ETV Bharat / bharat

MP: 23 વર્ષ બાદ પરિવારને મળ્યા પ્રહલાદ સિંહ, પાકિસ્તાનની જેલમાં હતા કેદ

author img

By

Published : Aug 31, 2021, 2:17 PM IST

23 વર્ષ પછી પ્રહલાદ સિંહ પોતાનાઓની વચ્ચે હશે. સાગર એસપી અતુલ સિંહના પ્રયત્નોથી આ શક્ય થઈ શક્યું છે. 1998માં પ્રહલાદ સિંહ ભૂલા પડી જતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પહોંચી ગયા હતા, જ્યાંથી પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાવલપિંડી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. લાંબી કાર્યવાહી બાદ તેમની વતન વાપસી થઈ રહી છે. પરિવાર સાગર પોલીસ સાથે અમૃતસર પહોંચી રહ્યો છે.

એમપી: 23 વર્ષ બાદ પરિવારને મળ્યા પ્રહલાદ સિંહ, પાકિસ્તાનની જેલમાં હતા કેદ
એમપી: 23 વર્ષ બાદ પરિવારને મળ્યા પ્રહલાદ સિંહ, પાકિસ્તાનની જેલમાં હતા કેદ

  • પાકિસ્તાનની જેલમાં બંધ પ્રહલાદ સિંહની 23 વર્ષ બાદ વતનવાપસી
  • 1998માં ભૂલથી પીઓકેમાં ગુમ થઈ ગયા હતા
  • પીઓકે અને રાવલપિંડી જેલમાં રહ્યા કેદ
  • પ્રહલાદ સિંહને વતન લાવવામાં સાગર એસપી અતુલ સિંહે નીભાવી મહત્વની ભૂમિકા

સાગર: પ્રહલાદ સિંહનો પરિવાર આશા ખોઈ ચૂક્યો હતો કે 23 વર્ષ પહેલા ગુમ પ્રહલાદ કદાચ જ પાછો ફરે, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષોથી પ્રયત્નો કરી રહેલા પ્રહલાદનો ભાઈ એક વર્ષ પહેલા સાગર એસપી પાસે પહોંચ્યો અને એસપી અતુલ સિંહે જ્યારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો તો હવે પ્રહલાદ સિંહની ના ફક્ત વતન વાપસી થઈ રહી છે, પરંતુ ભારત-પાકિસ્તાનના રસ્તે પોતાના પરિવાર સાથે સાગર જિલ્લાના ગૌરઝામરના ખામખેડા પહોંચ્યા. આવો જાણીએ કોણ છે પ્રહલાદ અને 22 વર્ષ પછી તેમની વતન વાપસી કઈ રીતે થઈ રહી છે.

પાકિસ્તાની જેલમાં કેદ રહ્યા પ્રહલાદ સિંહ રાજપૂત

સાગર જિલ્લાના ગૌરઝામર તાલુકાના ખામખેડા ગામના પ્રહલાદ સિંહ કુંજીલાલ રાજપૂતનો જન્મ 17 એપ્રિલ 1965ના ખામખેડાની ઘોસીપટ્ટી પર થયો હતો. પ્રહલાદ સિંહ શરૂઆતથી જ થોડાક માનસિક રીતે બીમાર હતા. પ્રહલાદ સિંહની ઉંમર જ્યારે 22 વર્ષ હતી ત્યારે પ્રહલાદ સિંહ અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયા. પ્રલાહદ સિંહના પરિવારે તેમને શોધવાનો ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તેમના વિશે કોઈ જાણકારી મળી નહીં.

30 ઑગષ્ટના પ્રહલાદ સિંહની વતન વાપસી, 22 વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા

16 વર્ષ પછી જાણકારી મળી કે પ્રહલાદ પાકિસ્તાની જેલમાં કેદ છે

PWDમાં કાર્યરત પ્રહલાદ સિંહના મોટાભાઈ વીર સિંહ રાજપૂતે જણાવ્યું કે, 1998માં તેમનો ભાઈ ગુમ થયો હતો. તેમણે પોતાના ભાઈની ઘણી જ શોધખોળ કરી, પરંતુ સફળતા મળી નહીં. 2014માં સમાચાર પત્ર દ્વારા જાણકારી મળી કે પ્રહલાદ સિંહ પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેવી આ વિશે માહિતી મળી તો તેમણે કલેક્ટર એસપી દરેક સ્તર પર ભાઈને પાછો લાવવા અને શોધવા માટે આવેદન આપ્યા, ઘણા લાંબા સમય સુધી કોઈ જાણકાર મળી નહીં.

