ETV Bharat / bharat

TRIPLE TALAQ: આજે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી

author img

By

Published : Aug 1, 2021, 11:07 AM IST

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, "ત્રિપલ તલાક" ને કાનૂની ગુનો બનાવીને, મોદી સરકારે મુસ્લિમ મહિલાઓના "આત્મનિર્ભરતા, આત્મસન્માન, આત્મવિશ્વાસ" ને મજબૂત કરીને બંધારણીય-મૂળભૂત-લોકશાહી અને સમાનતાના અધિકારો સુનિશ્ચિત કર્યા છે.

TRIPLE TALAQ: આજે  મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી
TRIPLE TALAQ: આજે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી

  • "મુસ્લિમ મહિલા અધિકાર દિવસ
  • "ત્રિપલ તલાક" ને અપરાધ તરીકે જાહેર કરવામાં આવેલા દિલસ એટલે 1 ઓગસ્ટ
  • દેશભરની મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક" ના કાયદાને આવ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ મુસ્લિમ મહિલાના હિત માટે લાગુ કરેલા ત્રિપલ તલાક કાયદાને એક વર્ષ પૂર્ણ થઈ ચૂકયું છે. જેથી કાયદાની અમલવારીને એક વર્ષ પૂર્ણ થતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ હલદોની (ગ્રેટર નોઈડા)માં ઉજવાયો હતો. જ્યાં કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, પ્રધાન રવિશંકર પ્રસાદ, પ્રધાન સ્મૃતિ ઈરાની તેમજ ભાજપ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઈરફાન અહેમદ સહિતના હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો: ટ્રિપલ તલાક ગેરકાયદેસર બન્યાનું એક વર્ષ

"ત્રિપલ તલાક"ને અપરાધ તરીકે જાહેર કરવામાં આવેલા દિલસ એટલે 1 ઓગસ્ટ

"ત્રિપલ તલાક"ને અપરાધ તરીકે જાહેર કરવામાં આવેલા દિલસ એટલે 1 ઓગસ્ટ, જેને "મુસ્લિમ મહિલા અધિકાર દિવસ" તરીકે ઉજવવામાં આવશે. મુસ્લિમ મહિલા અધિકાર દિવસ "1 ઓગસ્ટ, 2019 ના રોજ ત્રિપલ તલાક અથવા તલાક બિદ્દત"ને કાનૂની ગુનો જાહેર કરવામાં આવ્યો હતો. નકવીએ કહ્યું હતું કે "ત્રિપલ તલાક" ને કાનૂની અપરાધ તરીકે જાહેર કર્યા બાદ ત્રિપલ તલાકની ઘટનાઓ મોટા પ્રમાણમાં નીચે આવી છે. દેશભરન મુસ્લિમ મહિલાઓએ આ કાયદાને આવકાર્યો છે.

આ પણ વાંચો: મુસ્લિમ દેશો કે જ્યાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે

"મુસ્લિમ મહિલા અધિકાર દિવસ"

"મુસ્લિમ મહિલા અધિકાર દિવસ" ઓગસ્ટ 2021 ના ​​રોજ દેશભરની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવવામાં આવશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ દિલ્હીમાં 1 ઓગસ્ટના રોજ "મુસ્લિમ મહિલા અધિકાર દિવસ" પર આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય પ્રધાને "ત્રિપલ તલાક" ને કાનૂની ગુનો બનાવીને, મોદી સરકારે મુસ્લિમ મહિલાઓના "આત્મનિર્ભરતા, આત્મસન્માન, આત્મવિશ્વાસ" ને મજબૂત કરીને બંધારણીય-મૂળભૂત-લોકશાહી અને સમાનતાના અધિકારો સુનિશ્ચિત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.