ETV Bharat / bharat

Air India બોમ્બ બ્લાસ્ટ શંકાસ્પદ આરોપી રિપુદમન સિંહની કેનેડામાં ગોળી મારીને હત્યા

author img

By

Published : Jul 15, 2022, 7:43 AM IST

કેનેડામાં રહેતા વિવાદાસ્પદ શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં (Ripudaman Singh Malik shot dead in Canada) આવી છે. 1985માં એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતા.

Ripudaman Singh Malik
Ripudaman Singh Malik

ઓટાવાઃ કેનેડામાં રહેતા વિવાદાસ્પદ શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં (Ripudaman Singh Malik shot dead in Canada) આવી હતી. 1985ના એર ઈન્ડિયા બોમ્બ ધડાકાના કેસમાં નિર્દોષ છૂટેલા વેપારી અને શીખ (Ripudaman Singh Malik shot dead) નેતા રિપુદમન સિંહ મલિકની કેનેડાના વાનકુવરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે બની હતી, જ્યારે તે પોતાની ઓફિસ જઈ રહ્યો હતો. હત્યાનું કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો: શ્રીલંકાની સંસદ આવતા અઠવાડિયે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે: સ્પીકર

વડાપ્રધાન મોદીના વખાણ કર્યા: રિપુદમન સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા (Ripudaman Singh praised PM Narendra Modi) હતા. તેમણે શીખ સમુદાય માટે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા અભૂતપૂર્વ પગલાં બદલ આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેના કારણે મલિકની હત્યા કરવામાં આવી છે. સમાચારની પુષ્ટિ કરતા મલિકના સાળા જસપાલ સિંહે એજન્સીને કહ્યું, "રિપુદમનની હત્યા કોણે કરી તે અંગે અમે અચોક્કસ છીએ.

ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટનો આરોપ: તેની નાની બહેન કેનેડા જઈ રહે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 કનિષ્ક પર (1985 Air India bombing accused) બોમ્બ વિસ્ફોટમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ લગાવનાર વ્યક્તિઓમાંનો એક મલિક હતો. 23 જૂન 1985ના રોજ, આયર્લેન્ડના દરિયાકાંઠે કેનેડાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 'કનિષ્ક'માં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 329 મુસાફરો અને ક્રૂના મોત થયા હતા. આમાં 280 થી વધુ કેનેડિયન નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં 29 સમગ્ર પરિવારો અને 12 વર્ષથી ઓછી ઉંમરના 86 બાળકોનો સમાવેશ થાય છે.

અનેક આતંકવાદી ઘટનાઓ માટે જવાબદાર: રિપુદમન મલિક કથિત રીતે પંજાબમાં અનેક આતંકવાદી ઘટનાઓ માટે જવાબદાર આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે સંકળાયેલો હતો અને એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટના કથિત માસ્ટરમાઈન્ડ તલવિંદર સિંહ પરમારનો નજીકનો સહયોગી પણ હતો. બબ્બર ખાલસા, એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન છે અને તેના પર યુએસ, કેનેડા અને ભારત સહિત ઘણા દેશો દ્વારા પ્રતિબંધ છે.

આ પણ વાંચો: ભારતે ચીનને આપ્યો મજબૂત 'સંદેશ', લેહમાં રાફેલ તૈનાત

કેનેડામાં બોમ્બ ધડાકાનું આયોજન: મલિક અને તેના સહ-આરોપી અજૈબ સિંહ બાગરીને 2005માં સામૂહિક હત્યા અને ષડયંત્રના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય રીતે, મલિકે નિર્દોષ છૂટતા પહેલા ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને બાદમાં કાનૂની ફીમાં US$9.2 મિલિયનની માંગણી કરી હતી. જો કે, બ્રિટિશ કોલંબિયાના ન્યાયાધીશે વળતર માટેના તેમના દાવાને ફગાવી દીધા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 પર બોમ્બ વિસ્ફોટ એ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. મોટાભાગના પીડિતો કેનેડિયન હતા. કેનેડામાં બોમ્બ ધડાકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક ષડયંત્રનું પરિણામ હતું.

કટ્ટરવાદીઓના નિશાના પર હતો: રિપુદમન સિંહ મલિકને ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં શીખ સંગઠનોની વિનંતી પર મોદી સરકારે તેમને 2020માં સિંગલ એન્ટ્રી વિઝા આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી તેણે મે મહિનામાં દિલ્હી, પંજાબ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની યાત્રા કરી હતી. તે કેનેડામાં ખાલસા સ્કૂલ ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે સતત કટ્ટરવાદીઓના નિશાના પર હતો. તાજેતરના વર્ષોમાં, તેમણે ભારતમાં શીખોના કલ્યાણ માટે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.