ETV Bharat / bharat

બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત

author img

By

Published : Aug 8, 2021, 6:47 AM IST

બિહારના બાંકા (Banka) જિલ્લામાં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હતા અને 12 લોકોથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ડાંગરના વાવેતરના કામ માટે ખેતરોમાં ગયા હતા.

બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત
બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત

  • બિહારના બાંકામાં વીજળી પડવાથી 7 લોકોના મોત
  • લોકો ડાંગરના વાવેતરના કામ માટે ખેતરોમાં ગયા હતા
  • 12 લોકોથી વધુ લોકો ઇજાગ્રસ્ત

બાંકા: શનિવારે બિહારના બાંકા (Banka) જિલ્લામાં આફત તરીકે વીજળી પડી હતી. જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વીજળી પડવાથી સાત લોકોના મોત થયા હતા. વીજળી પડવાથી ઘાયલ થયેલા મોટાભાગના લોકો ડાંગરની ખેતી કરી રહ્યા હતા. ઘટનામાં 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિકો મદદે આગળ આવ્યા
વીજળીની ચપેટમાં જીવ ગુમાવનારાઓમાં ચાંદનનો 18 વર્ષનો દીપક કુમાર, 30 વર્ષીય રેખા દેવી, કટોરિયાનો 14 વર્ષનો યુવક, અમરપુરની 13 વર્ષની છોકરી અને 60 વર્ષીય મહીલાનો સમાવેશ થાય છે. જયપુરનો 14 વર્ષનો છોકરો પણ શામેલ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ સક્રિય બન્યા અને મોડી સાંજ સુધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલતા રહ્યા.

આ પણ વાંચો : ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી

ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડી

ચાંદનના જામુની ગામમાં ડાંગરનું વાવેતર કરતી ચાર મહિલાઓ વીજળી પડવાના કારણે ઘાયલ થઈ હતી. કટોરિયા અને આનંદપુરમાં ચાર જુદા જુદા સ્થળોએ વરસાદ દરમિયાન વીજળી પડવાના કારણે 14 વર્ષના કિશોરનું મોત થયું હતું અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. મૃતક કિશોરની ઓળખ કટોરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દરવેપટ્ટી ગામના ધીબા પાંડાના પુત્ર લાલધારી પાંડા તરીકે થઈ છે.
આ પણ વાંચો : શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

વીજળી પડવાની શક્યતા હોય તો વ્યક્તિએ વિદ્યુત ઉપકરણોથી દૂર રહેવું

જો વીજળી પડવાની શક્યતા હોય તો વ્યક્તિએ વિદ્યુત ઉપકરણોથી દૂર રહેવું જોઈએ. વાયર અને ટેલિફોનનો ઉપયોગ ન કરવો જોઇએ. બારીઓ, દરવાજા, ટેરેસથી દૂર રહેવું જોઇએ. વૃક્ષો વીજળીને આકર્ષે છે, તેથી વ્યક્તિએ ઝાડની નીચે ઉભા ન રહેવું જોઈએ. ઘરની બહાર હોય ત્યારે ધાતુની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.