ETV Bharat / bharat

Monsoon Session 2023: ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના, વિપક્ષે તૈયાર કર્યું મુદ્દાઓનું લીસ્ટ

author img

By

Published : Jul 20, 2023, 11:16 AM IST

સંસદનું ચોમાસુ સંત્ર ગુરૂવાર તારીખ 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. એવામાં વિપક્ષે સરકારને ઘેરવા માટે મુદ્દાઓની યાદી તૈયાર કરી લીધી છે. સત્ર શરૂ થતા જ વિપક્ષ સરકાર ઘેરીને હંગામો કરે એવી શક્યતાઓ છે. ખાસ કરીને મણીપુરમાં હિંસા અને દિલ્હી સેવાના કેટલાક મુદ્દાઓને લઈને શાબ્દિક તકરાર થઈ શકે છે. સત્ર શરૂ થાય એ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વિપક્ષી ગઠબંધન 'INDIA'ના નેતા એક બેઠક યોજશે.

Monsoon Session 2023: ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના, વિપક્ષે તૈયાર કર્યું મુદ્દાઓનું લીસ્ટ
Monsoon Session 2023: ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના, વિપક્ષે તૈયાર કર્યું મુદ્દાઓનું લીસ્ટ

સંસદનું મોનસુન સત્ર તારીખ 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. જેમાં વિપક્ષે સંપૂર્ણ રીતે સરકારને ઘેરવાના મુદ્દાઓ તૈયાર કરી લીધા છે. આ વખતેનું મોનસુન સત્ર તોફાની બની રહેવાની પૂરૂ શક્યતાઓ છે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક ખાસ બેઠક બોલાવી હતી. જેમાં જુદા જુદા દિવસના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

26 પક્ષોનું ગઠબંધનઃ મોનસુન સત્ર શરૂ થાય એ પહેલા જ વિપક્ષી એકતા માટે બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં પહેલા તબક્કામાં 26 રાજકીયપક્ષો જોડાયા હતા. જે આગામી ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી લીધી છે. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલ્યાંસ જુથનું નામ આપવામાં આવ્યું છે. પ્રથમ દિવસ મણીપુરમાં થયેલી હિંસાનો મુદ્દો ગાજી શકે છે. તારીખ 3 મેના રોજ શરૂ થયેલી મણીપુરની હિંસામાં 160 લોકોના મોત નીપજ્યા છે.

તકરાર થશેઃ જોકે, આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર થઈ શકે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં અમલદાર શાહી અને ટ્રાંસફરને લઈને જે મુદ્દાઓ અટવાયેલા છે એનો વિરોધ કરી શકે છે. જેના મુદ્દે કેન્દ્ર સરકારે મે મહિનામાં નિર્ણય જાહેર કર્યો હતો. AAP નેતા સંજય સિંહે ચોમાસુ સત્ર 2023 પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને કહ્યું, 'બંધારણ સંશોધનનો વિષય વટહુકમ દ્વારા કેવી રીતે પસાર કરી શકાય?

વિરોધ કરીએ છીએઃ અમે દિલ્હીના બે કરોડ લોકોના અધિકારોને કચડી નાખવાનો અને કેજરીવાલ સરકારને ચાલવા નહીં દેવાનો સખત વિરોધ કરીશું. તેમણે કહ્યું કે તેમની પાર્ટી સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ વટહુકમ લાવવાનો વિરોધ કરશે. સિંહે કહ્યું કે સંઘીય માળખાને કચડી નાખવા માટે આ રીતે વટહુકમ લાવવો 'શરમજનક' છે. કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને ડીન કુરિયોકોસે, ડીએમકેના એ રાજા, તૃણમૂલ કોંગ્રેસના સૌગતા રોય, આરએસપીના એનકે પ્રેમચંદ્રને લોકસભામાં નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2023ને રદ કરવાની નોટિસ આપી છે.

ચર્ચા કરોઃ સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી દળોએ પણ મણિપુરની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠકમાં અમે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી. ચૌધરીએ કહ્યું કે અમારી માંગ છે કે વડાપ્રધાન ગૃહમાં આવે અને મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરે.

સરકાર તૈયાર છેઃ બેઠક બાદ સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ પત્રકારોને જણાવ્યું કે, 'તમામ પક્ષો મણિપુરની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું, 'જ્યારે પણ લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ સમય નક્કી કરે છે, અમે ચર્ચા કરવા તૈયાર છીએ. જે પણ મુદ્દા હશે, અમે નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ ચર્ચા કરવા તૈયાર છીએ. ચૌધરીએ કહ્યું, 'બે મહિના વીતી ગયા પરંતુ વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) મૌન છે. હું તેમને વિનંતી કરવા માંગુ છું કે તેઓ સંસદમાં નિવેદન આપે અને ચર્ચા કરે.

મહત્ત્વના સૂચનોઃ સંસદીય બાબતોના પ્રધાન જોશીએ જણાવ્યું કે આજે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી જેમાં 34 પક્ષોના 44 નેતાઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે તેમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આવ્યા છે. આ સૂચનો વિરોધ પક્ષો તેમજ સહયોગી પક્ષો તરફથી આવ્યા હતા. જોશીએ જણાવ્યું કે સરકાર પાસે સત્ર દરમિયાન 31 'વિધાનીય વિષયો' છે. તેમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 સામેલ છે. આ સિવાય પોસ્ટલ સર્વિસ બિલ 2023, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને જરૂરી સુધારા બિલ 2023, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને બેંક બિલ 2023 પણ આ યાદીમાં સામેલ છે.

બિલની યાદીઃ નેશનલ ડેન્ટલ કમિશન બિલ 2023, નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન બિલ 2023, ડ્રગ્સ મેડિકલ ડિવાઇસીસ કોસ્મેટિક્સ બિલ 2023, બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન એમેન્ડમેન્ટ બિલ 2023, જમ્મુ અને કાશ્મીર રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ 2023, સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રિ-2023, મેગ્વિઝન રિઝર્વેશન બિલ 2023 સુધારા બિલ 2023, ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારણા બિલ 2023, રેલવે સુધારા બિલ 2023, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ 2023 પણ રજૂઆત માટે સૂચિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.