ETV Bharat / bharat

Sachin Appointed National Icon of EC: સચિનને મળી મોટી જવાબદારી, 'ભારત રત્ન' હવે કરશે આ કામ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 3:45 PM IST

'ભારત રત્ન' અને ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન એવા 'માસ્ટર બ્લાસ્ટર' સચિન તેંડુલકરને ચૂંટણી પંચના 'નેશનલ આઈકન' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકર મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.

Etv BharatSachin Appointed National Icon of EC
Etv BharatSachin Appointed National Icon of EC

નવી દિલ્હી: મતદાન પ્રત્યે શહેરી અને યુવા મતદારોની ઉદાસીનતા વચ્ચે ચૂંટણીમાં વધુ મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચે બુધવારે ભારત રત્ન એવા ક્રિકેટર સચિન તેંડુલકરને ચૂંટણી પંચના 'નેશનલ આઇકન' તરીકે નિયુક્ત કર્યા છે. તેંડુલકરને એવા સમયે 'નેશનલ આઈકન' બનાવવામાં આવ્યા છે જ્યારે ચૂંટણી પંચ ઓક્ટોબર-નવેમ્બરમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે.

કેટલા વર્ષનો કરાર કરવામાં આવ્યોઃ સચિન તેંડુલકર, જેમને પ્રેમથી 'માસ્ટર બ્લાસ્ટર' કહેવામાં આવે છે અને કમિશન વચ્ચે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 3 વર્ષના કરાર હેઠળ તેંડુલકર મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. આ પ્રસંગે તેંડુલકરે કહ્યું હતું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને આપણા મતાધિકારનો ઉપયોગ કરવો એ આપણી મુખ્ય જવાબદારી છે.

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે કહ્યુંઃ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 67 ટકા મતદાન થયું હતું. તેમણે કહ્યું કે, મતદાનની ટકાવારી વધારવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે. મતદારો માટે મતદાન મથકો પર શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવા છતાં, કેટલાક વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે.

ગયા વર્ષે પંકજ ત્રિપાઠીને 'નેશનલ આઈકન' બનાવાયા હતાઃ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કમિશન વિવિધ ક્ષેત્રની હસ્તીઓને તેના 'નેશનલ આઈકન્સ' તરીકે નામાંકિત કરી રહ્યું છે. ગયા વર્ષે કમિશને અભિનેતા પંકજ ત્રિપાઠીને 'નેશનલ આઈકન' તરીકે માન્યતા આપી હતી. અગાઉ, એમએસ ધોની, આમિર ખાન અને મેરી કોમ જેવા દિગ્ગજો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઇકોન હતા.

આ પણ વાંચોઃ

  1. India vs Ireland: આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ, જાણો કોને મળશે તક
  2. Heath Streak : ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક હજુ જીવંત, જાણો કોણેે કર્યો ખુલાશો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.