ETV Bharat / bharat

PM Modi in Ayodhya: PM મોદીની અયોધ્યા મુલાકાત, ગુપ્તચર એજન્સીઓએ હાઈ એલર્ટ જારી કર્યું; NSG, ATS, STF કમાન્ડો તૈનાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 8:39 AM IST

શિયાળું સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં ક્ષતિઓ અને તાજેતરમાં નવી દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઈ છે. આ પ્રકારની ઘટનાઓ સત્તાધીશો માટે ખતરાની ઘંટડી સમાન છે, અને તેઓ તેમાં કોઈ કસર છોડવા માંગતા નથી. અયોધ્યામાં સઘન દેખરેખ શરૂ કરી દેવામાં આવી છે. NSG, ATS, STF કમાન્ડો સહિતની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

PM મોદીની અયોધ્યા મુલાકાત
PM મોદીની અયોધ્યા મુલાકાત

લખનૌ (ઉત્તર પ્રદેશ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત પહેલા ગુપ્તચર એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નવા રિનોવેટ થયેલા અયોધ્યા રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન ત્રણ કલાક માટે અયોધ્યાની મુલાકાતે જઈ રહ્યાં છે.

નોંધનીય છે કે, સંસદના શિયાળું સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં ક્ષતી અને નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર તાજેતરમાં થયેલા વિસ્ફોટના પગલે સુરક્ષામાં ચૂક જેવી સ્થિતિ સર્જાય છે. આ ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા માટે ખતરાની ઘંટડી સમાન છે. જેના પગલે અયોધ્યામાં સઘન દેખરેખ શરૂ કરી દેવામાં આવી છે. NSG, ATS, STF કમાન્ડોની ટીમોને તૈનાત કરવામાં આવ્યા છે.

સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર શહેરને લશ્કરી છાવણી ફેરવી દેવામાં આવ્યું છે. ટ્રાફિક મોરચે પણ કેટલાક ફેરકાર કરવામાં આવ્યા છે - ભારે વાહનો પર સવાર લોકો પૂર્વાંચલ એક્સપ્રેસ વે દ્વારા તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. તે જ સમયે, લખનૌ, ગોંડા અને બસ્તીથી અયોધ્યા તરફ જતા ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યા જંકશનની નવનિર્મિત ઈમારતનું ઉદ્ઘાટન કરશે, પરંતુ તે પહેલા તેનું નામ બદલીને હવે અયોધ્યા ધામ જંક્શન કરવામાં આવ્યું છે. ફૈઝાબાદ સંસદીય સીટના ભાજપ સાંસદ લલ્લુ સિંહે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક પોસ્ટ જારી કરીને માહિતી આપી છે કે અયોધ્યા જંકશન હવે અયોધ્યા ધામ જંક્શન તરીકે ઓળખાશે. આ માટે તેમણે વડાપ્રધાન અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Ayodhya Dham Junction : રામનગરી રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે, CM યોગીની ઈચ્છા થઇ પૂરી
  2. Delhi Crime: દિલ્હીમાં 15 વર્ષના સગીરની છરીના ઘા મારીને હત્યા, માતા માટે લેવા ગયો હતો મીઠાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.