ETV Bharat / bharat

PM Modi: મોદીના નિવાસસ્થાન પર રહસ્યમય ડ્રોન, દિલ્હી પોલીસે તપાસ આદરી

author img

By

Published : Jul 3, 2023, 9:43 AM IST

Updated : Jul 3, 2023, 10:07 AM IST

નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષામાં ભંગનો મોટો મામલો સામે આવ્યો છે. પીએમના આવાસની ઉપરના ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. દિલ્હી પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

REPORT OF DRONE FLYING OVER PM MODI HOUSE
REPORT OF DRONE FLYING OVER PM MODI HOUSE

નવી દિલ્હી: અઠવાડિયાના પહેલા દિવસે દિલ્હીમાં ગભરાટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ઉપર એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું એવું જાણવા મળ્યું છે કે સોમવારે સવારે લગભગ 5:30 વાગ્યે વડા પ્રધાનના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર ડ્રોન જોવા મળ્યું હતું. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ડ્રોનને સૌપ્રથમ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપના અધિકારીઓ દ્વારા જોવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો સંભાળે છે. જે બાદ દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી હતી. આ વસ્તુ જોવા મળતા અન્ય એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.

SPGએ દિલ્હી પોલીસને જાણકારી આપી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસની ઉપરનાનો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડ્યાની ઘટના સામે આવી છે. SPGએ આ જાણકારી દિલ્હી પોલીસને આપી છે. આ મામલાને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટના સોમવારે સવારે બની હતી. લગભગ સાડા પાંચ વાગ્યે SPGએ દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી હતી. રાજધાની દિલ્હીના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં આજે સવારે ડ્રોન વડે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ તેને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જે જગ્યાએ ડ્રોન આકાશમાં ઉડતું જોવા મળ્યું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવાસસ્થાન છે. કોઈ વ્યક્તિએ ડ્રોનને પીએમના નિવાસસ્થાન પર ફરતું જોયું અને પીએમની સુરક્ષામાં તૈનાત એસપીજીને જાણ કરી.

સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ: આ માહિતી મળતાં SPG એલર્ટ થઈ ગઈ અને તપાસ શરૂ કરી. દરમિયાન, આ માહિતી દિલ્હી પોલીસને પણ આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ નજીકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, તે ડ્રોન ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વડાપ્રધાનનું આવાસ લોક કલ્યાણ માર્ગ પર આવેલું છે. વડાપ્રધાનનું નિવાસસ્થાન અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે. અહીં સુરક્ષાના ઘણા વર્તુળો છે. આ વિસ્તારમાં, આકાશની ઉપર પણ કોઈ પ્રવૃત્તિને મંજૂરી નથી.

  1. Sanjay Singh Attacked BJP: પછી તેને યુનિફોર્મ સિવિલ કોડ યાદ ન હતો, સંજય સિંહે જોરદાર નિશાન સાધ્યું
  2. Maharashtra News: અજીતના શપથ લેવા પર આદિત્ય ઠાકરેએ ઉઠાવ્યા સવાલ
  3. Bullet Train Project: નવસારીમાં મહિનામાં 3 રીવરબ્રીજ તૈયાર થયા, ગુજરાતમાં વીજગતિએ પ્રોજેક્ટ પ્રગતિ પર
Last Updated : Jul 3, 2023, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.