ETV Bharat / bharat

બેંગલુરુમાં હોસ્પિટલમાં બેડ આપવા નગરપાલિકાના અધિકારીઓ લાંચ લે છેઃ BJP સાંસદ

author img

By

Published : May 5, 2021, 2:07 PM IST

Tejasvi
Tejasvi

વર્તમાન સમયમાં કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે કેટલાક કોરોનાના દર્દીઓનો હોસ્પિટલ્સમાં બેડ નથી મળી રહ્યા. આવા સમયે બેંગલુરુ દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કોરોના કાળમાં હોસ્પિટલ્સમાં બેડ ન મળવા માટે નગરપાલિકાને જવાબદાર ઠેરવી છે. તેજસ્વી સૂર્યાએ આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકાના અધિકારીઓ લોકો પાસેથી લાંચ લઈ બેડ આપી રહ્યા છે. તેમની ફરિયાદ પર એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક લોકોની અત્યારે પૂછપરછ ચાલી રહી છે. આ મામલામાં ધરપકડ કરાયેલા લોકોની ઓળખ એટલે કે તેમનું નામ રોહિત અને નેત્ર છે.

  • બેંગલુરુ દક્ષિણના સાંસદે નગરપાલિકા તંત્ર પર કર્યા આક્ષેપ
  • નગરપાલિકાના અધિકારીઓ લાંચ લઈ બેડ આપે છેઃ તેજસ્વી સૂર્યા
  • બેંગલુરુમાં કોરોનાના દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી પડે છેઃ તેજસ્વી સૂર્યા

બેંગલુરુઃ વર્તમાન સમયમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં પણ કોરોનાના દર્દીઓને બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. બેંગલુરુ દક્ષિણથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સ્થાનિક ધારાસભ્ય સતીષ રેડ્ડી અને રવિ સુબ્રમણ્યાએ કોરોના કાળમાં હોસ્પિટલ્સમાં બેડ ન મળવા માટે નગરપાલિકાને જવાબદાર ઠેરવી છે. સૂર્યાએ મેડિકલ વ્યવસ્થામાં ધાંધલીને લઈને મ્યુનિસિપલ અધિકારીઓ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, નગરપાલિકાના અધિકારીઓ લોકો પાસેથી લાંચ લઈ બેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગર કોર્ટમાં કોરોનાને પગલે તંત્ર અને સરકાર સામે દાવો : જવાબદારોને હાજર રહેવા ફરમાન

સાંસદની ફરિયાદ પર 2 લોકોની ધરપકડ કરાઈ

સાંસદ તેજસ્વી સૂર્યાની ફરિયાદ પર 1 મહિલા સહિત 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે કેટલાક લોકોની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલામાં ધરપકડ કરાયેલા 2 લોકોનું નામ રોહિત અને નેત્ર છે. સૂર્યાએ અધિકારીઓ પર લાંચ લઈ બેડ ઉપલબ્ધ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ તમિલનાડુમાં ઓક્સિજનની અછતના કારણે 11 દર્દીઓના મૃત્યુ

હોસ્પિટલમાં જગ્યા છતા વેબસાઈટ પર હાઉસફૂલ બતાવે છે

સાંસદ તેજસ્વીએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે, BBMP અધિકારીઓ અને આરોગ્યકર્મીઓ સાથે મળીને બેડનું ખરીદ-વેચાણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, BBMP (બ્રુહટ મહાનગરપાલિકા)ની બુકિંગ સાઈટ દેખાડી રહી છે કે તમામ બેડ ફૂલ છે, પરંતુ કેટલાક લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. તેવામાં બેડ હાઉસફૂલ હોવાની વાત ગળે ઉતરતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.