ETV Bharat / bharat

NCP chief Sharad Pawar: શરદ પવારના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો, પુનર્વિચાર કરવાની ઉઠી માગ

author img

By

Published : May 2, 2023, 2:14 PM IST

Updated : May 2, 2023, 3:34 PM IST

NCPના સુપ્રીમો શરદ પવારે અચાનક નિવૃત્તિની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય લોકોને પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. NCP ના કાર્યકર્તાઓની માગ છે કે તેઓ પુનર્વિચાર કરે અને રાજીનામુ પરત લે....

ncp-chief-sharad-pawar-to-step-down-as-party-president-reaction-on-sharad-pawar-decision
ncp-chief-sharad-pawar-to-step-down-as-party-president-reaction-on-sharad-pawar-decision

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર્ના રાજકારણમાં ઉથલપાથલ યથાવત છે તેવામાં NCPના સુપ્રીમો શરદ પવારે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. 4 દિવસ પહેલા ગુરુવારે શરદ પવારે કહ્યું હતું કે, રોટલા ફેરવવાનો સમય આવી ગયો છે. તેમને કોઈએ કહ્યું કે, રોટલા યોગ્ય સમયે ફેરવવા પડે છે. જો ઉલટાવી લેવામાં ન આવે તો તે કડવી બની જાય છે.

  • #WATCH | We thought #SharadPawar will remain in public life till his last breath but we can't tell why he resigned today. It will not impact Maha Vikas Aghadi (MVA). We hope that the new president of NCP will stay with MVA: Maharashtra Congress president Nana Patole pic.twitter.com/JDQDMycJfw

    — ANI (@ANI) May 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

NCP નેતા અજિત પવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'પવાર સાહેબે પોતે થોડા દિવસો પહેલા નેતૃત્વમાં ફેરફારની આવશ્યકતા વિશે કહ્યું હતું. આપણે તેમના નિર્ણયને તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાને લઈને પણ જોવો જોઈએ. દરેક વ્યક્તિએ સમય અનુસાર નિર્ણય લેવો પડશે. પવાર સાહેબે નિર્ણય લીધો છે અને તે તેને પરત લેશે નહીં.'

  • #WATCH | We thought #SharadPawar will remain in public life till his last breath but we can't tell why he resigned today. It will not impact Maha Vikas Aghadi (MVA). We hope that the new president of NCP will stay with MVA: Maharashtra Congress president Nana Patole pic.twitter.com/JDQDMycJfw

    — ANI (@ANI) May 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના મહારાષ્ટ્ર્ના અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શરદ પવાર તેમના છેલ્લા શ્વાસ સુધી જાહેર જીવનમાં રહેશે પરંતુ તેમણે આજે રાજીનામું કેમ આપ્યું તે વિષે કઈ ટિપ્પણી હાલ કરી શકાય તેમ નથી. તેઓનું રાજીનામુ મહા વિકાસ અઘાડી (MVA)ને અસર કરશે નહીં. અમે આશા રાખીએ છીએ કે એનસીપીના નવા પ્રમુખ એમવીએ સાથે રહેશે.

NCP નેતાઓની પ્રતિક્રિયા: છગન ભુજબળ, જિતેન્દ્ર આવ્હાડ અને દિલીપ વાલસે પાટીલ સહિતના NCP નેતાઓએ જણાવ્યું હતું કે, 'અમે NCP પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાના તમારા નિર્ણયને સ્વીકારવા તૈયાર નથી. અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા નિર્ણય પર પુનર્વિચાર કરો.'

આ પણ વાંચો Sharad Pawar: શરદ પાવરે NCP પ્રમુખ પદ છોડી દીધુ, કહ્યું રોટલો ફેરવવાનો સમય આવી ગયો છે

રાજીનામુ પરત ખેંચવાની માગ: તેમની આત્મકથા 'લોક માઝે સંગાતિ' ની બીજી આવૃત્તિના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે, ' રાજ્યસભામાં મારો ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. હું હવેથી ચૂંટણી લડીશ નહીં. મે મારી રાજકીય કારકિર્દી 1 મે, 1960ના રોજ શરૂ કરી હતી. ગઈકાલે અમે મે દિવસની ઉજવણી કરી હતી.' પવારની હાજરીમાં એનસીપીના નેતાઓ અને કાર્યકરોએ તેમની બહાર નીકળવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા, અને કહ્યું કે તેઓ "જ્યાં સુધી તેઓ પોતાનો નિર્ણય પાછો ખેંચી લેશે નહીં ત્યાં સુધી હોલ છોડશે નહીં.'

આ પણ વાંચો Gujarat High Court: માનહાનિ કેસ, સજા પર રોક લગાવવાની માગ કરતી અરજી પર આજે સુનાવણી

Last Updated : May 2, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.