ETV Bharat / bharat

ઉત્તરાખંડના ટ્યૂલિપ ગાર્ડનને પ્રકાશ જાવેડકરે ગણાવ્યું દેશનું ગૌરવ

author img

By

Published : May 26, 2021, 2:27 PM IST

પિથોરાગઢના પ્રવાસ પર પહોંચેલા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ટ્યૂલિપ ગાર્ડનના ફોટા શેર કર્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્યૂલિપ ગાર્ડનના ફોટા શેર કરી તેને ભારતનું ગૌરવ ગણાવ્યું છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર

  • હિમનગરી મુનસ્યારીનું ટ્યૂલિપ ગાર્ડન આજકાલ આકર્ષણનું કેન્દ્ર
  • ઇકો પાર્કમાં હોલેન્ડથી પ્રાપ્ત ટ્યૂલિપ્સની વિવિધ જાતિના ફૂલો રોપ્યા
  • ઉત્તરાખંડ સરકાર અને તમામ સંબંધિત વિભાગોને અભિનંદન આપ્યા

પિથૌરાગઢ(ઉત્તરાખંડ) : હિમનગરી મુનસ્યારીનું ટ્યૂલિપ ગાર્ડન આજકાલ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. વન વિભાગે પિથૌરાગઢ સ્થિત ઇકો પાર્કમાં હોલેન્ડથી પ્રાપ્ત ટ્યૂલિપ્સની વિવિધ જાતિના ફૂલો રોપ્યા છે. આજકાલ તેમની સુંદરતા જોવા મળી રહી છે. સામાન્ય લોકો માટે આ પ્રોજેક્ટ ખોલતા પહેલા મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેના ફોટા શેર કર્યા હતા. આ પછી કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મુખ્યપ્રધાનના ટ્વીટને રીટ્વીટ કરીનેઅભિનંદન આપ્યા હતા.

DFO ટીમે હવામાન, ઉંચાઇ અને અન્ય પરિબળને અનુરૂપ ઘણા પ્રયોગો કર્યા

મુખ્યપ્રધાન તીરથે એક ટ્વિટમાં લખ્યું છે કે, 'DFO પિથૌરાગઢ અને તેમની ટીમે મુનસ્યારી ખાતે 9,000 ફૂટની ઉંચાઇએ સ્થાપિત ટ્યૂલિપ ગાર્ડન વિશે જાણ આપી હતી. તેમની ટીમે હવામાન, ઉંચાઇ અને અન્ય પરિબળને અનુરૂપ ઘણા પ્રયોગો કર્યા છે. જેનાથી તેમને અપેક્ષિત સફળતા મળી હતી. બગીચામાં આ ક્ષેત્રમાં પર્યટન અને રોજગાર માટેની નવી તકો ખુલશે તેવી મને ખાતરી છે. ઉપરાંત પિથૌરાગઢ શહેર નજીક 30 હેક્ટર વિસ્તારમાં ત્રણ તબક્કામાં ટ્યૂલિપ લેન્ડસ્કેપ વિકસાવવાનું પણ કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું

ટ્યૂલિપ બગીચો, અનન્ય પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ

કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મુખ્યપ્રધાનની ટ્વીટ શેર કરી છે કે, 'ઉત્તરાખંડની ભૂમિ પર બનાવવામાં આવેલું આ ટ્યૂલિપ બગીચો, અનન્ય પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છે. વિશ્વના સૌથી મોટા ટ્યૂલિપ બગીચામાંનું ફક્ત દેવભૂમિ માટે જ નહિ પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. આ સાથે, તેમણે આ સિદ્ધિ બદલ ઉત્તરાખંડ સરકાર અને તમામ સંબંધિત વિભાગોને અભિનંદન પણ આપ્યા છે.

હિમાસાગરી મુનસ્યારીમાં વિદેશી અને દેશી પ્રવાસીઓનો ધસારો

30 હેક્ટરમાં ફેલાયેલા મુનસ્યારી નેચર એજ્યુકેશન અને ઇકો પાર્ક સેન્ટરના એક ભાગમાં ટ્યૂલિપ ફૂલો રોપવામાં આવ્યા છે. આ સાથે ઇકો પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે ઝૂંપડીઓ અને ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હિમાસાગરી મુનસ્યારીમાં વર્ષભર વિદેશી અને દેશી પ્રવાસીઓનો ધસારો રહે છે.

આ પણ વાંચો : EXCLUSIVE: વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુરતી ગર્લે દેશનું ગૌરવ વધાર્યુ

દેશી અને વિદેશી જાતના હજારો ફૂલો રોપવામાં આવ્યા

ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ મુનસિયારીમાં કાશ્મીરની તર્જ પર એક વિશેષ ટ્યૂલિપ બગીચો તૈયાર છે. આ બગીચો વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. અહીં દેશી અને વિદેશી જાતના હજારો ફૂલો રોપવામાં આવ્યા છે.

મુનસ્યારી ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે જાણીતા

મુનસ્યારીમાં જ્યાં આ ટ્યૂલિપ બગીચો વિકસિત થયો છે. તેની પાછળ હિમાલયની પંચાચુલી પર્વતમાળા છે. પિથૌરાગઢ જિલ્લામાં આવતા મુનસ્યારી ઉત્તરાખંડના પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે જાણીતા છે. આ વિસ્તાર નૈનીતાલથી લગભગ 260 કિલોમીટર દૂર છે અને દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.