ETV Bharat / bharat

NOBEL PRIZE 2023: આ વર્ષે પણ ભારત મેળવી શક્યું નહીં નોબલ પ્રાઈઝ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 12:31 PM IST

વર્ષ 2023ના નોબલ પ્રાઈઝ વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે પણ ભારત મેળવી શક્યું નહીં નોબલ પ્રાઈઝ. સૌથી વધુ નોબલ પ્રાઈઝ મેળવનાર દેશ અમેરિકા છે.

આ વર્ષે પણ ભારત મેળવી શક્યું નહીં નોબલ પ્રાઈઝ
આ વર્ષે પણ ભારત મેળવી શક્યું નહીં નોબલ પ્રાઈઝ

હૈદરાબાદઃ આ વર્ષે કયા મહાનુભાવોને નોબલ પ્રાઈઝ મળશે તે જાહેરાત સંદર્ભે સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બહુ ઉત્સાહ જોવા મળે છે. આ ક્ષણે વિવિધ ક્ષેત્રે બૌદ્ધિક મહાનુભાવોએ આપેલા બહુમૂલ્ય પ્રદાન વિશે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત થયું છે. નોબેલ એવોર્ડ વિનર પ્રોફેસ કલાઉડિયા ગોલ્ડિન એક અમેરિકન નાગરિક છે. જેમને અર્થશાસ્ત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

તેમણે મહિલા શ્રમ ક્ષેત્રે અભૂતપૂર્વ સંશોધન કર્યુ છે. તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અમૂલ્ય સમર્પણ દાખવ્યું છે. તેમના સમર્પણને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. શાંતિ માટેનો નોબલ એવોર્ડ ઈરાની હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને આપવામાં આવ્યો છે. મોહમ્મદીએ ઈરાનમાં થતા મહિલા અત્યાચારોનો વિરોધ કરવા ઉપરાંત મહિલાઓના હ્યુમન રાઈટ્સની હિમાયત કરી છે.

મોહમ્મદી જેલમાં હોવા છતા તેમણે તેમના આ પ્રયાસો છોડ્યા નહતા. તેમની અતૂટ હિંમતને બિરદાવવા માટે તેણીને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું છે. નોર્વના જોન ઓલાવ ફોઝને સાહિત્ય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ નોબલ પ્રાઈઝ આપવામાં આવશે. સાહિત્ય ક્ષેત્રના નોબલ પ્રાઈઝની જાહેરાતથી વિશ્વભરના સાહિત્ય રસિકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ફોઝના ઈન્વેન્ટિવ પ્લે અને લેખો દ્વારા તેમણે કચડાયેલા લોકોના અવાજને વાચા આપી છે. તેમના આ પ્રયાસોને પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબજ પ્રશંસા પ્રાપ્ત થઈ છે.

ક્વોન્ટમ ડોટ્સમાં સંશોધન કરનારા વિજ્ઞાનીઓની નોબલ પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી છે. ક્વોન્ટમ ડોટ્સને પરિણામે આધુનિક ટીવી અને એલઈડી લાઈટ્સ માટે આવશ્યક એવી નેનો ટેકનોલોજી શક્ય બની છે. રસાયણ ક્ષેત્રે 2023નું નોબલ પ્રાઈઝ મૌંગી જી. બાવેન્ડી, લુઈસ ઈ. બ્રુસ અને એલેક્સી આઈ. એકિમોવને સંયુકત રીતે એનાયત કરવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોમાંથી બાવેન્ડી ફ્રાન્સના, એકિમોવ રશિયાના અને બ્રુસ અમેરિકાથી બિલોન્ગ કરે છે.

તેમનું સંશોધન ટેકનોલોજીને આગળ વધારવાની સાથે સાથે કેન્સરની સારવારમાં પણ મદદરૂપ થઈ રહ્યું છે. ભૌતિકશાસ્ત્રમાં આ વર્ષે નોબલ પ્રાઈઝ અમેરિકાના પિયર એગોસ્ટિની, જર્મનીના ફેરેન્ક ક્રાઉઝ અને સ્વિડનના એન લા હુલિયરને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોએ પ્રકાશનું બહુ ટૂંકી આવૃત્તિવાળું કિરણ તૈયાર કર્યુ છે. જેના પરિણામે પરમાણુઓમાં રહેલા ઈલેકટ્રોનની ગતિશીલતાનો અભ્યાસ વધુ સરળતાથી થઈ શકે છે.

