ETV Bharat / bharat

મુંદ્રા કેસ મામલે NIAના ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં દરોડા

author img

By

Published : Aug 24, 2022, 10:08 PM IST

રાજ્યાં ડ્રગ મામલે ફરી એકવખત કેન્દ્રીય એજન્સીનો તપાસના ધમધમાટ શરૂ થઈ ગયો છે. આધારભૂત સુત્રોમાંથી એવી વિગત મળી હતી કે, કચ્છના મુંદ્રામાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં કેન્દ્રની તપાસ એજન્સીએ તપાસ ચાલું કરી છે. જે મામલે દિલ્હીથી લઈને તમિલનાડું સુધી કોઈ મોટું ક્નેક્શન સામે આવી શકે છે. Drugs Case in Gujarat, NIA Rain in Gujarat, NIA Drugs Investigation

મુંદ્રા કેસ મામલે NIAના ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં દરોડા
મુંદ્રા કેસ મામલે NIAના ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં દરોડા

હૈદરાબાદ: બુધવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એન્જસીએ (NIA Rain in Gujarat) મુંદ્રા સહિત 4 રાજ્યના ઠેકાણાઓ પર દરોડા પાડીને સર્ચ શરૂ કરી દીધું છે. ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના મુંદ્રામાં આવેલા પોર્ટ એરિયામાંથી 3000 કિસો ડ્રગ્સ (NIA Drugs Investigation ) ઝડપાયું હતું. માર્ચ મહિનામાં કુલ 16 લોકો સામે ચાર્જશીટ (Drugs Case in Gujarat) ફાઈલ થઈ હ ગતી. તપાસ કરી રહેલી એજન્સીએ આરોપ લગાવ્યો છે કે આ રેકેટમાં સામેલ લોકોના પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સાથે સંબંધ છે. કેન્દ્રીય એજન્સીએ અમદાવાદની એક કોર્ટમાં 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી 11 અફઘાન નાગરિકો ચાર ભારતીય અને એક ઈરાની છે.

આ પણ વાંચો: શહેરની મધ્યમાં ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા 2 શખ્સોની ધરપકડ

એન્જસીનું નિવેદન: આરોપી મોહમ્મદ હસન હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદ અને અન્ય સહ કાવતરાખોરોની લિંક્સ પણ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે બહાર આવી છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના ઇશારે હવાલા ચેનલો દ્વારા ડ્રગ્સની હેરફેરની આવક વિદેશી સંસ્થાઓને પરત મોકલવામાં આવી હતી. જોકે, આ મામલે એજન્સીએ ઊંડાણભરી તપાસ ચાલું કરી દીધી છે. હસન પપ્પા અને હુસૈન પપ્પા અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસૈન લિમિટેડના પ્રમોટર છે. આ કંપનીએ જ માલ મોકલ્યો હતો. તેને અર્ધ-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ તરીકે જાહેર કર્યું હતું. આ માલ કંદહારથી આવ્યો હતો. ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ભારતમાં, તે ચેન્નાઈ સ્થિત દંપતી દ્વારા સંચાલિત આંધ્ર સ્થિત ફર્મ દ્વારા પ્રાપ્ત થવાનું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.