ETV Bharat / bharat

P-20 Summit: વડા પ્રધાન મોદી આજે 9મી P-20 Summitનું ઉદ્દઘાટન કરશે

author img

By ANI

Published : Oct 13, 2023, 11:53 AM IST

વડા પ્રધાન મોદી આજે P-20 Summit (પાર્લિયામેન્ટ્રી સ્પીકર્સ સમિટ)નું ઉદ્દઘાટન કરશે. આ સમિટ એક્તા અને સહયોગને મહત્વ આપે છે.

વડા પ્રધાન મોદી આજે 9મી P-20 Summitનું ઉદ્દઘાટન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 9મી P-20 Summitનું ઉદ્દઘાટન કરશે. P-20 Summitની યજમાની ભારતની સંસદ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમિટ G-20 Summit અંતર્ગત યોજાઈ રહી છે. 9મી P-20 Summitની થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ' રાખવામાં આવી છે.

P-20 Summit: પીએમઓ જણાવે છે કે આ કાર્યક્રમમાં G-20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષો ભાગ લેશે. આફ્રિકી સંઘના સભ્ય બન્યા બાદ પેન આફ્રિકા સંસદ P-20 Summitમાં ભાગ લેશે. તેમજ P-20 Summitમાં મુખ્ય ચાર વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લોકોમાં પરિવર્તન, મહિલાઓના નેતૃત્વવાળો વિકાસ, એસડીજીમાં તેજી લાવવી અને સતત ઊર્જા સંક્રમણ. આ પહેલા કુદરત સાથે તાલમેલ મીલાવવા એક હરિયાળી અને નિશ્ચિત ભવિષ્યની દિશામાં પહેલ કરીને ચર્ચા વિચારણા માટે 12મી ઓક્ટોબરે લાઈફ(LIFE) પર એક પૂર્વ શિખર સંમેલન સંસદીય મંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કલાઈમેટ ચેન્જઃ આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાગ લીધો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આજના સમયે ક્લાઈમેટ ચેન્જ અને તેનો પ્રભાવ માનવતાના ભવિષ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

મધર ઓફ ડેમોક્રસી એક્ઝિબિશનઃ ઉલ્લેખનીય છે કે ભારતની પહેલ પર P-20 Summit દરમિયાન પર્યાવરણ સંબંધી મુદ્દાઓ પર સર્વસંમતિથી ચર્ચાને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ઓમ બિરલાએ કહ્યું કે બે દિવસીય P-20 Summit દરમિયાન ભારતની પ્રાચીન અને સહયોગના ભાવવાળી લોકતાંત્રિક પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે. તે સંદર્ભે મધર ઓફ ડેમોક્રસી નામક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (ANI)

  1. Parliamentary Speakers Summit: P-20 શિખર સંમેલનમાં કેનેડિયન સ્પીકર રેમોંડે ગૈગ્ને ભાગ નહીં લે
  2. G20 Summit kutch: G-20 સમીટને ધ્યાનમાં લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.