ETV Bharat / bharat

મોદી સરકાર પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું- પહેલા તમારા દેશને સંભાળો, અફઘાનિસ્તાનની ચિંતા છોડો

author img

By

Published : Aug 20, 2021, 2:18 PM IST

સરકાર પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી પાકિસ્તાનને સૌથી વધુ ફાયદો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ફરી સક્રિય થયા છે.

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો

  • હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પરિસ્થિતિ સતત બગડી રહી છે
  • તાલિબાનના કબજાથી પાકિસ્તાનને સૌથી વધુ ફાયદો થયો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પરિસ્થિતિ સતત બગડી રહી છે. મહિલાઓ પર અત્યાચારના અહેવાલો છે. આ સાથે જ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને આજે લાવવામાં આવી શકે છે ભારત, વિદેશપ્રધાને કરી ચર્ચા

ભારત સરકાર અફઘાનિસ્તાનની મહિલાઓ માટે વધારે ચિંતિત છે

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો

ઓવૈસીએ AIMIM કાર્યક્રમમાં કહ્યું કે, ભારત સરકાર અફઘાનિસ્તાનની મહિલાઓ માટે વધારે ચિંતિત છે, પરંતુ તેઓ પોતાની મહિલાઓ પર કશું બોલતા નથી. AIMIM ના સાંસદે કહ્યું કે, ભારતમાં નવમાંથી એક છોકરીનું મૃત્યુ પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં થાય છે. અહીં મહિલાઓ સામે અપરાધ અને દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, પરંતુ અમે અફઘાનિસ્તાનમાં ફસાયેલી મહિલાઓ વિશે વધુ ચિંતિત છીએ.

પાકિસ્તાનને સૌથી વધુ ફાયદો

સરકાર પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી પાકિસ્તાનને સૌથી વધુ ફાયદો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ફરી સક્રિય થયા છે. ISI પહેલેથી જ ભારતનો દુશ્મન છે. આપણે યાદ રાખવું જોઈએ કે, ISI તાલિબાનને નિયંત્રિત કરે છે અને તાલિબાન તેમના હાથની કઠપૂતળી છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં ક્યારે શું થયું ? કાબુલથી પરત ફરેલી મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

પહેલા પણ સરકાર પર કરી ચૂક્યા છે હૂમલા

હૈદરાબાદના સાંસદ ઓવૈસી પહેલા જ મોદી સરકાર પર પ્રહાર કરી ચૂક્યા છે. બે દિવસ પહેલા તેમણે ટ્વીટ કરીને સરકારને પણ ઘેરી હતી. ટ્વિટ કરતી વખતે તેમણે લખ્યું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોનું ખસી જવું નિશ્ચિત હતું. 2013ની શરૂઆતમાં મેં સરકારને સલાહ આપી કે, તાલિબાન સાથે વાતચીત કરીને અમારા વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત કરો. અમે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.