ETV Bharat / bharat

લો બોલો, માણસના પેટમાંથી સ્ટીલની 63 ચમચી મળી આવી

author img

By

Published : Sep 28, 2022, 9:10 PM IST

યુપીના મુઝફ્ફરનગરમાં એક ડ્રગ એડિક્ટે સ્ટીલની 63 ચમચી ખાધી (up drug addict ate 63 spoons) હતી. પરિવારે વ્યસનીને શામલી વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો હતો. મંગળવારે ઓપરેશન દરમિયાન આ ચમચીઓ દૂર કરવામાં આવી હતી.

63 steel spoons found in man's stomach in muzaffarnagar
63 steel spoons found in man's stomach in muzaffarnagar

મુઝફ્ફરનગરઃ જિલ્લાના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભોપા રોડ સ્થિત ઈવાન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી સ્ટીલની 63 ચમચી (up drug addict ate 63 spoons) કાઢી લેવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીની હાલત હજુ પણ નાજુક છે.

વિજય ડ્રગ્સનો વ્યસનીઃ મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોપાડા ગામનો રહેવાસી વિજય ડ્રગ્સનો વ્યસની છે. જેના કારણે વિજયના પરિવારજનોએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં (Shamli De addiction Center) દાખલ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, વિજય શામલીમાં સ્થિત એક નશા મુક્તિ કેન્દ્રમાં લગભગ એક મહિના સુધી રોકાયો હતો. અહીં તેની તબિયત બગડી, જેથી પરિવાર તેને મુઝફ્ફરનગરની એક ખાનગી હોસ્પિટલમાં (Ivan Multi Specialist Hospital) લઈ ગયો. અહીં તપાસ કર્યા બાદ ડોક્ટરે તેનું ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન વિજયના પેટમાંથી સ્ટીલની 63 ચમચી નીકળી હતી. આ જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે ઓપરેશન બાદ પણ વિજયની હાલત હજુ પણ નાજુક છે.

પણ હવે સવાલ એ થાય છે કે વિજયના પેટમાં આટલી બધી ચમચી કેવી રીતે ગઈ? સામાન્ય રીતે, વ્યક્તિ માટે ખોરાક સાથે ચમચી ખાવું શક્ય નથી. તે જ સમયે, વિજયના પરિવારના જણાવ્યા મુજબ, આરોપ છે કે, વ્યસન મુક્તિ કેન્દ્રના સ્ટાફે તેને બળજબરીથી ચમચી ખવડાવી હતી. જોકે પીડિતએ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ કરી નથી. તે જ સમયે, આ મામલે હજુ સુધી વિજયની સારવાર કરી રહેલા ડૉક્ટર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. વિજયના પેટમાં 63 ચમચી કેવી રીતે ગઈ તેની ઘણી ચર્ચા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.