ETV Bharat / bharat

G20 Declaration News: નવી દિલ્હીમાં G20 ડેકલેરેશન ભારતને મલ્ટિલેટરલીઝમ ચેમ્પિયન તરીકે પ્રસ્થાપિત કરે છેઃ અમિતાભ કાંત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 4:33 PM IST

બુધવારે G20 સમિટ શેરપા અમિતાભ કાંતે G20 ડેકલેરેશનને દરેક નેતા દ્વારા જે સ્વીકૃતિ મળી છે તેના સંદર્ભમાં નિવેદન આપ્યું છે. કાંત જણાવે છે કે ભારત મલ્ટિલેટરલીઝમ ચેમ્પિયન બની શકવા સક્ષમ છે અને રશિયા-યુક્રેન વોર જેવી ગંભીર વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવા માટે સમગ્ર વિશ્વને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. વાંચો અમિતાભ કાંત સંબોધનના મુખ્ય મુદ્દાઓ

G20 ડેકલેરેશન ભારતને મલ્ટિલેટરલીઝમ ચેમ્પિયન સાબિત કરે છે
G20 ડેકલેરેશન ભારતને મલ્ટિલેટરલીઝમ ચેમ્પિયન સાબિત કરે છે

નવી દિલ્હીઃ અમિતાભ કાંતે ઓટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોશિયેશન ઓફ ઈન્ડિયા (એસીએમએ)ના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતી વખતે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. G20 ડેકલેરેશનનો મુખ્ય ભાગ છે ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ. જે ભારતના વાહન ઉદ્યોગ અને કોમ્પોનન્ટ સેક્ટરને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવશે. નવી દિલ્હીમાં લીડર્સનું ડેકલેરેશન ખૂબજ સમાવેશી અને મહત્વકાંક્ષી છે. જેમાં કુલ 83 પેરા છે. પ્રથમવાર 83 ફકરા પર 100 ટકા સહમતિ સધાઈ છે. આ 83 પેરામાં 8 પેરા રશિયા યુક્રેન વોર પર છે જેના પર પણ દરેકની સહમતિ છે.

ભારતે શાનદાર ક્ષમતા દર્શાવીઃ ભારત મલ્ટિલેટરલીઝમ ચેમ્પિયન બની શકવા સક્ષમ છે અને વિકાસશીલ દેશો, વિકાસશીલ બજારો, વિક્સીત દેશો, જી-7, રશિયા, ચીન એમ દરેકને એક સાથે લાવવા અને વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે દરેકની સહમતિ મેળવવામાં ભારતે શાનદાર ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ડેકલેરેશનમાં વાતાવરણ વિષયક કાર્યો અને નાણાંકિય ફાળવણી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ડેકલેરેશનનો ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ મહત્વનો હિસ્સો છે. જે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે ખૂબજ લાભદાયી છે.

2030 સુધીમાં ઉત્સર્જન 43 ટકા ઘટશેઃ મેં G20 દસ્તાવેજો પર ચર્ચા કરી છે. ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ સૌથી વધુ મહત્વનું છે કારણ કે તેમાં 2030 સુધીમાં ઉત્સર્જનમાં 43 ટકા સુધીનો ઘટાડો થઈ શકે તેવું દર્શાવાયું છે. ઉત્સર્જન ઘટાડવા માટે ભારત અને અન્ય મધ્ય પૂર્વ દેશો પર સમગ્ર વિશ્વમાંથી દબાણ વધશે. નેશનલી ડીટરમાઈન્ડ કન્ટ્રીબ્યુશન (NDC)માં ભારતે હાંસલ કરેલા લક્ષ્યાંકો અને કામગીરી વર્ણવતા તેમણે જણાવ્યું કે ઈલેક્ટ્રિક વાહન નિર્માણમાં ભારત એક મહત્વની ભૂમિકા ભજવવા સક્ષમ છે. ભારત ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા કોમર્શિયલ વ્હીકલના ઉત્પાદનમાં અગ્રણી છે. ભારત વ્હીકલની નિકાસ કરે છે પણ હવે માર્કેટ બદલાઈ રહ્યું છે.

ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટઃ સમગ્ર વિશ્વ ઈલેક્ટ્રિક બની રહ્યું છે, ચીને તો આ હકીકત સાકાર કરી છે. ભારતે પણ હવે સંપૂર્ણ પણે ઈલેકટ્રિક થવાનો સમય આવી ગયો છે. જેના માટે આપણે ઘણા હદે ડિજીટલ પણ થવું પડશે. આપણે મોટી સંખ્યામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવા પડશે. ઓટોમોબાઈલ અને કોમ્પોનન્ટ સેક્ટર ક્ષેત્રે સ્પર્ધામાં ટકી રહેવું હોય તો ઈલેક્ટ્રોનિક વ્હીકલના મોટી સંખ્યામાં ઉત્પાદન અને વપરાશ વિના છુટકો જ નથી. જો આપણે ઈલેકટ્રિક નહીં થઈએ તો આપણે ઓટોમોબાઈલ માર્કેટમાંથી આપણું સ્થાન ખોઈ બેસશું અને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. કાંત વધુમાં જણાવે છે કે G20માં ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટની ચર્ચા દરમિયાન એક વાત ઘણી સ્પષ્ટ થઈ જાય છે કે ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ એક વિકટ સમસ્યા છે જેના પર ખૂબજ મહેનત કરવામાં આવે. સમગ્ર વિશ્વ માટે જ નહીં પરંતુ આપણા માટે પણ ધી ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ આવશ્યક છે. (પીટીઆઈ)

  1. G20 Summit in Delhi : દિલ્હીમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી G-20 સમિટ, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
  2. G-20 Summit: યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન જી-20 સમિટમાં ભાગ લેશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.