ETV Bharat / bharat

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તમામ પક્ષોએ આ અગત્યની પરીક્ષા માંથી થવું પડશે પસાર

author img

By

Published : May 16, 2022, 3:20 PM IST

રાષ્ટ્રપતિની ચૂંટણી(presidential election 2022) પહેલા રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પાર્ટીઓ માટે મોટો પડકાર સાબિત થઇ શકે છે. રાજ્યસભાની 57 બેઠકો(Rajya Sabha elections for 57 seats) માટે 10 જૂને મતદાન હાથ ધરાશે. તમામ પક્ષો વચ્ચે ખરાખરાનો ખેલ ખેલાશે.

Rajya Sabha poll
Rajya Sabha poll

નવિ દિલ્હી - જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(presidential election 2022) પહેલા રાજ્યસભામાં(Rajya Sabha elections) સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓની આકરી કસોટીનો સામનો કરવા પડશે. 10 જૂને ઉપલા ગૃહની 57 બેઠકો માટે જોરદાર ટક્કર(Rajya Sabha elections for 57 seats) જામશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નિર્વાચક મંડળમાં સંસદના સભ્યો (રાજ્યસભા અને લોકસભા બંને) અને રાજ્યની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે. સાંસદોની કુલ સંખ્યા 776 છે (રાજ્યસભા 233 લોકસભા 543) દરેક સાંસદના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યોના કિસ્સામાં, દેશભરમાં કુલ 4,120 મત છે. 1971ની વસ્તી ગણતરી મુજબ, તેમના મતનું મૂલ્ય રાજ્ય-રાજ્યમાં બદલાય છે. ભાજપ જે તાજેતરમાં આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડમાંથી ત્રણ બેઠકો જીતીને 245 સભ્યોના ગૃહમાં 101 પર પહોંચી ગયું છે. રાજ્યસભામાં 16 ખાલી જગ્યાઓને કારણે હાલમાં તેની પાસે 95 સભ્યો છે.

આ પણ વાંચો - Chardham Yatra 2022: ગંગોત્રી યમુનોત્રી ધામમાં વધુ 2 ભક્તોના મોત, મૃત્યુઆંક 36એ પહોંચ્યો

કયા પક્ષ પાસે કેટલી સીટ - ભાજપનો સહયોગી પક્ષ JDU પાસે 4, કોંગ્રેસ 29, TMC 13, AAP 8, DMK 10, RJD 6, YSRCP 6, TRS 6, RJD 5 અને NCP 4 છે. NDAને હજી પણ ફાયદો છે, પરંતુ ભાજપ માટે આગળ વધવું સરળ રહેશે નહીં, કારણ કે માર્ચમાં યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 4/5 જીત હોવા છતાં રાજ્ય વિધાનસભાઓમાં ભગવા પક્ષના ધારાસભ્યોની સંખ્યામાં ખરેખર ઘટાડો થયો છે. માર્ચમાં પંજાબમાં AAPની જીત થઈ હતી, આનાથી બીજેપીને રાજ્યસભામાં સંખ્યા હાંસલ કરવામાં વધુ પ્રયાસો કરવા પડશે, જ્યારે વિરોધ પક્ષોને પણ તેમની ઘટતી સંખ્યામાં વધારો કરવા માટે દબાણ રહેશે.

આ પણ વાંચો - બિહારમાં આજે પણ થાય છે બાળ લગ્ન: બંજરે સમુદાય, ધુમંતુ જાતિનો વીડિયો વાયરલ

57 બેઠકો પર યોજાશે મતદાન - રાજ્યસભાની 57 બેઠકો જેના માટે 10 જૂને મતદાન થવાનું છે, તે 15 રાજ્યોમાં ફેલાયેલી છે, જ્યારે નામાંકિત સાંસદોની સાત બેઠકો પણ ખાલી છે. રાજ્ય મુજબની વિગતો દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં 11, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 6-6, બિહારમાં 5, કર્ણાટક, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 4-4, ઓડિશામાં 3, પંજાબ, ઝારખંડમાં 2-2 બેઠકો છે, જ્યારે હરિયાણા, છત્તીસગઢ અને તેલંગાણા અને ઉત્તરાખંડમાં એક-એક સીટ છે.

ભાજપ પાસે 23 સીટો - રાજ્યસભાની 57 સીટો માંથી ભાજપ પાસે 23, કોંગ્રેસ પાસે માત્ર 8 જ બેઠકો છે. ભાજપને પાર્ટી શાસિત UP, MP, કર્ણાટક, હરિયાણા, ઓડિશા અને બિહારમાં એક ધાર મળશે જ્યાં તે JD(U)ના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનનો ભાગ છે. ઝારખંડ ઉપરાંત પાર્ટી શાસિત રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને ફાયદો થશે. ઝારખંડમાં, તે JMMની આગેવાની હેઠળના જોડાણનો ભાગ છે. પ્રાદેશિક પક્ષોમાં, DMK અને આમ આદમી પાર્ટી ઉપલા ગૃહમાં તેમની સંખ્યા વધારવા માટે તૈયાર છે, જ્યારે TRSને તેલંગાણામાં ફાયદો થશે.

રાષ્ટ્રીપતિની ચૂંટણી પહેલા બદલાવ - ભાજપ, જેની પાસે લોકસભામાં 301/543 બહુમતી છે, તેમ છતાં, બિલો પસાર કરવાનું સરળ બનાવવા માટે રાજ્યસભામાં વધુ સંખ્યા ઉમેરવા માંગે છે, કારણ કે તે ઘણીવાર સંયુક્ત વિપક્ષ તરફથી અવરોધોનો સામનો કરે છે. ભાજપના અગ્રણી ચહેરાઓ જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી છે. જો કે, શાસક પક્ષ માટે તેમને ફરીથી ચૂંટવામાં સરળતા રહેશે. પી ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, જયરામ રમેશ અને અંબિકા સોની જેવા કોંગ્રેસના ઘણા દિગ્ગજોનો કાર્યકાળ પણ સમાપ્ત થવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.