ETV Bharat / bharat

top news: આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની લેશે મુલાકાત, વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે. વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 11, 2021, 6:31 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

news today
news today

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની લેશે મુલાકાત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજની મુલાકાત લેશે. એક દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઉત્તર પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે. તેઓ મલ્ટી લેવલ પાર્કિંગ, એડવોકેટ ચેમ્બર લાઇબ્રેરી અને ઓડિટોરિયમ માટે શિલાન્યાસ કરશે.

2. વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરદારધામ ફેઝ- 2 કન્યા છાત્રાલયનું 'ભૂમિ પૂજન' પણ કરશે.

3. આજે ઋષિ પાંચમની સમગ્ર ગુજરાતમાં કરાશે ઉજવણી

આજે ઋષિ પાંચમની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. ભારતીય હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પાંચમનો તહેવાર મનાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં માનવજીવન પર ત્રણ ઋણ રહેલા છે. દેવઋણ, પિતૃઋણ અને ઋષિ ઋણ આ ત્રણેય ઋણ ચુકવવાના અનેક માર્ગો આપણા હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. તે મુજબ ઋષિ પાંચમના દિવસે વિધિ વિધાન સાથે ઋષિઓનું પૂજન અને તેમનું સ્મરણ કરવાથી ઋષિઓનું ઋણ ચૂકવવાનું પાવન અવસર મળતો હોય છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. યોગી સરકારનો નિર્ણય: મથુરા-વૃંદાવનમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ

ઉત્તર પ્રદેશ સરકાર (Uttar Pradesh Government) દ્વારા મથુરા-વૃંદાવન (Mathura and Vrindavan) ક્ષેત્રને લઈને ગઈકાલે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્ષેત્રને તિર્થસ્થાન તરીકે જાહેર કરીને ત્યાં અને તેની આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. click here

2. તમામ ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓ માટે બને એક સરખા નિયમો, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

સુપ્રીમ કૉર્ટમાં કલમ-32 હેઠળ ગઈકાલે એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકારને ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓ માટે સામાન્ય ચાર્ટર અને ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ માટે એક સમાન કોડ તૈયાર કરવા માટે દિશા-નિર્દેશોની માંગણી કરવામાં આવી હતી. click here

  • exclusive:

BJP ચૂંટણી વખતે જ બિલાડીના ટોપની જેમ બહાર નથી નીકળતી: પૂર્વ મેયર

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સૌ કોઈની નજર પાટનગર પર છે. કેમ કે, આગામી સમયમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા 44 સીટો પર દાવેદારી નોંધાઇ ચૂકી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષમાં મેયર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, તે સહિતની અન્યવાતોને લઈને ETV Bharat દ્વારા પૂર્વ મેયર સાથે વાત કરવામાં આવી હતી. વધુ જાણો... click here

  • sukhibhava:

ત્વચા અને વાળની સંભાળ માટે મુલતાની માટીના ઉપયોગી પ્રયોગો

સદીઓથી આપણા દેશની સ્ત્રીઓ ત્વચા અને વાળની ​​તંદુરસ્તી અને સુંદરતા જાળવવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરે છે. મુલતાની માટીને ત્વચાની દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ તરીકે જોવામાં આવે છે, તે ન માત્ર ચહેરાના રંગને જ ચમકાવે છે પણ ખંજવાળ, ફોલ્લીઓ અને બર્નિંગ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ છૂટકારો અપાવી શકે છે. ત્વચાની સંભાળ માટે વધુ જાણવા... click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.