ETV Bharat / bharat

દિવાળી પહેલા જ દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યું, શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343એ પહોંચ્યો

author img

By

Published : Oct 28, 2021, 12:16 PM IST

રાજધાની દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ સ્તર પર પહોંચી ગયું છે. દિલ્હીના આનંદ વિહાર અને શાદીપુર વિસ્તાર હવાની ખરાબ ગુણવત્તાના મામલામાં સૌથી આગળ છે. આ સ્તર કોઈ લોકો માટે અને વિશેષ શ્વાસની બીમારીવાળા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.

દિવાળી પહેલા જ દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યું, શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343એ પહોંચ્યો
દિવાળી પહેલા જ દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્તર પર પહોંચ્યું, શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343એ પહોંચ્યો

  • રાજધાની દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ સ્તર પર પહોંચ્યું
  • આનંદ વિહાર અને શાદીપુર વિસ્તાર હવાની ખરાબ ગુણવત્તાના મામલામાં સૌથી આગળ છે
  • શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343 નોંધવામાં આવ્યો

નવી દિલ્હીઃ સવારે 9 વાગ્યાના આંકડામાં શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343 નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારમાં આ સ્તર 321, ચાંદની ચોકમાં 273, દ્વારકામાં 273 અને મુંડકા વિસ્તારમાં 288 છે. આ વિસ્તારોમાં PM2.5 પ્રમુખ પોલ્યુટેન્ટ છે. ખાસ વાત એ છે કે, આ પ્રદૂષણ થોડા દિવસ અગાઉ થયેલા વરસાદની રાહત, પરાળી માટે સમાધાન અને દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા તમામ અભિયાનો ઉપરાંત થઈ રહ્યું છે.

શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343 નોંધવામાં આવ્યો
શાદીપુરનો એર ક્વાલિટી ઈન્ડેક્સ 343 નોંધવામાં આવ્યો

આ પણ વાંચો- દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ

દિલ્હીમાં પ્રદૂષણ માટે અનેક ફેક્ટર જવાબદાર

દિવાળી પહેલા જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે. નિષ્ણાતોના મતે, આ સમયે વિશેષ રીતે નવેમ્બરના મહિનામાં અહીં પ્રદૂષણ માટે એક નહીં, પરંતુ અનેક ફેક્ટર જવાબદાર હોય છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક વિવેક ચટ્ટોપાધ્યાય આની પાછળ ઋતુની ગતિવિધિઓ અને દિલ્હીની ભૌગોલિક સ્થિતિના વિષયમાં પણ જણાવે છે. આ પ્રદૂષણથી પીછો છોડાવવા દર વર્ષે પ્રયાસ થાય છે તો રાજનીતિ પણ થાય છે, પરંતુ જમીની હકીકત એક વાર ફરી લોકોની સામે છે.

રાજધાની દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ સ્તર પર પહોંચ્યું
રાજધાની દિલ્હીના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ સ્તર પર પહોંચ્યું

આ પણ વાંચો- દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે ભારત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ બેકાબૂ

દિલ્હીના પર્યાવરણ પ્રધાને દિવાળીમાં ફટાકડા નહીં દીવા પ્રગટાવો અભિયાન શરૂ કર્યું

આ અગાઉ થોડા દિવસ પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે દિલ્હીમાં દિવાળી માટે ફટાકડા નહીં દીવા પ્રગટાવો અભિયાનની શરૂઆત કરી છે. દિલ્હી સરકારનું માનવું છે કે, ફટાકડા ફોડવાથી પણ દિલ્હીમાં પ્રદૂષણ થાય છે અને તેને રોકવા માટે લોકોને એ અપીલ કરવી પડશે કે, ફટાકડાની જગ્યાએ દિલ્હીમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરો. હવે લોકોની વચ્ચે એ અપીલ કેટલી કામ કરે છે. સાથે જ દિલ્હીના પ્રદૂષણ સ્તર પર આની શું અસર પડે છે તે સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.