ETV Bharat / bharat

Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ

author img

By

Published : Aug 13, 2021, 11:02 AM IST

અશ્લિલ ફિલ્મોના કેસ (Pornography Film Case)ના સંબંધમાં ધરપકડનો સિલસિલો યથાવત છે. ત્યારે આરોપી રાજ કુન્દ્રા (Raj Kundra)ની કંપનીના વધુ એક ડિરેક્ટરની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ડિરેક્ટર અભિજિત બોમ્બલે (Director Abhijit Bombale) આ કેસમાં એક આરોપી છે. મુંબઈ પોલીસની ક્રાઈમબ્રાન્ચની (Mumbai Police Crime Branch ) ટીમે તેની ધરપકડ કરી છે.

Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ
Porn Film Case: રાજ કુન્દ્રાની કંપનીના એક ડિરેક્ટરની ધરપકડ

  • અશ્લિલ ફિલ્મોના કેસના (Pornography Film Case) સંંબંધમાં રાજ કુન્દ્રા (Raj Kundra)ની કંપનીનો વધુ એક ડિરેક્ટર ઝડપાયો
  • મુંબઈ પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમે (Mumbai Police Crime Branch ) આરોપી ડિરેક્ટર અભિજિત બોમ્બલેની (Director Abhijit Bombale)ગુરૂવારે ધરપકડ કરી હતી
  • અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Actress Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) અને તેનો સહયોગી રેયાન થોર્પેની (Ryan Thorpe) ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી

ન્યૂઝ ડેસ્કઃ અશ્લિલ ફિલ્મોના કેસ (Pornography Film Case)માં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં ધરપકડનો સિલસિલો યથાવત્ જ છે. તેવામાં મુંબઈ ક્રાઈમબ્રાન્ચ (Mumbai Crime Branch)ની ટીમે રાજ કુન્દ્રાની કંપનીના ડિરેક્ટર અભિજિત બોમ્બલે (Director Abhijit Bombale)ની ગુરૂવારે ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું હતું કે, બોમ્બલે આ કેસમાં એક આરોપી છે.

કોર્ટે અભિનેત્રી ગહના વશિષ્ઠ (Actress Gahana Vashisht)ની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી

આ પહેલા અશ્લિલ ફિલ્મો મામલામાં અહીંની એક સેશન કોર્ટે (Session Court) ગુરૂવારે અભિનેત્રી ગહના વશિષ્ઠ (Actress Gahana Vashisht)ની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ધરપકડના ડરથી અભિનેત્રીએ એડિશનલ સેશન્સ જજ સોનાલી અગ્રવાલ (Additional Sessions Judge Sonali Agarwal) સામે આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો- Happy Birthday Shreedevi : માત્ર 4 વર્ષની ઉંમરે જેણ ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો

આરોપીઓએ અન્ય પીડિતાઓને અશ્લિલ દ્રશ્યો માટે મજબૂર કરી

કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. ગયા અઠવાડિયે કોર્ટે અભિનેત્રીને ધરપકડથી કોઈ સંરક્ષણ આપવાથી ઈનકારી કરી દીધો હતો. જસ્ટિસે ત્યારે કહ્યું હતું કે, વર્તમાન પ્રાથમિકીમાં આ આરોપ ગંભીર પ્રકૃતિના છે કે, આરોપીઓએ અન્ય પીડિતાઓને અશ્લિલ દ્રશ્યો માટે મજબૂર કરી હતી. આ પ્રકારના આરોપો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતા મને લાગે છે કે, આ વચગાળાની રાહત આપવાનો મામલો છે.

આ પણ વાંચો- અજય દેવગણની પુત્રી ન્યાસાએ ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયાના પ્રિમિયર પર કર્યો ડાન્સ, વાઇરલ થયો વીડિયો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ગયા મહિને થઈ હતી ધરપકડ

આપને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે અશ્લિલ ફિલ્મ બનાવવા અને તેને વિવિધ મોબાઈલ એપના માધ્યમથી વિતરિત કરવાના મામલામાં અનેક પ્રાથમિકિઓ નોંધા છે. આ મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને તેનો સહયોગી રેયાન થોર્પેની ગયા મહિને ધરપકડ કરી હતી, જે અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટે હાલમાં અન્ય એક આરોપી મોડલ શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.