ETV Bharat / bharat

મુસ્લિમ દેશો કે જ્યાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે

author img

By

Published : Aug 1, 2020, 7:31 AM IST

તુર્કીમાં 1917 સુધી ફક્ત પુરુષ જ 3 વાર તલાક બોલીને તલાક આપી શકતો હતો. પરંતુ 1926માં મુસ્તફા કેમલ અતાતુર્કની આગેવાની હેઠળ નિકાહ અને તલાકના ઈસ્લામિક નિયમો બદલવામાં આવ્યા.

ત્રિપલ તલાક પર પ્રતિબંધ
ત્રિપલ તલાક પર પ્રતિબંધ

ન્યૂઝ ડેસ્કઃ તુર્કીમાં 1917 સુધી ફક્ત પુરુષ જ 3 વાર તલાક બોલીને તલાક આપી શકતો હતો. પરંતુ 1926માં મુસ્તફા કેમલ અતાતુર્કની આગેવાની હેઠળ નિકાહ અને તલાકના ઈસ્લામિક નિયમો બદલવામાં આવ્યા.

દેશજાણકારી
ઈજિપ્ત

આ પહેલો દેશ હતો જેણે 1929માં કુરાનિક અર્થઘટન મુજબ છૂટાછેડા પદ્ધતિમાં સુધારો કર્યો હતો.

13મી સદીના ઇસ્લામિક વિદ્વાન ઇબન તૈમિઆહએ અર્થઘટન કર્યું હતું.

ત્રણ વાર તલાક બોલવું સ્વીકાર્ય નથી. પરંતુ ત્રણ તબક્કાઓમાં માર્ગદર્શન આપવું અનિવાર્ય છે.

પાકિસ્તાન

પાકિસ્તાનમાં 1961માં મુસ્લિમ કુટુંબ કાયદાનો વટહુકમ બહાર પાડ્યો હતો. ત્યારે ત્રિપલ તલાકને નાબૂદ કરવામાં આવ્યો હતો.

ટ્યુનિશિયાટ્યુનિશિયન પર્સનલ સ્ટેટસની સંહિતા 1956 મુજબ લગ્નની સંસ્થા રાજ્ય અને ન્યાયતંત્રની નજર હેઠળ આવે છે. જેમાં પતિને કોઈ પણ કારણ વગર પત્નીને મૌખિક છૂટાછેડા આપવાની મનાઈ છે.
બાંગ્લાદેશ

બાંગ્લાદેશમાં છૂટાછેડાની પ્રક્રિયા પતિ અને પત્ની બંને માટે ફક્ત ત્રણ તબક્કામાં છે.

  1. લેખિતમાં નોટિસ આપો
  2. આર્બિટ્રેશન બોર્ડનો સામનો કરો
  3. 90 દિવસ પછી રજિસ્ટર્ડ નિકાહ રજિસ્ટ્રાર (કાજી) પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર લો.

તુર્કી

તુર્કીમાં 1917 સુધી ફક્ત પુરુષ જ 3 વાર તલાક બોલીને તલાક આપી શકતો હતો. પરંતુ 1926માં મુસ્તફા કેમલ અતાતુર્કની આગેવાની હેઠળ નિકાહ અને તલાકના ઈસ્લામિક નિયમો બદલવામાં આવ્યા. મોર્ડન સ્વીસ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો.

તુર્કીમાં તલાકની પ્રક્રિયા ત્યારે જ કરવામાં આવે છે જ્યારે નિકાહ કાયદાકીય રીતે સરકારી કચેરીમાં નોંધાયેલા હોય. ત્યારબાદ તલાકની બધી જ પ્રક્રિયા સિવિલ કોર્ટમાં કરવામાં આવે છે.

ઈન્ડોનેશિયા અહીં દરેક તલાકનો નિર્ણય કોર્ટ દ્વારા જ આપવામાં આવે છે. જો પતિ અને પત્ની તલાક માટે સહમત હોય તો પણ નિર્ણય તો કોર્ટ જ આપશે.
ઈરાક સરકાર સંચાલિત પર્સનલ સ્ટેટસ કોર્ટમાંથી શરિયા કોર્ટને બદલનારો આ પહેલો આરબ દેશ હતો.

અલ્જિરિયા

અલ્જિરિયામાં, સમાધાનનો પ્રયાસ કર્યા પછી જ કોર્ટ દ્વારા છૂટાછેડા આપવામાં આવી છે. 1984ના નિયમ 84-11 પ્રમાણે સમાધાનનો સમયગાળો 3 મહિનાની અવધિથી વધવો જોઈએ નહીં.
અફગાનિસ્તાન એક જ બેઠકમાં આપવામાં આવેલા તલાકને માન્ય ગણવામાં આવતા નથી.

બીજા દેશો કે જ્યાં તુરંત તલાક આપવા પર પ્રતિબંધ છે

સિરિયા, જોર્ડન, મલેશિયા, બ્રુનેઈ, યુએઈ, કતાર, સાયપ્રસ, ઈરાન, લિબિયા, સુદાન, લેબનન, સાઉદી અરેબિયા, મોરક્કો અને કુવૈત.

શ્રીલંકા કે જે મુસ્લિમ દેશ નથી ત્યાં કેવા નિયમ છે

શ્રીલંકા શ્રીલંકામાં જો પતિ પત્નીને છૂટાછેડા આપવા માંગે છે તો પતિએ કાઝીને એક નોટિસ આપવી પડે છે. આ કાઝીની સાથે પતિના સગા-વ્હાલા, વડીલો અથવા મુસ્લિમ અગ્રણી હોવા જરુરી છે. આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ફરીથી લીધેલા નિર્ણય પર વિચાર કરી શકાય.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.