મેડિસિન ક્ષેત્રે આ વર્ષે નોબલ પ્રાઈઝ માટે જીવવિજ્ઞાનીઓ કેટાલિન કારિકો અને ડ્રુ વેઈસમેનની સંયુક્ત રીતે પસંદગી કરવામાં આવી છે. તેમણે mRNA ટેકનોલોજી પર અદભુદ રિસર્ચ કર્યુ છે. આ રિસર્ચે COVID-19ની રસીનું નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૂળ હંગેરીના અને અત્યારે અમેરિકામાં રહેતા કેટાલિન અને અમેરિકન વેઈસમેનનું mRNA ટેકનોલોજી પર રિસર્ચ લાજવાબ છે. આ ટેકનોલોજીને લીધે કોવિડ મહામારી સામે લડાઈનું આશાનું કિરણ પ્રગટ્યું હતું.

આ વર્ષના નોબલ પ્રાઈઝ વિનરમાં અમેરિકા તેમજ વિદેશમાં જન્મેલા વૈજ્ઞાનિકોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જો કે ભારત માટે આ વર્ષે નોબલ પ્રાઈઝ ક્ષેત્રે નિરાશા સાંપડી છે.

નોબલ પ્રાઈઝની શરૂઆત 1901થી થઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધી કુલ 9 ભારતીયોને નોબલ પ્રાઈઝ એનાયત થયું છે. જેમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમના 'ગીતાંજલિ' સર્જન બદલ 1913માં શ્રેષ્ઠ સાહિત્ય સર્જનનો નોબલ એવોર્ડ મળ્યો હતો. ભૌતિકશાસ્ત્રમાં સંશોધન બદલ સી.વી. રામન, અર્થશાસ્ત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ ડૉ. અમર્ત્ય સેન અને શાંતિ માટે બાળમજૂરોની મુક્તિ પર પ્રશંસનીય કામગીરી બદલ કૈલાસ સત્યાર્થીને નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા છે. આ નોબલ પ્રાઈઝ વિનર્સ ઈન્ડિયન ઓરિજિન હતા.

વધુ ઈન્ડિયન ઓરિજિન કે જેમણે નોબલ પ્રાઈઝ મળ્યું હોય તેમાં મેડિસિન ક્ષેત્રે હરગોવિંદ ખોરાના, ભૌતિકશાસ્ત્રમાં સુબ્રમણ્યમ ચંદ્રશેખર, રસાયણશાસ્ત્રમાં વેંકટરામન રામકૃષ્ણન અને અર્થશાસ્ત્રમાં અભિજિત બેનર્જીનો સમાવેશ થાય છે. જો કે તેમની વિદેશી નાગરિકતાને લીધે તેમણે બિન ભારતીય નોબલ પ્રાઈઝ વિનર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

મધર ટેરેસાને 1979માં શાંતિ માટે નોબલ પ્રાઈઝ એનાયત થયું હતું. જો કે અલ્બેનિયામાં જન્મેલા મધર ટેરેસાએ કોલકાતામાં જરૂરિયાત મંદો અને રોગીઓની સારવારમાં પોતાનું સમગ્ર જીવન ખર્ચી કાઢ્યું હતું. જો ભારતીય અને મૂળ ભારતીય પરંતુ બહાર જઈ વસેલા મહાનુભાવો કે જેમણે નોબલ પ્રાઈઝ જીત્યુ હોય તેમની વાત કરવામાં આવે તો આંકડો એક ડિજિટમાં છે. જે ખરેખર નિરાશાજનક છે.

