ETV Bharat / bharat

છઠ મહાપર્વ: યમુના નદીમાં 'એન્ટાર્કટિકા જેવા દ્રશ્યો!, લોકોએ ઝેરી ફીણમાં લગાવી ડૂબકી

author img

By

Published : Nov 8, 2021, 6:20 PM IST

Updated : Nov 8, 2021, 6:57 PM IST

આજથી છઠ મહાપર્વ (Chhath Puja)નો પ્રારંભ થયો છે. દરમિયાન, યમુનામાં પ્રદૂષણ (Pollution in the Yamuna) વધ્યું છે અને યમુનાના પાણી પર માત્ર સફેદ ફીણ જ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં રેકોર્ડ વરસાદ થયો હતો, ત્યારે સ્વાભાવિક રીતે યમુનાની સ્થિતિમાં સુધારો થયો હતો.

છઠ મહાપર્વ: યમુના નદીમાં 'એન્ટાર્કટિકા જેવા દ્રશ્યો!, લોકોએ ઝેરી ફીણમાં લગાવી ડૂબકી
છઠ મહાપર્વ: યમુના નદીમાં 'એન્ટાર્કટિકા જેવા દ્રશ્યો!, લોકોએ ઝેરી ફીણમાં લગાવી ડૂબકી

  • દિલ્હીમાં પ્રદૂષણથી યમુના નદીની સ્થિતિ ભયંકર
  • યમુના નદીમાં જ્યાં જોવો ત્યાં ઝેરી ફીણ જ ફીણ
  • છઠ પૂજાના દિવસે લોકો ઝેરી ફીણવાળા પાણીમાં નાહવા મજબૂર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ (Pollution in Delhi) સામે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણ વિરુદ્ધ યુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સતત પ્રદૂષણનું સ્તર ગંભીર બની રહ્યું છે. આ ક્રમમાં દિલ્હી યમુના (Yamuna)ની સ્થિતિ ઘણા દિવસોથી ભયાનક બની ગઈ છે. પાણી પર માત્ર સફેદ રંગનું ફીણ જોવા મળી રહ્યું છે. સોમવારે છઠ મહાપર્વના નહાય-ખાય દિવસે પણ યમુનાની હાલત ખરાબ છે અને પાણીની ટોચ પર ફીણ જ ફીણ જોવા મળી રહ્યા છે. આ જ ફીણમાં લોકો નાહવા મજબૂર છે.

કાલિંદી કુંજ યમુના ઘાટ પર મોટા પ્રમાણમાં ફીણ

Etv ભારતની ટીમે દિલ્હીના કાલિંદી કુંજ યમુના ઘાટથી સોમવારના લોક આસ્થાના મહાપર્વના દિવસે યમુનાની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન કાલિંદી કુંજ યમુનાના પાણીમાં પ્રદૂષણ વધતું જોવા મળ્યું. અહીં પાણીની ઉપર મોટા પ્રમાણમાં સફેદ રંગના ફીણ જોવા મળ્યા.

યમુનામાં અમોનિયાનું પ્રમાણ વધ્યું, પાણીના સપ્લાય પર અસર પડી

યમુનામાં સફેદ રંગના ફીણ ત્યારે જોવા મળે છે જ્યારે પાણીમાં અમોનિયાનું પ્રમાણ વધી જાય છે અને પ્રદૂષણ વધી જાય છે. યમુનામાં અમોનિયાનું પ્રમાણ વધવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણીના સપ્લાય પર પણ અસર પડે છે. ખાસ કરીને દક્ષિણ દિલ્હીના અનેક પૉશ વિસ્તારોમાં પાણી સપ્લાય પર અસર પડી છે. ઉલ્લેખનીય છે કે સોનિયા વિહાર પ્લાન્ટ પર અમોનિયાનું પ્રમાણ વધવાની અસર પડી છે.

દિલ્હીમાં યમુના સુધારણા માટેની યોજનાઓની હવા નીકળી ગઈ

છઠ પર્વના નહાય-ખાયના દિવસે પણ યમુનાના પાણીની ઉપર ફક્ત ફીણ જોવા મળી રહી છે, જેના કારણે જેમની છઠ પર્વના દિવસે યમુનામાં નહાવાની આસ્થા છે તેને મુશ્કેલી પડી રહી છે. જો કે અનેક ભક્તોએ યમુનામાં સોમવારના સવારે સ્નાન કર્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા અને યમુનાની સુધારણા માટે અનેક સરકારી યોજનાઓ અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન પર યમુનાનો વિકાસ થઈ રહ્યો નથી. તો યમુનાને પ્રદૂષણથી બચાવવા માટે છઠ મહાપર્વને યમુના કિનારે ઉજવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં દિલ્હીમાં યમુનાની હાલત સતત બગડી રહી છે.

વરસાદના કારણે સ્થિતિ સુધરી, શિયાળામાં યમુનામાં વધી રહ્યું છે પ્રદૂષણ

યમુનામાં ફરી એકવાર પ્રદૂષણ વધ્યું છે અને યમુનાના પાણી પર માત્ર સફેદ ફીણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં રાજધાની દિલ્હીમાં વરસાદમાં રેકોર્ડ વરસાદ થયો હતો, ત્યારે પ્રાકૃતિક રીતે યમુનાની સ્થિતિ સારી થઈ હતી, પરંતુ જેમ-જેમ હવામાન બદલાઈ રહ્યું છે, શિયાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે એકવાર ફરી દિલ્હીની યમુના નદીની સ્થિતિ બદતર થવા તરફ આગળ વધી રહી છે અને તેમાં પ્રદુષણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઝાયડસને નિડલ લેસ રસીના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને નોટબંધી પર ઉઠાવ્યા પ્રશ્નો, PM મોદી પર કર્યા પ્રહાર

Last Updated : Nov 8, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.