ETV Bharat / bharat

Rahul Gandhi Cambridge Speech: રાહુલે ચીનના વખાણ કર્યા, કાશ્મીરનો હિંસાગ્રસ્ત પ્રદેશમાં કર્યો સમાવેશ

author img

By

Published : Mar 4, 2023, 8:00 AM IST

CAMBRIDGE
CAMBRIDGE

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં કાશ્મીરને હિંસાગ્રસ્ત વિસ્તાર ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ ચીનના વખાણ કરતાં જણાવ્યું કે કે ચીન સરકાર જે રીતે કામ કરે છે તે કોર્પોરેશન જેવી છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરનો તેમણે હિંસાગ્રસ્ત સ્થળોમાં સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો: Delhi News : દિલ્હી હાઈકોર્ટે પીડીપી સુપ્રીમો મહેબૂબા મુફ્તીના પાસપોર્ટ પર આગામી ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો

જમ્મુ-કાશ્મીર હિંસક સ્થળ: જમ્મુ-કાશ્મીરને લઈને રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે એવું નિવેદન આપ્યું છે. રાહુલે પુલવામા હુમલાને કાર બોમ્બ હુમલો ગણાવ્યો, આતંકવાદી હુમલો નહીં. તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર હિંસક સ્થળ માનવામાં આવે છે. પુલવામામાં મેં તે સ્થળની પણ મુલાકાત લીધી. જ્યાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા. કાશ્મીરમાં ભારત જોડો યાત્રા દરમિયાન મને ચાલવાથી અટકાવવામાં આવ્યો હતો. પણ મેં પ્રવાસ છોડ્યો નહિ. મુલાકાત દરમિયાન એક વ્યક્તિ મારી પાસે આવ્યો. તે વ્યક્તિએ પોતાની આસપાસ ઉભેલા કેટલાક લોકો તરફ ઈશારો કર્યો. તેણે કહ્યું કે આ બધા આતંકવાદી છે. મને લાગ્યું કે આતંકવાદી મને મારી નાખશે. પરંતુ તેમણે કંઈ કર્યું નહીં કારણ કે તેઓમાં સાંભળવાની તાકાત છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં નવી 300 એકરની ફેક્ટરીમાં એપલ ફોન બનાવવામાં આવશે, એક લાખ નોકરીઓનું સર્જન થશે

ચીનના કર્યા વખાણ: રાહુલ ગાંધીએ ચીન વિશે એવું નિવેદન આપ્યું છે. જેના પર વિવાદ વધી શકે છે. રાહુલે કહ્યું કે તેઓ ચીનને શાંતિનો પક્ષ માને છે. ચીનમાં જે પણ વિકાસ થયો છે તે પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તેમણે ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ વિશે વિગતવાર વાત કરી હતી. રાહુલે કહ્યું કે ચીને તેના એરપોર્ટ, રેલ્વે અને નદીઓની શક્તિને સમજ્યા અને પછી તેનો વિકાસ કર્યો. ચીનની સરકાર જે રીતે કામ કરે છે તે પણ કોર્પોરેશન જેવી છે. આ જ કારણ છે કે સરકાર દરેક માહિતી પર ચાંપતી નજર રાખે છે. રાહુલે કહ્યું કે ભારત અને અમેરિકા બંને ચીનની જેમ કામ કરતા નથી અને આ યોગ્ય નથી. રાહુલે કહ્યું કે અમેરિકા પોતાને કુદરતથી મોટું માને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.