અંદાજિત 140 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશ માટે નોબલ પ્રાઈઝ વિનરની સંખ્યા નોંધનીય રીતે ઓછી છે. વિરોધાભાસ એ છે કે ઓછી વસ્તી ધરાવતા નાના દેશોએ મોટી સંખ્યામાં નોબલ પ્રાઈઝ જીત્યા છે. જેમાં ઓસ્ટ્રિયા કે જેની વસ્તી 9 મિલિયન છે તેમાં 25 નોબલ પ્રાઈઝ વિનર્સ છે. નેધરલેન્ડની વસ્તી 17 મિલિયન છે તેમાં કુલ 22 નોબલ પ્રાઈઝ વિનર્સ છે અને 60 મિલિયનથી ઓછી વસ્તી ધરાવતા ઈટાલીમાં કુલ 21 નોબલ પ્રાઈઝ વિનર્સ છે.

અમેરિકા જે નિયમિત નોબલ પ્રાઈઝ મેળવે છે તે દેશમાં કુલ 400 નોબલ પ્રાઈઝ વિનર્સ છે. ભારત જેવા દેશમાં વધુ વસ્તીમાં નોબલ પ્રાઈઝ વિનર્સની ઓછી સંખ્યા હોવી તે કરતા પણ એક બીજો મુદ્દો મહત્વનો છે અને તે એટલે સંશોધનમાં સંકલનનો અભાવ. ભારતમાં ભૌતિક, રસાયણ, તબીબી અને આર્થિક ક્ષેત્રે જે સંશોધન કરવામાં આવે છે તેમાં સંકલનનો વ્યાપક અભાવ જોવા મળે છે. ભારતમાં 40,000 હાયર લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ તેમજ 1,200 યુનિવર્સિટી કાર્યરત છે. જેનું વિશ્લેષણ કરતા માલૂમ પડ્યું છે કે માત્ર 1 ટકા જ રિસર્ચ સેન્ટર્સ એક્ટિવ છે.

દેશની બે તૃતિયાંશ યુનિવર્સિટી અને 90 ટકા કોલેજો રિસર્ચ એકસેલન્સના મિનિમમ ક્રાઈટેરિયાને ફુલફિલ કરતી નથી તે આશ્ચર્યજનક બાબત છે. આ ઉપરાંત આપણા કુલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સમાંથી માત્ર એક ચતુર્થાંશને જ રોજગાર માટે યોગ્ય ગણવામાં આવે છે. જે આપણી એજ્યુકેશન સિસ્ટમનો સીસ્ટેમેટિક ઈશ્યુ છે. ભારતના મહત્વકાંક્ષી વૈજ્ઞાનિકો અને સંશોધકો પોતાની શોધના અનેક તબક્કે અનેક અવરોધોનો સામનો કરતા, લડત આપતા જોવા મળી રહ્યા છે.

વર્લ્ડ લેવલે જો ભારતને મજબૂત સ્થિતિમાં આવવું હોય તો સંશોધન અને નવી શોધોના ક્ષેત્રમાં વ્યાપક સુધારો કરવાની જરૂર છે. આ વ્યાપક સુધારાની શરૂઆત બજેટ ફાળવણીમાં નોંધનીય ફેરફારથી કરી શકાય છે. એક ચોક્કસ બજેટ ફાળવણીથી વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રને અગ્રીમતા આપી શકાય છે. સરકારે હસ્તક્ષેપ અને બ્યૂરોક્રસીના ડિલે(પરવાનગી આપવામાં વિલંબ)ને દૂર કરવા માટે સક્રિયતાથી ભૂમિકા ભજવવી પડશે.

અંતતઃ ભારતના વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં મૂળભૂત પરિવર્તનની જરૂર છે. આ પરિવર્તનને પરિણામે ભારતીયોનું સંશોધન અને વૈજ્ઞાનિક કાર્ય પ્રદાન પૂરબહારમાં ખીલી ઉઠશે તેમજ સમૃદ્ધ થશે.

(ઈનાડુમાં પ્રકાશિત એડિટોરિયલનો અનુવાદ)

  1. Nobel Award 2023: ભારતે નોબલ પ્રાઈઝ જીતવા માટે ઘણું ખેડાણ કરવાની જરૂર છે
  2. Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.