ETV Bharat / bharat

Sidhu's wife Diagnosed With Cancer : સિદ્ધુની પત્નીને છે કેન્સર, ટ્વિટર પર લખ્યું કલયુગમાં સત્ય તમારી વારંવાર પરીક્ષા લેય છે

author img

By

Published : Mar 24, 2023, 10:21 AM IST

Sidhu's wife Diagnosed With Cancer : સિદ્ધુની પત્નીને છે કેન્સર, ટ્વિટર પર લખ્યું કલયુગમાં સત્ય તમારી વારંવાર પરીક્ષા લેય છે
Sidhu's wife Diagnosed With Cancer : સિદ્ધુની પત્નીને છે કેન્સર, ટ્વિટર પર લખ્યું કલયુગમાં સત્ય તમારી વારંવાર પરીક્ષા લેય છે

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુને સ્ટેજ 2 કેન્સર હોવાનું નિદાન થયું છે. ગુરુવારે તેની સર્જરી પણ થઈ હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપી હતી.

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ ખુલાસો કર્યો છે કે, તેમને સ્ટેજ 2નું કેન્સર છે. નવજોત કૌરે જણાવ્યું હતું કે, ગુરુવારે તેની સર્જરી થઈ હતી. નવજોત કૌર સિદ્ધુએ ટ્વિટર પર આ અંગેની માહિતી શેર કરી છે. નવજોત કૌર સિદ્ધુએે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પતિ માટે ભાવનાત્મક નોંધ લખી. પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ રોડ રેજ કેસમાં દોષિત જાહેર થયા બાદ પટિયાલા સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સજા કાપી રહ્યા છે.

નવજોત કૌર સિદ્ધુએે પતિ માટે ભાવનાત્મક નોંધ લખી : સિદ્ધુની પત્નીએ લખ્યું છે કે, તે એવા ગુના માટે જેલમાં છે જે તેણે કર્યો નથી. તેણે લખ્યું કે, આ માટે દોષિત તમામ લોકોને માફ કરો. તેણે લખ્યું કે, દરરોજ તામારી બહાર આવવાની રાહ જોવી ખૂબ જ પીડાદાયક છે. કદાચ તમે અંદર જે સામનો કરી રહ્યા છો તેના કરતાં વધુ. તમારું દુ:ખ ઓછું કરવા માટે હું આ શેર કરી રહ્યી છું. અપેક્ષા મુજબ, તે વધુ ખરાબ થઈ રહ્યું છે. તમારી રાહ જોતી હતી, પરંતુ વારંવાર અમને ન્યાયથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Farooq Abdullah on Ram : ફારુક અબ્દુલ્લાએ કહ્યું રામ માત્ર હિન્દુઓના જ નહીં બધાના છે ભગવાન

નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા સંભળાવી હતી : તેમણે લખ્યું કે, કલયુગમાં સત્ય શક્તિશાળી છે, પરંતુ તે તમારી વારંવાર પરીક્ષા કરે છે. માફ કરશો, તમારા માટે વધુ રાહ જોઈ શકતી નથી. કારણ કે તે બીજા તબક્કાનું ઝડપથી ફેલાતું કેન્સર છે. આજે સર્જરી કરવાની છે. કોઈને દોષ આપતા નથી. કદાચ, આ ભગવાનની યોજના છે. તદ્દન પરફેક્ટ. ગયા વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને ત્રણ દાયકા જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો : congress protest : રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસ આજે વિજય ચોક સુધી કરશે પદયાત્રા

હાઈકોર્ટે 2006માં સિદ્ધુને દોષિત ઠેરવ્યા હતા : 22 સપ્ટેમ્બર, 1999ના રોજ, પટિયાલા સેશન્સ કોર્ટના જજે સિદ્ધુ અને તેના સહાયકોને પુરાવાના અભાવ અને કેસમાં શંકાના લાભને ટાંકીને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટે 2006માં સિદ્ધુને દોષિત ઠેરવ્યા હતા. હાઈકોર્ટે તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ સિદ્ધુએ આ નિર્ણય સામેના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સિદ્ધુએ કથિત રીતે ગુરનામ સિંહને થપ્પડ મારી હતી, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.