શહેરની મધ્યમાં ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા 2 શખ્સોની ધરપકડ

author img

By

Published : Aug 24, 2022, 9:43 PM IST

શહેરની મધ્યમાં ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા 2 શખ્સોની ધરપકડ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી શહેર પોલીસે નશીલા પદાર્થો વેચનાર સામે લાલ આંખ કરી છે. તેમ છતાં શહેરની SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરની મધ્યમાં આવેલા કાલુપુરમાં 31 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. Two people arrested SOG Crime Branch Ahmedabad Mephedrone drugs case Kalupur Ahmedabad Selling MD drugs

અમદાવાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરફરી (Drug trafficking in Gujarat ) મોટા પ્રમાણે થઈ રહી છે. આ સાથે ગુજરાત પોલીસ (Gujarat Police on alert Mode) દ્વારા તેમના અનેક પ્રયાસો નિષ્ફળ પડ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી નશીલા પદાર્થો વેચનારની સામે લાલ આંખ કરી છે. જેના પગલે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ બે વ્યક્તિની ધરપકડ કરી છે.

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેર મધ્ય આવેલ કાલુપુરમાંથી જાહેરમાં 31 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે.

કાલુપુરમાં જાહેરમાં વેપાર SOGના DCP જણાવ્યું હતું કે, અમીનાબાનું ઉર્ફે ડોન અને સમીર ઉદીન ઉર્ફે બોન્ડ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ભંડેરી પોળ અને વાણીયા શેરીના નાકે જાહેરમાં MD ડ્રગ્સનો જથ્થાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવી બાતમીના આધારે SOG અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેને પગલે 31.310 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થા (Sale of MD Drugs in Ahmedabad ) સાથે મળીને 3,31,100 મુદ્દામાલ (Mephedrone drugs Kalupur Ahmedabad worth Rs 3lakh) ઝડપાયો છે.

આ પણ વાંચો Drugs case in Vadodara: રાજ્યમાં ફરી ઝડપાયું ડ્રગ્સ

નશીલા પદાર્થો આપ લે કરવા કી વર્ડ ઉપયોગ વધુમાં જણાવ્યું હતું કે, આ બન્ને આરોપીઓ રખિયાલથી અન્ય શખ્સ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા. તેવી માહિતી મળી છે. આ સાથે આ બન્ને આરોપી નશીલા પદાર્થોની આપ લે કરવા માટે મંચુરિયન કે અન્ય નાસ્તાના નામ જેવા કી વૉર્ડનો ઉપયોગ કરતા હતા. આ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાંથી પણ MD ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા. તેની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો મહારાષ્ટ્રમાંથી રુપિયા 1400 કરોડનું 'મેફેડ્રોન' જપ્ત કરાયુ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ MD ડ્રગ્સનો જથ્થો પકડાયેલા બન્ને આરોપી એટલે કે અમીનાબાનું ઉર્ફે ડોન 2002માં ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDCPSના ગુન્હામાં 10 વર્ષની સજા ભોગવીને 2011માં બહાર આવ્યા હતા. આ સિવાય પણ અન્ય કેસના ગુનાઓ પણ દાખલ છે. છેલ્લા 3 વર્ષથી ફરી આવા નશીલા પદાર્થોનું વેચાણ કરી રહ્યા હતા. અન્ય આરોપી સમીરઉદીન ઉર્ફે બોન્ડ અગાઉ કારજ પોલીસ સ્ટેશન (Karaj Police Station) ખાતે MD ડ્રગ્સના ગુન્હામાં અને અમદાવાદ શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન તથા ચેઇન સ્નેચિંગમાં આશરે 30 જેટલા ગુનાહિત કેસ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.