ETV Bharat / bharat

મુંબઈમાં તપાસનો દોર શરૂ થતા સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા, કહ્યું - 'આદેશ નથી મળ્યો, કામથી આવ્યો છું'

author img

By

Published : Oct 26, 2021, 9:25 AM IST

sameer Wankhede reaches delhi
sameer Wankhede reaches delhi

અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલા મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા (sameer Wankhede reaches delhi) છે.

  • સમીર વાનખેડે સોમવારે દિલ્હી પહોંચ્યા
  • ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસની તપાસનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે
  • આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગનો આક્ષેપ

નવી દિલ્હી: અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ તે ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસની તપાસનું નેતૃત્વ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા (sameer Wankhede reaches delhi) હતા.

આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગનો આક્ષેપ

ક્રૂઝ શિપ મામલામાં વાનખેડે (sameer Wankhede) સહિત એજન્સીના કેટલાક અધિકારીઓ તેમજ અન્ય લોકો દ્વારા આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ કરવામાં આવી હોવાનો આક્ષેપ એક સાક્ષી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ માટે NCBના આદેશ બાદ તેઓ દિલ્હી પહોંચ્યા હતા.

'મને બોલાવવામાં નથી આવ્યો, હું મારા કામથી અહીં આવ્યો છું.': વાનખેડે

વાનખેડેએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મને બોલાવવામાં નથી આવ્યો, હું મારા કામથી અહીં આવ્યો છું.' સમીર વાનખેડેએ રવિવારે મુંબઈ પોલીસ આયુક્ત હેમંત નાગરલેને પત્ર લખીને તેમના વિરૂદ્ધ કેટલાક અજ્ઞાત લોકો દ્વારા સંભવિત કાનૂની કાર્યવાહીની યોજના બનાવવા સામે સંરક્ષણની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એ લોકો તેમને ફસાવવા માગે છે.

આ પણ વાંચો: મુંબઈ ડ્રગ્સ કેસ: સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ

વિશેષ અદાલતે કહ્યું આ દસ્તાવેજોને આધારે ધરપકડ રોકવાનો આદેશ નથી આપી શકતી

જોકે, વાનખેડે વિરૂદ્ધ સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સૈલ દ્વારા વસૂલી સંબંધિત કરવામાં આવેલા દાવા પર એક એફિડેવિટના આધારે કોઈ રાહત મળી નથી. એક વિશેષ અદાલતે કહ્યું કે, આ દસ્તાવેજોને ધ્યાનમાં લેતા અદાલતો ધરપકડ રોકવાનો આદેશ નથી આપી શકતી.

આ પણ વાંચો: NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.