પાકિસ્તાન સરકારે 17 કેદીઓની જાણકારી ભારત મોકલી

સાગર પોલીસ અધિક્ષક અતુલ સિંહે જણાવ્યું કે 2015માં પાકિસ્તાન સરકાર ભારત સરકારને સૂચના આપી હતી કે અમારી પાસે એવા 17 કેદીઓ છે જેઓ માનસિક રીતે બીમાર છે અને પોતાનું નામ અને સરનામું પણ યોગ્ય રીતે જણાવી શકતા નથી. આ માહિતી જ્યારે પ્રહલાદના પરિજનો દ્વારા આપવામાં આવેલી માહિતીથી 2015માં સરખાવવામાં આવી તો જાણવા મળ્યું કે પ્રહલાદ નામનો એક વ્યક્તિ પાકિસ્તાનમાં બંધ હતો. તેના નામ સિવાય અન્ય જાણકારી મળી શકી રહી નહોતી.

પ્રહલાદની વતન વાપસી માટે સાગર એસપી બન્યા દેવદૂત

2015માં જ્યારે પ્રહલાદના પરિવારને ભરોસો થઈ ગયો કે પાકિસ્તાનમાં બંધ પ્રહલાદ જ તેમનો ભાઈ છે તો સતત તેને પાછો લાવવા માટે પ્રયત્ન કરતા રહ્યા. 5 વર્ષ સુધી તેમને કંઈ મળ્યું નહીં. 2020માં પ્રહલાદના ભાઈ વીર સિંહ રાજપૂતે સાગર એસપી અતુલ સિંહની મુલાકાત કરી. ત્યારે તેમણે પ્રહલાદના પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓની તપાસ કરી તો જાણવા મળ્યું કે 2015માં પાકિસ્તાન સરકાર દ્વારા મોકલવામાં આવેલી જાણકારી અને પ્રહલાદની ગુમ થયાની જાણકારીમાં અનેક સમાનતાઓ છે. તેમણે પોલીસ હેડક્વાર્ટર સ્તરે પ્રયાસો કર્યા અને વિદેશ મંત્રાલયને માહિતી મોકલી.

જૂન 2021માં વિદેશ મંત્રાલયે તપાસ શરૂ કરી

એસપીના વિશેષ પ્રયત્નોના કારણે જ્યારે પોલીસ હેડક્વાટર દ્વારા વિદેશ મંત્રાલયને જાણકારી મોલકવામાં આવી તો જૂન 2021માં વિદેશ મંત્રાલયે પ્રહલાદના કેસમાં તપાસ શરૂ કરી. જૂન 2021માં એસપી દ્વારા વિદેશ મંત્રાલયે પ્રહલાદની તપાસ શરૂ કરી. પ્રહલાદના ગામના લોકોના નિવેદન લેવામાં આવ્યા અને પ્રહલાદના પરિવાર અને સ્કૂલ ઉપરાંત પ્રહલાદથી સંબંધિત તમામ જાણકારીઓ વિદેશ મંત્રાલયે મંગાવી હતી, જેને એસપી કાર્યાલય દ્વારા મોકલવામાં આવી હતી. આ પુરાવાના આધારે માનવામાં આવ્યું કે, પાકિસ્તાનમાં કેદ પ્રહલાદ સાગર જિલ્લાના ગૌર ઝામરના ખામખેડા ગામનો નિવાસી છે.

દોઢ મહિનો પીઓકેમાં અને પછી રાવલપિંડી જેલમાં કેદ રહ્યો પ્રહલાદ

વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રહલાદને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાની રેન્જર્સે પકડ્યો હતો, જેને લગભગ દોઢ મહિના સુધી પીઓકેમાં રાખ્યા બાદ રાવલપિંડી જેલમાં મોકલવામાં આવ્યો હતો. અત્યારે પ્રહલાદ રાવલપિંડીની જેલમાં કેદ હતો. 30 ઓગસ્ટે પાકિસ્તાન સરકાર વાઘા-અટારી સરહદ પર પ્રહલાદને ભારત સરકારને સોંપશે. સાગર પોલીસની એક ટીમ પ્રહલાદના પરિવારના સભ્યો સાથે અમૃતસર પહોંચી છે, જ્યાં પ્રહલાદ તેના પરિવારના સભ્યોને મળશે અને ઔપચારિકતા બાદ પ્રહલાદને પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: પીઓકેમાં આતંકવાદીઓથી ભરેલી પડી છે શીબીરો અને લોંચિંગ પેડ: લેફ્ટનન્ટ જનરલ

આ પણ વાંચો: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની, વિરાંગનાઓની જુબાની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.