કે તપાસ શરૂ થઈ છે, કોઈપણ અધિકારીને ટિપ્પણી કરવાનો અધિકાર નથી.

સમીર વાનખેડે દ્વારા સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી એફિડેવિટ

સમીર વાનખેડે દ્વારા સેશન્સ કોર્ટમાં દાખલ એફિડેવિટ પર NCBએ કહ્યું- તપાસને વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યારેક ધમકી હેઠળ, ક્યારેક દબાણ હેઠળ, ડ્રગ્સ કેસની તપાસને બીજી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકના આરોપો બાદ પ્રભાકર સાઈલ નામના વ્યક્તિએ પણ પોતાના સોગંદનામામાં સમીર વાનખેડેને 8 કરોડ આપવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. હવે સમીર વાનખેડે પણ પોતાને અને તેના પરિવારને નિશાન બનાવ્યા હોવાની વાત કરી છે.

SAMEER WANKHEDE SAID IN COURT
SAMEER WANKHEDE SAID IN COURT

આ પણ વાંચો : NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ

રૂ.8 કરોડ સમીર વાનખેડેને આપવામાં આવશે

હકીકતમાં આ કેસના સાક્ષી પ્રભાકર સેલે તેના એક એફિડેવિટમાં દાવો કર્યો છે કે તેણે કહેવાતા ખાનગી જાસૂસો કેપી ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચે રૂ. 18 કરોડની ડીલ વિશે સાંભળ્યું હતું, જેમાંથી રૂ.8 કરોડ સમીર વાનખેડેને આપવામાં આવશે. આ પછી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે, જેમાં વાનખેડેએ કહ્યું છે કે તેને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેને જેલ મોકલવા અને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી છે. સમીર વાનખેડેએ પોલીસ કમિશનર પાસે માંગ કરી છે કે તેમને ફસાવવાની કાર્યવાહી કરવામાં ન આવે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસ: NCBને નથી મળી આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની ડ્રગ્સ ચેટ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.