દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે ભારત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ બેકાબૂ

author img

By

Published : Sep 1, 2021, 3:55 PM IST

દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે ભારત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ બેકાબૂ

ભારતના વાયુ પ્રદૂષણના સ્તરમાં સમયની સાથે ભૌગોલિક રીતે વધારો થયો છે અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશમાં આ સ્તર એટલું વધી ગયું છે કે સરેરાશ એક વ્યક્તિના આયુષ્યમાં 2.5થી 2.9 વર્ષ સુધીનો ઘટાડો આવી રહ્યો છે. એક નવા રિપોર્ટમાં પ્રદૂષણના પરિણામને લઈને ચેતવવામાં આવ્યા છે.

  • ભારતની 40 ટકા વસ્તી દુનિયાની સૌથી પ્રદૂષિત જગ્યાએ રહે છે
  • ભારતના લોકોના આયુષ્યમાં 9 વર્ષ જેટલો મોટો ઘટાડો થવાની શક્યતા
  • WHOના દિશા-નિર્દેશોમાં આપવામાં આવેલા માપદંડ કરતાં 7 ઘણું વધારે પ્રદૂષણ
  • શિકાગો વિશ્વવિદ્યાલયની એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સનો રિપોર્ટ

નવી દિલ્હી: શિકાગો વિશ્વવિદ્યાલયના એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે, જ્યાં 48 કરોડથી વધારે લોકો અથવા દેશની 40 ટકા વસ્તી ઉત્તરમાં ગંગાના મેદાની વિસ્તારોમાં રહે છે, જ્યાં પ્રદૂષણનું સ્તર નિયમિત રીતે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા સ્તર કરતા વધારે છે.

ભારતના લોકોનું આયુષ્ય ઘટશે

વિશ્વવિદ્યાલયના 'એનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યુટ'ની સ્ટડીથી જાણવા મળે છે કે જો કોઈ વ્યક્તિ સ્વચ્છ હવામાં શ્વાસ લે છે તો તે કેટલા સમય સુધી જીવતો રહી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો 2019નું પ્રદૂષણ સ્તર બની રહે છે તો ઉત્તર ભારતના લોકોના આયુષ્યમાં 9 વર્ષ જેટલો ઘટાડો થવાની શક્યતા છે, કેમકે આ ક્ષેત્ર દુનિયામાં વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સ્તરનો સામનો કરી રહ્યું છે.

હવે ફકત ગંગાના મેદાની વિસ્તારો પૂરતું જ નથી પ્રદૂષણ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ભારતનું સરેરાશ 'પાર્ટિકુલેટ મેટર કન્સ્ટ્રેશન' (હવામાં પ્રદૂષિત સૂક્ષ્મ કણોની હાજરી) 70.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું, જે દુનિયામાં સૌથી વધારે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના 10 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરના દિશાનિર્દેશથી 7 ઘણી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરનું સમયની સાથે ખતરનાક રીતે ભૌગોલિક રીતે વિસ્તરણ થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક દાયકા પહેલાંની તુલનામાં સૂક્ષ્મ કણોનું પ્રદૂષણ હવે ફક્ત ભારતના ગંગાના મેદાની વિસ્તારોની વિશેષતા નથી.

લોકોનું આયુષ્ય વધારવા માટે WHOના દિશા-નિર્દેશોનું પાલન કરવું જરૂરી

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રદૂષણ ઘણું વધી ગયું છે. ઉદાહરણ માટે એ રાજ્યોમાં સરેરાશ વ્યક્તિના આયુષ્યમાં હવે 2000 ની શરૂઆતની તુલનામાં વધારાના 2.5 થી 2.9 વર્ષનો ઘટાડો આવ્યો છે. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન માટે AQLIના આંકડાઓથી જાણવા મળે છે કે જો WHOના દિશા-નિર્દેશો પ્રમાણે પ્રદૂષણ ઓછું કરવામાં આવે છે તો વ્યક્તિ સરેરાશ 5.6 વર્ષ વધારે જીવિત રહેશે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનની પણ હાલત ખરાબ

બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનની વસ્તી વૈશ્વિક વસ્તીના લગભગ ચોથાભાગની છે અને આ સતત દુનિયાના ટોચના 5 સૌથી પ્રદૂષિત દેશોમાં સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા પાકના અવશેષો સળગાવવા, ઈંટ-ભઠ્ઠા અને અન્ય ઔદ્યોગિક ગતિવિધિઓએ પણ આ ક્ષેત્રમાં પ્રદૂષણકારી સૂક્ષ્મ કણોને વધારવામાં યોગદાન આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવા સૂક્ષ્મ કણોથી થનારું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે દુનિયાનો સૌથી મોટો ખતરો છે.

વધુ વાંચો: વાયુ પ્રદૂષણ દેશને ગુંગળાવી રહ્યું છે

વધુ વાંચો: કોવિડ-19થી પર્યાવરણ કેવી રીતે પ્રભાવિત થયું છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.