ETV Bharat / bharat

શરદ પવારનું સફળ રહ્યું ઓપરેશન, તબિયત સ્થિર: રાજેશ ટોપે

author img

By

Published : Mar 31, 2021, 8:23 AM IST

રવિવારના રોજ પેટમાં દુ:ખાવાની ફરિયાદ બાદ NCP પ્રમુખ શરદ પવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ મંગળવારની રાત્રે તેમની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. ત્યારે ડૉક્ટરની ટીમ તેમના ઓપરેશન વિશે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

Sharad Pawar
Sharad Pawar

  • શરદ પવારનું મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતુ
  • શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા
  • શરદ પવારની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રમુખ શરદ પવારનું મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ શરદ પવારની તબિયત ઠીક બતાવવામાં આવી રહી છે. આ પહેલા શરદ પવારની એન્ડોસ્કોપી પણ કરવામાં આવી હતી. એન્ડોસ્કોપી બાદ જ ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબત પર રાકાંપા નેતા અને પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, ઓપરેશન બાદ શરદ પવાર સારૂ અનુભવી રહ્યા છે. સ્ટોનને સફળતાપૂર્વક પિત્તાશયમાંથી દૂર કરવામાં આવ્યો છે.

શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા

પવાર (80)ને રવિવારના રોજ પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમના પિત્તાશયમાં સમસ્યા છે. NCP નેતા નવાબ મલિકે જણાવ્યું કે, પવારને ઓપરેશનના એક દિવસ પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલિકે ટિ્‌વટ કર્યું હતું કે, ગઈકાલે (રવિવાર) સાંજથી અમારા પક્ષના અધ્યક્ષ શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા, તેથી તેમને તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને પિત્તાશયમાં સમસ્યા હતી.

આ પણ વાંચો: પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

શરદ પવારની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે

પ્રધાને કહ્યું કે, તેઓ રક્તને પાતળું કરવાની દવાઓ લે છે, સમસ્યાની ખબર પડ્યા બાદ તેઓએ દવા બંધ કરી દીધી હતી. તેમને 31 માર્ચ, 2021 ના ​​રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે ત્યારબાદ શરદ પવારની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે. તેથી તેમના તમામ કાર્યક્રમને આગળની સૂચના સુધી રદ્દ કરવામાં આવ્યા છે. NCP નેતા અને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, તેમણે હોસ્પિટલના ડૉક્ટરો સાથે વાત કરી છે અને ચિંતા કરવાની કંઈ વાત નથી.

આ પણ વાંચો: પેટમાં દુખાવાની ફરીયાદથી શરદ પવાર પહોંચ્યા હૉસ્પિટલ, સર્જરી કરાવવાની અપાઇ સલાહ

ડૉક્ટરે સર્જરી કરવાની આપી સલાહ

તેમણે જણાવ્યું હતું કે શરદ પવારે પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી. આથી તેમને મુંબઇની બ્રિજ કેંડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડૉક્ટરની તપાસ બાદ સામે આવ્યું છે કે તેમના ગૉલ બ્લેડરમાં એટલે કે મૂત્રાશયમાં તકલીફ છે. NCP નેતાને તપાસ બાદ ઘરે મોકલવામાં આવ્યા છે. સાથે જ તેમને એન્ડોસ્કૉપી અને સર્જરી કરાવવાની સલાહ આપી છે. જે માટે તેમને ફરીથી 31 માર્ચે હોસ્પિટલમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.