ETV Bharat / bharat

રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો

author img

By

Published : Apr 8, 2022, 2:12 PM IST

પોલિસી રેટ રેપોને (Repo Rate Unchanged At 4 Percent) સતત 11મી વખત યથાવત રાખીને, રિઝર્વ બેંકે (Reserve Bank of India) તેને 4 ટકા રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) કહ્યું કે, અર્થવ્યવસ્થા નવા અને ખૂબ મોટા પડકારોનો સામનો કરી રહી છે. દાસે વધુમાં કહ્યું કે, ઈંધણના ઊંચા ભાવને કારણે મોંઘવારી વધી શકે છે. નજીકના ભવિષ્યમાં ખાદ્યતેલના ભાવ ઊંચા રહેશે.

રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો
રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠકમાં સતત 11મી વખત કી પોલિસી રેટ રેપોમાં (Repo Rate Unchanged At 4 Percent) કોઈ ફેરફાર કર્યો નથી. તેને યથાવત 4 ટકાનું નીચું સ્તર રાખવામાં આવ્યો છે. પોલિસી રેટ યથાવત રાખવાનો અર્થ એ છે કે, બેંક લોનના માસિક હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. જો કે, મધ્યસ્થ બેંકે ફુગાવાના અનુમાનને વધારતા ચાલુ નાણાકીય વર્ષ (2022-23) માટે તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ અનુમાનને ઘટાડ્યું છે. મોનેટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ જાળવી રાખીને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક તેના નરમ વલણમાં ફેરફાર કરશે.

આ પણ વાંચો: Share Market India: છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 219 નિફ્ટી 76 પોઈન્ટ ઉછળ્યો

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખ્યો : રિઝર્વ બેંકે (Reserve Bank of India) છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. આ સાથે જ કેન્દ્રીય બેંકે પણ રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ હેઠળ બેંકોને તેમના નાણાં રિઝર્વ બેંક પાસે રાખવા પર વ્યાજ મળે છે. MPCએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું છે. ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષા બેઠકમાં, MPCએ આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

આ પણ વાંચો: Share Market India: શેરબજારમાં નબળાઈ, સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો

ગવર્નર દાસે કહ્યું કેન્દ્રીય બેંક કોઈ નિયમોથી બંધાયેલી નથી : આ સાથે કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 5.7 ટકા રહેવાની આગાહી કરી છે. અગાઉ તે 4.5 ટકા રહેવાનો અંદાજ હતો. ગવર્નર દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંક કોઈ નિયમોથી બંધાયેલી નથી. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક અર્થતંત્રની સુરક્ષા માટે તમામ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા નવા અને વિશાળ પડકારોનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં પર્યાપ્ત વિદેશી મુદ્રા ભંડાર છે અને રિઝર્વ બેંક તેને તમામ પડકારોથી સુરક્ષિત રાખવા માટે કામ કરશે. દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા, ભૌગોલિક રાજકીય તણાવને કારણે આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના કોઈપણ અંદાજ "જોખમી" હોવાની શક્યતા છે. જોકે, રિઝર્વ બેંકે આશા વ્યક્ત કરી છે કે સારો રવિ એટલે કે શિયાળુ પાક અનાજ અને કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.